-

પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું
અર્થ આઝાદીનો મેં આવો કર્યો, મારી લીટી દોરવા આઝાદ છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

થોડા-ઘણાં તનાવથી અજવાળું થાય છે
સૂરજને ખોટું લાગશે, આ એક વાતથી, અહિ ભાવ ને અભાવથી અજવાળું થાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

પાઠ પણ કેવા ભણી ગ્યાં આપણે
જિંદગી એમ જ કસોટી ના કરે, એની નજરે પણ ચડી ગ્યાં આપણે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

કોઈને મળવા
આટલું પૂછવાની મારી સંવેદના તો ‘પોતાનો સમય’ કાઢી જ લે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

જાતને થોડીક મેં ચાહી હતી
લાગણી ખળખળ થતી’તી આ તરફ, એ તરફ સમજૂતિઓ ખાસ્સી હતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ક્યાં કશું સંભારવા હું સાદ ખુદને પાડું છું ?
કાલથી નિસ્બત નથી ને કાલની ચિંતા નથી, આજને અજવાળવા હું સાદ ખુદને પાડું છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ગમતા પડાવો પણ જતા કરવા પડ્યા
રસ્તા વિશે ન્હોતી ખબર એવું ન’તું ખુદનું જ ગાણું ગાવામાં ભૂલા પડ્યા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ક્યાંક જૂનું તો વળી ક્યાંક નવું
ક્યાંક જૂનું તો વળી ક્યાંક નવું રાખ્યું છે. એકની એક આ વાતોમાં ઘણું રાખ્યું છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

આ મન-મગજમાં હશે શું?
કરી શકાય નજરકેદ તો કરી લેજો, સ્મરણ છે એ તો છડેચોક આંખમાં આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

એક બે વાતો ઉઝરડાની મળી
માપસર અંતર હતું બન્ને તરફ, લાગણી પણ કેવી સંસ્કારી મળી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

આગવી એક સંપદાના નામ પર
નાડ ટોળાંની અગર પકડી શકો, નામ થઈ જાશે કળાના નામ પર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

જાતરા આ જીવની ચાલ્યા કરે
જાતરા આ જીવની ચાલ્યા કરે. ઘટનામાં ઘટના ઉમેરાયા કરે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

આંસુ, પાણી પોતાનું બતાવી ય લે
આંખોમાં આવીને હળવેથી હૈયાંના અણકથ્યા ભેદને છૂપાવી ય લે. આંસુ, પાણી પોતાનું બતાવી ય લે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

તારે સુણવાની આટલી અરજ
સદીઓથી ઊભો અડીખમ એ ગિરનારી વારસાનો છાનો ઈશારો સમજ… તારે સુણવાની આટલી અરજ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ટાણું મેં મનભરી માણ્યું
તડકા, ઝાકળ, લુ, વરસાદી મોસમના બદલાતા રંગોને ઝીલ્યા હોઠને હસાવતા, પાંપણને લૂછતા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

ઝાડ દિલાસો વાવે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે. ઝાડ દિલાસો વાવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

એમાં ખુદને જડવાનું જડયું વાનું
ધખારો કહો કે કહી દો ઉમળકો પણ, આગળ જવાનું રોજ થાતું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સજન, સરનામું આમ અલગ દેવું
સાથે રહેવાનો અર્થ એવો નથી કે નજર સામે ને સામે સતત રહેવું. સજન, સરનામું આમ અલગ દેવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વસંતના કે પાનખરના
વધારે કૈં જ છે નહીં આ તાજગીના મૂળમાં, સુગંધી વાયરાની સારવારનો નિખાર છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સમય સામે ધરીને હાથ
નહીં આવે કશું સાથે, જવાનું એકલા થાશે, સમયને વારસામાં મેં લખી આપ્યો છે ખાલીપો ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સમયને હાથ જોડ્યા તોય
છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં , અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે… જો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

સંવાદમાં યે વાદ છે
પડઘો પડે કે ના પડે, એ વાત ગૌણ છે, ભીતરનો આર્તનાદ છે એ ધ્યાનમાં જ છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વાત કરવા કેટલો તન્મય થયો
કોઈના હોવાથી એવું લાગે કે – સાંજ ટાણે જાણે સૂર્યોદય થયો ! #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya
-

વાત સૌ ની ધ્યાનથી એ સાંભળે છે
છાપરા સમ થઇ ગયું કોઈનું હોવું, ભીંત મૂંગી એટલે તો પરવડે છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya


