Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

Month: March 2019

સંસ્કાર અને સંસ્કૃતિ

દરેક માં-બાપ સંતાનનું નસીબ કે કર્મ સ્વીકારતા નથી. લાગણીવશ થઈ પોતાના નસીબના જોરે સંતાનને પણ સુખ આપવાનું સ્વપ્ન જોતા રહે છે અને સંપત્તિ છોડતા જાય છે પણ સંતાન એ સંપતિનો યોગ્ય ઉપયોગ કરી શકશે કે નહિ કે પછી આ સંપત્તિ તેના ઉપયોગમાં આવી શકશે

સંબંધ અને સંબોધન

ક્યારેક ફુલણશી કાગડો થઈ જવાય કે વાહ, આપણા વિચારો કેવા મહાન ને સુ-લોકો સાથે મળતા આવે છે, તો ક્યારેક દુઃખ ભી થાય કે આપણા વિચારો સેરોગેટ મધરની જેમ આપણા મનના ગર્ભમાં ઉદભવ્યા ને તેનું પાલન(અમલી) કોઈક અન્ય દ્વારા થાય છે.

શું ખરેખર માત્ર માણસ જ સામાજિક પ્રાણી છે…

નાહકનો માનવી સામાજિક હોવાનો ખોટો ડોળ કરે છે. સમાજમાં રહેવું અને સંબંધમાં ટકવું, સાતત્યતા જાળવવી તો આપણને સમગ્ર જીવ સૃષ્ટિ જ શીખવે છે. ખરું ને ! હા બસ સમાજના કુરિવાજો, સામાજિક બંધનો કે સ્વાર્થભર્યા સંબંધો માત્ર માણસના ભાગે અને ભોગે છે.

શું આખી જિંદગી પ્રુવ જ કર્યા રાખવાનું…?

આ વાક્ય ઘણા સમયથી મારા વિચારોમાં હતું. એક વખત બસ એમ જ લખી પણ કાઢ્યુંતું બધાના અભિપ્રાયો જોવા. પણ મને મારા સવાલ નો જવાબ કે મારા જેવો વિચાર બીજા કોઈનો જોવા મળ્યો નહિ. કોઈક નો એવો અભિપ્રાય મળ્યો કે એમાં પ્રુવ શું કરવાનું તો કોઈએ કહ્યું

લાગે છે જીવન જીવવાનો ડર….

રથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી જવો જ હિતાવહ છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે.

દાન : સૌથી મોટું યોગદાન

જરૂરી નથી કે માત્ર પૈસાનું દાન જ દાન આપ્યું કહેવાય. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પૂરતા નાણા ન હોવાથી કેમ દાન કરવું ? પરંતુ દાન ગમ્મે તે પ્રકારે કરી શકાય. બસ, દાન કરવું એ જ છે સૌથી મોટું જીવનનું યોગદાન.

તુમ બિન….

કોઈને તેમની પ્રિય વસ્તુ કે વ્યક્તિ દુર જાય તે પસંદ નથી હોતું.. નજીક હોય ત્યારે ક્યારેક આપણે તેમની ફીલિંગ્સ કદાચ સંપૂર્ણપણે સમજી શકતા નથી પણ દુર જાય પછી કદાચ સમજાય છે… એના પરિણામ સ્વરૂપે ક્યારેક આપણે રડી લઈએ છીએ તો ક્યારેક ગુસ્સો કાઢી લઈએ છીએ.

એક સમયે ગમતું થોડા, પછી નડતું કેમ હોય છે

જુનું થાય તો જ નવું આવે સાચું પણ અમુક ગમતી વસ્તુઓ એવી હોય જે આપણે આજ સુધી સાચવી રાખી હોય. ખેર, વસ્તુઓ સુધી તો ઠીક પણ લાગણીઓ અને સંબંધો કે વિચારોનું શું જીવનમાં અમુક વખતે આપણે એટલા આગળ નીકળી જઈએ છીએ

ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…

ગયા વર્ષે એક સાપ્તાહિક હાસ્ય શ્રેણીમાં આઝાદી દિવસ પર બહુ જ સરસ દર્શાવવામાં આવ્યું હતું. ખરેખર, જો એક દિવસ પણ ગુલામીનો ગાળવો પડે, તો ખરેખર આઝાદીનો મતલબ સમજાય. અને આપણે અમુક હદે અમુક પ્રકારની ગુલામીમાં જીવીએ જ છીએ,

SUCCESS બને ક્યારેક ACCESS.

દરરોજ રાત્રે હવે યાદ કરી લેવું કે આજે કયા અને કેટલા કામમાં સફળતા મેળવી અને આશા છે આ વાંચ્યા પછી ઘણા લોકોના સફળતાના માપદંડ બદલાઈ જાય. કારણ કે બોર્ડની પરિક્ષા, સારી નોકરી કે કારકિર્દી જ માત્ર સફળતા નથી.

સુખ : કેટલા લાખ રૂપિયે સુખી થવાય એવો કોઈ સ્ટાન્ડર્ડ આંકડો છે ખરો ?

કમાણી એ અર્થશાસ્ત્રનો વિષય છે, અને સુખ વળી સાઇકોલોજીનો. પણ આજના યુગમાં પૈસાને સંદર્ભમાં લઈને સુખની માપણી કરવી હોય તો એ પાછો સોશિયોલોજીનો વિષય બની જાય છે. ગજબનું ફ્યુઝન છે.