-
લોકપાલ નહીં હવે તો ‘અંગુલીપાલ’ની જરૂર!
ઈમિગ્રેશન ચેક પોઈન્ટ પાસેથી ઈચ્છીત એકશનના સેકશનમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે માલ્યા દેશ છોડવાનો પ્રયાસ કરે તો તેમને ડિટેઈન કરી લેવામાં આવે.
-
(‘માલ્યા ગેટ’ના) ભૂતને પલિત (સુબ્રમણ્યમ સ્વામી) વળગ્યાં….!
રાજકારણમાં કાયમ તમે કંઈક કરો કે કંઈક કરી બતાવો એ બિલકુલ જરૂરી નથી હોતું. જરૂરી એ હોય છે કે તમે સતત કંઈક કર્યું છે, કંઈક કરી રહ્યા છો અને કંઈક કરી બતાવશો એવું લોકોને લાગવું જોઈએ.
-
બાપુ બોંત્તેરસિંહ : કાઠીયાવાડી
આ ફિલ્મ જોયા બાદ મેં પોસ્ટ મૂકી હતી કે, અક્ષય કુમારને નોટિસ ફટકારવી જોઈએ કે, ખિલાડીના નામે મગજ સાથે ખિલવાડ કરતી આવડી મોટી હથોડો ફિલ્મ આપવા બદલ તારુ ‘ખિલાડી’નું બિરૂદ શા માટે ન છીનવી લેવું?
-
માણેકશૉ : જો હું પાકિસ્તાનમાં હોત તો…
જો કોઈ માણસ એમ કહેતો હોય કે તે મોતથી નથી ડરતો તો કાં તો એ જુઠ્ઠુ બોલે છે કાં એ ગુરખો છે. -સામ માણેકશા (ગોરખા રેજિમેન્ટની કમાન સંભાળનારા તેઓ પહેલા ભારતીય અધિકારી હતા.
-
આધુનિક પતંજલીનો ઈન્ટરવ્યૂ
મેડિકલ સાયન્સનું જટીલ રિસર્ચ અમને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતા તેઓ કહે છે, ‘મને વિચાર આવ્યો કે કિડની સામે આવતું રિજેક્શન આપણા શરીર પર થતા ગુમડાં જેવું હોઈ શકે.
-
આમસૂત્ર : પાકી કેરી ચુસતી કાચી કેરી જેવી છોકરી…!
કેરી ચુસતી ક્યુટડી(આ વાક્યમાં આ શબ્દ પર સૌથી વધુ ભાર ગણવો) છોકરીઓ ઓછી જોવા મળવા પાછળ એ વ્યક્તિ જવાબદાર છે જેને સૌ પ્રથમ કેરીનો રસ કાઢવાનો વિચાર આવેલો.
-
આળસ એક ખોજ : આવાઝ દે કે હમે તુમ (ન) જગાઓ….!
આળસ એક એવો સદગુણ છે જેને આપણે ત્યાં સદીઓથી દુર્ગુણ ચિતરવામાં આવ્યો છે. આ એ લોકોનું ષડયંત્ર છે જેને ઈશ્વરે આળસ નામના સદગુણની ભેટ નથી આપી.
-
ઈશાંતાંયણ: લાઈન ચૂકી ગયેલી શર્માની બોલિંગ પર કેટલાક વન’લાઈનર્સ’!
વિચારું છું મેચની રાત્રે ઈશાંત શર્માને શું સપનું આવ્યુ હશે…? એ જ કે મોહાલીની પિચ નીચે 30 રન (સોરી ટન) સોનાનો ખજાનો છે!
-
મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : દેવદૂત યમદૂત બને ત્યારે…?
‘મોડર્ન મેડિકલનું મેથ્સ’ શ્રેણીનો પહેલો લેખ લખ્યા બાદ એવો જ કંઈક અનુભવ થયો. કહે છે કે કોઈ લેખકે ત્યારે જ લખવું જોઈએ જ્યારે તેની પાસે કંઈક કહેવાનું હોય.
-
મોડર્ન મેડિકલનું ‘મેથ્સ’ : કમિશન પણ ઉમેરો જરા સારવારમાં…!
અમદાવાદના એક ડોક્ટર સવારે ઉઠીને પોતાના નિત્યક્રમ મુજબ સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે ઘરેથી નીકળ્યાં. પાછળથી ઘરે તેમના પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો. કોઈ કારણોસર તેમના પતિનો મોબાઈલ પર સંપર્ક ન થતા પરિવારજનો તેમને લઈને શહેરની એક મોટી કોર્પોરેટ હોસ્પિટલે પહોંચ્યા.
-
ગુલબર્ગ in 2016 : ન ગુલ ન ગુલઝાર!
19 સ્વજનો ગુમાવી 69 લોકો માટે સ્મશાન સાબિત થયેલા ખંડેરો વચ્ચે આજે એકલા રહેતા માનવીની વાત
-
ગુજરાતી ફિલ્મોની ટીકા : હંગામા ક્યું હૈ બરપા…?
તમે કોઈ પત્રકારોને કદી એવું કહેતા ભાળ્યાં કે મિત્રો આપણે અખબારોની ટીકા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે એના પર ઘણાં લોકોના ઘર ચાલે છે.
-
ગાભાપુરાણ ભાગ – ૨
ગાભાચોરોના ગાભા કાઢી નાખવા અમને એક ક્રૂર વિચાર આવી રહ્યો છે કે, બાઈકમાં કાર્બાઈડવાળો ગાભો જ રાખવો. જેથી ગાભાચોર શખ્સો જેવા એ ગાભાથી પોતાની સિટનું(આઈ મિન બાઈકની) ‘ભીનુ સંકેલવા’ જાય કે તરત જ
-
ગાભાપુરાણ ભાગ – ૧
હું દાવા સાથે કહી શકું એમ છું કે મારા જીવનમાં મારી સૌથી વધારે ચોરાયેલી ચીજ જો કોઈ હોય તો એ છે મારો બાઈક સાફ કરવાનો ગાભો.
-
બોસ: ‘આર્ટ ફિલ્મ તો વેસે હી બદનામ હે તકલીફ તો કમર્શીયલ ફિલ્મ ભી દેતી હૈ…’
તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ફિલ્મદંશ યોગ બન્યો હોય ત્યારે તમને ‘બોસ’ જોવાનો વિચાર આવે.
-
બાહુબલી: હોલિવૂડના ‘300’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’નો ભારતીય જવાબ!
જો હોલિવૂડનો કોઈ દર્શક કાલે આપણી સામે આવીને આપણને ફિલ્મ ‘દિવાર’ના અમિતાભ બચ્ચનની અદામાં સવાલ કરે કે, ‘હમારે પાસ ‘300’ હૈ, ‘બ્રેવહાર્ટ’ હૈ…, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ હૈ… તુમ્હારે પાસ ક્યા હૈ..
-
બરેલી કી બરફી : હજૂ થોડુ વધુ ગળપણ હોત તો વધુ મજા આવેત!
બરેલીમાં મોડર્ન વિચારોના કારણે જેના લગ્ન નથી થતા હોતા તેવી બિટ્ટી(કૃતિ સેનન) ઘર છોડીને ભાગે છે. રેલવે સ્ટેશન પરથી ‘બરેલી કી બરફી’ નામની એક કિતાબ ખરીદે છે, એ કિતાબમાં ડિટ્ટો તેના જેવી જ છોકરીની વાર્તા હોય છે.
-
મર્ડર 3 : તમે ‘કોમેડી સર્કસ‘ જોવો છો…?
જે લોકો કોમેડી સર્કસ ન જોતા હોય તેમને જરા પૂર્વ ભુમિકા આપી દઈએ. નહીં તો તેમને આ જોક નહીં સમજાય. ‘કોમેડી સર્કસ‘માં એક જોક વારંવાર આવે છે કે તેમના રાઈટર્સ એક્ટનો એન્ડ લખતા નથી. અથવા તો એક્ટના એન્ડ સમય સુધી એક્ટનો એક્ટ લખતા હોય છે.
-
બ્રધર્સ : લડ મેરે ભાઈ વરના બોર કરતા હું…!
તમે કરણ મલ્હોત્રાને ઓળખો? યે વહી હે વો આદમી જીસને ‘અગ્નિપથ’ કી રિમેક બનાઈ થી. કરણ મલ્હોત્રા ઉસી દિન હમારી નજરો સે બહુત નીચે ગીર ગયા થા જીસ દીન ઉસને ‘અગ્નિપથ’ કી રિમૅક બનાઈ થી.
-
પાઘડી : જલદી ઉતરશે નહીં અને ઉતરવી પણ ન જોઈએ!
‘સૂર્યાંશ’ જોયાના બીજા જ દિવસે ‘પાઘડી’ જોઈએ ત્યારે કોઈ વાસી નૂડલ્સ ખાધાં બાદ પેટ બગડ્યું હોય અને બીજા દિવસે કોઈ વિરપુર જલારામના સાત્વિક કઢી-ખીચડી પિરસે એવો આનંદ આવે! હોવ…હમ્બો…હમ્બો…! ‘પાઘડી’માં મને સૌથી વધારે ગમેલી વાત એ છે કે એમાં એક વારતા છે. જેમાં આપણા ગામડાં, આપણી સંસ્કૃતિ અને આપણી અસ્મિતાના તાણાવાણા ગુંથાયેલા હોય એવી વારતા.…
-
PK: ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્વર, આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
રંગ-રૂપને ઘાટમાં પૃથ્વીના જ લાગે તેવા એલિયનોના ગ્રહ પરથી એક એલિયન પૃથ્વી પર રિસર્ચ કરવા ઉતરે છે. તેના તન પર વસ્ત્રો નથી કારણ કે વસ્ત્રો પહેરવા એ એમના ગ્રહની સંસ્કૃતિ નથી. જેનાથી તે પોતાને તેડવા માટેનો સંદેશો ‘સ્વગ્રહે’ મોકલી શકે તેમ હોય છે
-
દૃશ્યમ : આંખો કા હે ધોખા, એસી તેરી ચાલ, તેરા વિઝ્યુઅલ ઈન્દ્રજાલ!
તમે ડ્રાઈવ કરીને અમદાવાદથી રાજકોટ આવો ત્યારે શું તમને એ તમામ કાર યાદ રહે જે તમે રસ્તામાં જોઈ હોય? નહીં. પણ તમે જેટલી કાર જોઈ હોય એ પૈકી કોઈ એકનો તમે અકસ્માત જોયો હોય તો? સ્વાભાવિક છે કે, એ કાર તમને યાદ રહી જવાની. ત
-
મણિકર્ણિકા : કંગનાએ મને ખોટો સાબિત કર્યો!
વ્હેર ધ હેલ ઈઝ રિસર્ચ એન્ડ કોમન સેન્સ? તમે ઝાંસીની રાણી પર ફિલ્મ બનાવી રહ્યાં છો, કોઈ બાળફિલ્મ નહીં. ફિલ્મની શરૂઆતની પંદર-વીસ મિનિટ જોઈને વિચાર આવતો હતો કે આ ફિલ્મનું નામ ‘બાળપરી’કે ‘સોનપરી’ કેમ નથી? આ ફિલ્મ બાળફિલ્મની કેટેગરીમાં કેમ નથી આવતી?
-
ટ્યૂબલાઈટ : ‘ભાઈ’, ભાઈના ભાઈ અને ચાઈનિઝ બાઈની એક ‘ડિમલાઈટ’ ફિલ્મ !
એક ટિપિકલ સલમાન મુવીમાં શું હોય? તો કે સલ્લુના પ્રહારોથી ન્યુટનના નિયમની ઐસી કી તૈસી કરીને હવામાં ઉડતા ગુંડાઓ. તૂટતા હાડકાઓની કડેડાટી ને ફાઈટ સિન્સમાં ફૂટતા માલ-સામાનની કિચુડાટી. ‘કન્ફ્યુઝ હો જાઓગે કી ખાએ કહાં સે ઓર પાદે કહાં સે’