-
સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!
૯૦% પ્રોટિન્સ અને ૧૦% મેટલીક આયર્ન તથા એન્ઝાઇમ્સનું બનેલું ઝેર જ્યારે કોઇ જીવતા શરીરની રૂધિરાભિસરણ પદ્ધતિમાં દાખલ થાય છે ત્યારે તે શરીરની લોહી-વહન કરતી નળીઓ, કોષો, ચેતાતંત્ર અથવા તો સીધું હૃદય ઇત્યાદિ જેવી મહત્વની પ્રણાલીઓ પર હુમલો કરીને શિકાર અથવા તેના પર હુમલો કરનારનું મૃત્યુ નિપજાવે છે.
-
રિંગણા લઉ બે-ચાર… ? (ધર્મેન્દ્ર ત્રિવેદી)
વળી થોડો સમય બાદ વાંચન ભૂખ સામે ડરમાંથી જન્મેલી નૈતિકતા હારી ગઇ અને ફરી છાપાઓને જેલમાંથી છોડાવવાનું સત્કાર્ય શરૂ થયું ! મામાને કહું તો તેઓ ચોક્કસ મને દર મહિને આ બધા બાળસાહિત્યનાં મેગેઝિન અપાવે પરંતુ તેમાં એક બીજી મુંઝવણ સમાયેલી હતી.
-
સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે… (ધર્મેન્દ્ર ત્રિવેદી)
સૌંદર્ય એક સ્થિતિ છે, હોવાપણું છે, એક અવસ્થા છે. પરંતુ તેની ઉત્પત્તિ તો હરદમ વ્યક્તિ, પ્રાણી કે પરિસ્થિતિજન્ય લાગણીની ભીનાશ, પ્રેમના આવિર્ભાવમાંથી જ થતી હોય છે. તેને કોઇની માન્યતા, સ્વિકાર કે સમર્થનની જરૂર નથી.
-
પુષ્પક : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ડી.કે. સવારનો પોતાનો આગવો નિત્યક્રમ પતાવીને છાપું વાંચતા વાંચતા પત્નીની જીભના રિમોટના ઇશારે ઘરમાં એકથી બીજી જગ્યાઓ પર સ્થળાંતરિત થઇ રહ્યા હતા ! આગવો નિત્યક્રમ એટલે ખરેખર જ આગવો… ધાર્મિકો સવારે પોતાની હથેળી જોઇને “કરાગ્રે વસતે લક્ષ્મી” એવું કરે… જુવાનિયાઓ પોતાના પ્રિય ફિલ્મ કલાકારોનાં દર્શન… જી
-
પાંખોને મળ્યું આકાશ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ફોન પર તન્મયભાઇએ કહ્યું કે મારા ઘરના આંગણામાં આવેલા એક વૃક્ષ પર બુલબુલે માળો બનાવ્યો છે અને તેમાં એક બચ્ચું પણ છે. મને થયું કે આ તન્મયભાઇ આટલી વ્યસ્તતા વચ્ચે અચાનક પ્રકૃતિપ્રેમી ક્યાંથી બની ગયા? પછી મૂળ વાત આવી.
-
‘મા’ એ માત્ર એક શબ્દ કે વ્યક્તિ નહીં, એક અનુભૂતિ છે ! (ધર્મેન્દ્ર ત્રિવેદી)
પહેરવેશમા ઘાઘરી, પોલકું અને ઓઢણી. ડાબા હાથનું ઓશિકું બનાવી જમણા હાથને આંખ પર ઓઢી મીઠી નીંદર માણતી આ શ્રમજીવિનીનું દોઢેક વર્ષનું અડધું પડધું નાગું છોકરું તેની પડખે પલાંઠી વાળી એક હાથ જમીન પર ખોડી, બીજા હાથે માનું પોલકું અધ્ધર કરી પોતાની ભૂખ ભાંગતુ હતું…
-
કોરાફોરાં : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
મારૂતિ કચેરીના મુખ્ય દરવાજા બહાર ફૂટપાથ પાસે આંચકાભેર ઊભી રહી. તેઓ કારમાં થી છટાભેર ઉતર્યા અને દરવાજો બંધ કરતી વખતે મારૂતિના છાપરા પરથી રસ્તાપાર આવેલા ત્રિભેટે સહેજ ઝડપી નજર ફેરવી પરંતુ નિરાશાભેર, કારમાં વિન્ડશિલ્ડ આરપાર, નજરને સીધી જ રાખી બેઠેલા
-
કલ્પવૃક્ષ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ભરઉંઘમાં રતનાને કોઇએ એટલા જોરથી ઢંઢોળ્યો કે રતનાની દુનિયા એકાએક ઉલટી થઇ ગઇ અને તે સાવ બેબાકળો બની ગયો. તેને ગમતું દ્રષ્ય એકાએક ઓગળીને રેલાઇ ગયું અને ઘડીભર તો તે બધું ભુલી જ ગયો કે પોતે કોણ છે, ક્યાં છે… સાવ ચક્કરભમ.
-
જિરાફ : મોસ્ટ થ્રિલિંગ ટૂર (ધર્મેન્દ્ર ત્રિવેદી)
ગુલાબની પાંદડીઓ જેવા હોઠવાળી બેહદ ખૂબસૂરત છોકરીએ પૂછ્યું તમે નાટકમાં કામ કરશો મેં રૂક્ષતાપૂર્વક જવાબ દીધો ના મને નાટક ફાવતું નથી આંખો પટપટાવી પછી હસીને બોલી… તમે સ્લેષમાં બોલો છો… હું તો અભિનયની વાત કરૂ છુ.
-
યુ.સે. અને સાં.પ્ર.વિભાગના કાર્યક્રમોમાં માત્ર સાહસિકતા જ નહીં, ચારિત્ર પણ ઘડાય છે.
ગ્રાંટની મર્યાદિત પ્રાપ્યતા, યુવકોના પ્રેમ અને પ્રતિસાદના કારણે, ના પાડતા નહી શિખેલા આ અધિકારીને વિમાસણ ઉભી થઇ . . . તેમણે રાત્રે મિટિંગ બોલાવી અને સમસ્યા રજુ કરી અને પ્રશ્ન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સર્વે પર નાખ્યો
-
ફરીવાર : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
રોજ સાંજે હું બારી પાસે બેસી બહાર તાક્યા કરતો અને જીવન શું છે તે વિશે વિચાર્યા કરતો પણ એ ગહન રહસ્યનો કોઇ ઉકેલ મને મળ્યો નહોતો. આજે મને સમજાયું કે જીવન એટલે શું ?
-
દારિકા : અનુવાદિત ટૂંકી વાર્તા ( ધર્મેન્દ્ર ત્રિવેદી )
બધો વાંક આ સોનાના ઘડૂલાનો જ છે. તેણે આપણી બધાની જિંદગી રોળી નાખી છે. તેની વિદાયની સાથે જ આ ઘરમાં કોઇ દુષ્ટ તત્વ આવી ગયું છે. રાત્રે મારા અને પિતાજીના ગંદાં કપડાંની વાસ મારો પીછો છોડતી નથી.
-
સર્ક્યુલર ઉપર સર્ક્યુલર (ધર્મેન્દ્ર ત્રિવેદી)
સવારના પહોરમાં તમે ચડ્ડો પહેરીને સવારની “ બે ” ચા ટટકારીને છાપુ વાંચતા વાંચતા “ પ્રેસર “ જનરેટ થવાની રાહ જોઇ રહ્યા હો ત્યાં જો તમને એવું લાગે કે તમારા ૯૦ મીટરીયા સામે બાઇક આવીને ઉભુ રહ્યું છે, અને “ આ સાલુ અટાણમાં કોણ આયુ હશે ? ” પ્રશ્ન તમારી આંખમાં ડોકિયા કરવા લાગે એટલે…
-
છળ : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
સુરેશને અચાનક મોળ ઉપડી, ચક્કર આવવા જેવું થયું. સુરેશની અંદર એક ખાલીપો ફેલાઇ ગયો. તેને થયું કે નરબદામાં અને ઘરના સૌ જો ખરેખરતેને મારવાનું છોડી દેશે તો પછી પેલું સ્વપ્નો જોવાનું સુખ, રાતે માં સાથેના વાર્તાલાપ અને વલોપાતનું શું ?
-
ચાંદરણું : ટૂંકી વાર્તા (ધર્મેન્દ્ર ત્રિવેદી)
જ્ઞાતિના રિવાજો મુજબ સવલી લગ્નનાં કેટલાંય વર્ષો બાદ આણું વાળીને સાસરે આવી હતી. ગામડામાં અને ગરીબ ઘરમાં સંકડામણમાં ઊછરેલી સવલીના નામે ઓળખતી સવિતા, પોતાની પરણિત બહેનપણીઓ પાસેથી લગ્નજીવનની સાંભળેલી વાતો આંખમાં આંજીને સ્વપ્નોની દુનિયાને જીવવા, પોતાના કરતાં “ખાધેપીધે” સુખી એવા સાસરે આવી હતી.