-
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે
ગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મિત્ર છે; ઉદાસી ફૂંક મારીને ઉડાવે દે, હજી થોડાક એવા મિત્ર છે.
-
આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું
આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે; ‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.
-
સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે
સંબંધોના ઝાંખાપાંખા ધુમ્મસિયા અજવાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું. ઈશુ ખ્રિસ્તના મુગટ સરીખા અણિયાળા આ જાળા વચ્ચે તું ય ઊભો છે હું ય ઊભો છું.
-
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં, પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?
-
દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ?
દઈ હૈયામાં ફાળ પડી તોય કેમ આવ્યો નૈં કંઈયે અવાજ? કંઠ સુધી આવેલી ચીસને દબાવવાનો પાડ્યો આ કોણે રિવાજ?
-
તે છતાં હું એમનો એમ જ ઊભો છું
વાણલાં વાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું; પંખીઓ ગાઈ રહ્યાં છે તે છતાં હું એમનો એમ જ ઊભો છું.
-
-
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઊગે, કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઊગે.
-
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં?
તને જ કહું છું સાંભળ પીડા! શરમ-બરમ જેવું લાગે છે કૈં? જીવનની બસમાં ખુશીઓની માટે સ્હેજે જગા જ રાખી નૈ!
-
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવી
હશે માફક જો એને, તો બધું મ્હેકાવશે ફોરમ વહાવીને, તું ફૂલોને ખીલવવાનું મૂકી દે ડાળખીઓ ફોસલાવીને.
-
મને સ્હેજે રહ્યો જ નહીં ખ્યાલ!
ઠૂંઠવાતા જીવતરની ઉપર આવીને તમે ઓઢાડી ચાદર કે વહાલ? ક્યારની કરું છું એવી રે અટકળ કે
-
એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય? ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?
-
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને
પડ્યું છે એક લોહીઝાણ બાળક ભૂલમાં સરહદ વટાવીને; હવે સૈનિક દશરથ જેમ બહુ પસ્તાય છે ગોળી ચલાવીને.
-
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં
સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં; બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.
-
-
-
-
કેમ કરી કરીએ હે રામ ?
ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ ! દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારાં પગલાંમાં ઠેશ
-
-
-
-
તમને ખાલી મળવું’તું
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું. તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.
-
-
તો ય શું ફેર પડે છે…
આંસુઓની મહેક નથી ના ”વાટ નિરખ”ની મૂડી, એ આંખોને શું કહેવું જે ફક્ત કીકીની જુડી;