-
ક્ષિતિજ – એક મધ્યબિંદુ ( પ્રકરણ – ૧ )
મી.મહેતા મુંબઈના નામચીન બીઝનેસમેન અને એમની મુંબઈ સ્થિત ઓફીસમાં મેનેજર ની પોસ્ટ પર કામ કરતા ‘અંબર’ને એક ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. પણ એક એમ્પ્લોયી માટે આમ કોઈ મોટું માથું હોસ્પિટલ ગજવી મુકે એ કદાચ ડોક્ટરને પણ આશ્ચર્ય પમાડે તેવું હતું…
-
Sunday Story Tale’s – આકાશની બુલબુલ
આજના આધુનિક જમાનામાં મારું આવું ગામઠી નામ… બુલબુલ !! અરે તમારે નામ રાખવું જ હતું તો કંઇક સારું રાખી લેતા… આવું નામ…!? આવા નામ હવે માત્ર ભોજપુરી ફિલ્મોમાં જ સાંભળવા મળે છે… અને….
-
Sunday Story Tale’S – ત્રીજું મોત
એ દિવસે મમ્મીની આંખમાં મારા માટે જે તિરસ્કાર જોયો હતો, બસ એ જ ક્ષણે હું તો મરી પરવાર્યો હતો ! આ ફાંસી તો માત્ર મારા દેહને મુક્ત કરવા થતી એક પ્રક્રિયા માત્ર છે, બાકી હું તો ક્યારનોય મારા પોતાના જ શરીરમાં દફન થઇ ચુક્યો છું !
-
Sunday Story Tale’s – ભૂખ
આ એકનો એક પ્રશ્ન રૂપલી છેલ્લા ત્રણેક દિવસથી વખત જોઇને સુરાને પૂછી લેતી. અને હમણાં અડધી રાત્રે પણ એના એ પ્રશ્નમાં છુપાયેલી આશાનું કિરણપુંજ સુરાને પણ નિરાશાના મધદરિયે આશાનું તાંતણું આપી ગયું…
-
Sunday Story Tale’s – ટપાલપેટી
લગભગ અડધા કલાકનો સમય લીધા બાદ હું નીચે કીટલી પર આવ્યો. અને પાછળ ઢંકાયેલી ટપાલપેટીમાં મારો કાગળ સરકાવ્યો. અને અમસ્તા જ રસ્તાની પેલી તરફના મારી રૂમ તરફ પણ નજર કરી લીધી, કે આ પેટી મને આટલા દિવસ સુધી દેખાઈ શાથી નહીં ! અને એનું કારણ હતું આ કીટલીવાળા દ્વારા મુકાતો નકામો સરસામાન…
-
Sunday Story Tale’s – Love, Lust અને લગ્ન !
હા. ભણવા પણ જાય છે હવે તો. અને તારા ભાભી પણ મજામાં છે. ક્યારેક ઘરે પણ આવ, તો રૂબરૂ મુલાકાત પણ કરાવું.”, મેં કહ્યું. પણ મને મારો જ અવાજ બોદો લાગ્યો. એમાં આગ્રહનો રણકાર નહોતો, કે નહોતી આવકારની ભાવના !
-
Sunday Story Tale’s – નવી વાર્તા
જ્યાં મને ઉભા થઈને પલંગમાં પડવાનો પણ કંટાળો આવતો હોય ત્યાં હું એમની તરફ આંખ પણ શાનો ઊંચકવાનો હતો ! ભલેને એ બધા એમની લાવારીઓ માંડયે રાખતા. પણ આ કાનને એમના કટાક્ષ સાંભળતા શાથી અટકાવવા !?
-
Sunday Story Tale’s – બોસો
…અને મેં લંડનથી ઇન્ડિયા આવવાની આજની તારીખની છેલ્લી ફ્લાઈટ પકડી. અને એ સાથે જ લંડનને લગભગ હંમેશા માટે પોતાના જીવનમાંથી વિદાય આપી…
-
Sunday Story Tale’s – નઝમા પંડિત
“સર, જાણું છું, આવું નામ તમારી માટે એક કુતુહલથી કમ નથી ! પણ એની એક આખી અલગ કહાની છે. અને હાલ આપણે ઈન્ટરવ્યું પર ધ્યાન આપીએ એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ…
-
Sunday Story Tale’s – ગાંધી મળ્યા’તા
આમ તો અમે વાતો જ કરતા, અને ક્યારેક ચર્ચાઓ પણ ! હા, વાતો અને ચર્ચાઓમાં ફેર છે… ચર્ચામાં ‘કોણ ઊંચું કે સાચું’ એ સાબિત કરવાની ઉત્સુકતા હોય છે, જયારે વાતો એ નીર્મેળ હોય છે !
-
Sunday Story Tale’s – ચોરી
અને એક ક્ષણ માટે એ ઘર જાણે સમયના વ્હેણમાં વ્હેવવાનું ભૂલી ચુક્યું હોય એમ સમય થંભી ચુક્યો હતો. પણ બેમાંના એક ધાડપાડુએ પોતાને સમયના એ થંભેલા ચક્રમાંથી છોડાવી, હરિયાને આંગળીથી ઈશારત કરી દરવાજો બંધ કરી દેવા જણાવ્યું…
-
Sunday Story Tale’s – મહી
સમયના વ્હેણ પણ કેટલા જલ્દી પસાર થાય છે, નહીં ! – બિલકુલ આ મહીના નીરની જેમ, ખળખળ… ખળખળ ! આમ તો હું અને રાકેશ સાવ જીગરી ભાઈબંધ ! પણ કોલેજ પત્યા બાદ એણે બાપા સાથે ધંધો આગળ વધારવાનું પસંદ કર્યું…
-
Sunday Story Tale’s – અનમોલ
પ્રવાસ પણ કેટલીક અજાયબી જેવી ઘટના છે, નહીં ? જુઓને, હમણાં ક્યાં હું, – ગુજરાતના એક નાનકડા ગામથી અમદાવાદમાં સ્થાયી થયેલો, અને હવે કાયમી અમદાવાદી માણસ – અને ક્યાં આ, મારી સામે બેઠેલા આ બધા – ભારતના દરેક ખૂણેથી આવેલ પ્રવાસીઓ ! પ્રવાસની એક કડીએ જ તો અમને જોડી રાખ્યા છે ને !