-

દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે; દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
-

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં?
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં? આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં?
-

આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ
આપણા જૂનાપુરાણા ઘાવને પંપાળવાનું આપણે શીખ્યા છીએ; શ્વાસની કાણી ખખડધજ નાવને હંકારવાનું આપણે શીખ્યા છીએ.
-

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે, કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે…
-

અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે
અટલ સ્મરણ, અધીર મન અને નયન બધું ય છે જ તો પછી અહીં જ આવશે; સતત રટણ, નદીનો તટ, મધુર પવન બધું ય છે જ તો પછી અહીં જ આવશે.
-
-
-

કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું; આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું?
-

શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા; અમે રાતનું સૂપડું લઇ અંધાર ઊપણવા બેઠા
-

પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું
પાંદડીના ઘર મહીં જીવી રહ્યો છું, પુષ્પ છું ધીમે ધીમે ખીલી રહ્યો છું.
-
-

ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે
ઊંઘમાંથી હું જરા જાગું ન જાગું ને અચાનક આગ લાગે; ને અરીસો જોઉં તો હું ‘હું’ ન લાગું ને અચાનક આગ લાગે.
-
-

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે
હળવે હળવે મંદિરિયામાં હરજી આવે? ના આવે; તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે? ના આવે.
-

સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે
સુખ અને દુઃખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે; તેં મને ભીડી દીધો છે સૂડીનાં બે પાંખિયાં વચ્ચે.
-

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે, તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે?
-

થોડા લોકો મને નમે છે, થોડાઓને હું ય નમું છું
થોડા લોકો મને નમે છે, થોડાઓને હું ય નમું છું; નહિ નમતાને અણગતો છું, નમું એમને ખૂબ ગમું છું.
-

હું મને તારી પ્રતીક્ષામાં જ વીતાવી દઈશ
છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ, હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
-

દ્વાર પર સાંકળ લાગવી દઉં, નયનમાં જળ લગાવી દઉં
દ્વાર પર સાંકળ લાગવી દઉં, નયનમાં જળ લગાવી દઉં; આવ આ તારા સમય પર બે’ક મારી પળ લગાવી દઉં.
-

સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ
સ્મરણમાં કોઈની ભીનાશ મારા શ્વાસ સુધી ગઈ, પછી એ સ્હેજ જો આગળ વધી તો આગ સુધી ગઈ.
-

સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા સ્હેજ અમે વાદળમાં જીવ્યા
સ્હેજ અમસ્તું જળમાં જીવ્યા સ્હેજ અમે વાદળમાં જીવ્યા; આ બંનેમાં ફાવ્યું નહિ તો છેવટ જઈ ઝાકળમાં જીવ્યા.
-

છું ઉપરથી સાવ સીમિત ને અફાટ અંદર
છું ઉપરથી સાવ સીમિત ને અફાટ અંદર રહું છું હું તારા વિચારોના કબાટ અંદર.
-
-

પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં
પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુધ્ધાં ગેંગેંફેંફેં, આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુધ્ધાં ગેંગેંફેંફેં.


