Virgin Bhanupriya - Sultan Singh - Sarjak.org
Editor's Desk Gujarati Writers Space

Virgin Bhanu Priya – ફેમિનિઝમના નામ પર વિકૃતિના ઓવરડોઝ

વાહિયાત, બેકાર અને કોઈ પણ જાતના સેન્સલેસ પ્રોડક્શન માટે જે પણ કહી શકાય એ બધું જ તમેં આ ફિલ્મ માટે કહી શકો… જો કે હા, આ ફિલ્મ કદાચ એડલ્ટ વેબસીરીજ વાળાએ બનાવી હોત તો પણ નવાઈ ન જ લાગત કારણ કે કન્ટેન્ટ તો એટલું જ ચિપ લેવલનું હતું. તો વાત કરીએ આ ફિલ્મની… આ ફિલ્મની શરૂઆત થાય છે, જ્યાં છોકરી પોતાના બોયફ્રેન્ડને ફોન કરે છે, કેમ બિકોઝ એ વર્જિન છે… આખી ફિલ્મમાં આ છોકરીનો મૂળ ઉદ્દેશ્ય એ જ છે કે એને કોઈ પણ ભોગે અથવા કોઈ પણ સાથે વર્જિનિટી ગુમાવવી છે. જીવનના સૌથી અગત્યના આ કામ માટે માણસ, મદારી કે જાનવર સાથે પણ જો એને સુઈ જવું પડે તો યસ સી કેન રેડી ટુ કોમ્પરોમાઇઝ… કેન યુ ઈમેજીન ધ લેવલ ઓફ વાહિયાતપણુ જે આ ફિલ્મમાં છે અને આજકાલ પ્રસારિત થતી મોટાભાગની ટેલીવિઝન શોમાં હોય છે. આજકાલ આપણી માનસિકતામાં આવા પ્રકારનું વિકૃત પણું થર્ડ કલાસ કન્ટેન્ટ જોઈને પ્રવેશી રહ્યું છે…?

ચાલતા ફરતા સેક્સ કરી લેવું, ટોયલેટમાં જ કેમ નહિ 😷

એક જ પ્રશ્ન કે આ ફિલ્મ બનાવીને શું બતાવવા માંગે છે? એક તરફ ભારતમાં રોજ હજારોની સંખ્યામાં બળાત્કાર થઈ રહ્યા છે, અને બીજી તરફ અહીં ભણેલા ગણેલા અને સંસ્કારી ધરની છોકરી જ્યાં ત્યાં વર્જિન ન રહી જાય એ માટે મોઢા મારતી ફરી રહી છે, બસ એટલે કે એને સેક્સ કરવું છે કોઈ પણ ભોગે…😓 પણ એવી શું ઉતાવળ છે અને કેમ કરવું છે, આ પ્રશ્નનો કોઈ જ જવાબ નથી. બસ એમ કહી શકો કે બધા કરે છે, અને એ બધા સામે ડબ્બુ ન લાગે એટલે કરવું છે… ઇસસે જ્યાદા કોઈ લોજીક દેખાયું હોય તો તમે મહાન છો દોસ્ત… આખી સ્ટોરીમાં કે કથાવસ્તુમાં ક્યાંય પ્રેમ કે લાગણી છાંટો માત્ર પણ નથી… છતાં એને એવું જ કરવું છે, અને કેમ…? માત્ર અને માત્ર એટલે કે એની વાહિયાત ફ્રેન્ડ ચાલતા ફરતા આ બધું કરી રહી છે. અને એના કિસ્સાઓ કહીને એ વિદેશી આક્રમણ કરીઓ સામે જંગ જીતી હોય એવી વાહવાઈ મેળવી રહી છે. કદાચ એટલે કે આ એના માટે ઓપનનેસ છે, ઇન્જોયમેન્ટ છે… આનંદ છે… પણ શું ખરેખર આ બધા શબ્દનો અર્થ આ જ છે? ખબર નહિ કે આ બધું શુ બની રહ્યું છે, શુ આ એક પ્રકારે ઉશ્કેરણી નથી એવા હલકી માનસિકતા ધરાવતા લોકો માટે જેમની વિકૃતિ પહેલેથી જ ચરમ પર છે, એ સમયે સ્ત્રીઓનું આ હદે ફિલ્મોમાં વિકૃત (ઓપનનેસ કહેનારે ખાસ વાંચવું ઓપનનેસ ક્યારેય વિકૃત ન હોય) બતાવવું કેટલું યોગ્ય…? કેટલું રીડીકયુલ્સ…? શુ આવી ફિલ્મો બાળકો જોવે ત્યારે ક્યાંકને ક્યાંક એમના મનમાં રોંગ સિગ્નલ નથી જતા… જાય જ છે, સમજનારા ઓછા છે ઘણા ઓછા… જે લોકો સમજી શકે છે એમને તો પોર્ન જોઈને પણ ફરક નથી જ પાડવાનો પણ જેના મનમાં જ વિકૃતિ પ્રવેશેલી છે અથવા જેનામાં સમજ જ નથી અને એને પણ આ આભાસી ઓપનનેસ સારી લાગે છે તો…? એનું જવાબદાર કોણ..? એક તરફ પોર્નનો વિરોધ થઈ રહ્યો છે અને એકતરફ ચાલતા ફરતા સેક્સ કરવાની ફોરવરડેડ માઈન્ડ અને ઓપન માઈન્ડ ગણવામાં આવી રહ્યા છે.

જીવનમાં આટલી સમસ્યા છે, પણ વર્જીનીટી ઇઝ સુપીરીયર પ્રોબ્લેમ ફોર ભાનુ

આ ફિલ્મમાં ભાનુના મમ્મી અને પપ્પા બંને અલગ રહે છે, એમના વચ્ચે સબંધ સારા નથી. શું સમસ્યા છે એ ક્યાય સાફ સાફ નથી પણ હા એટલું બતાવવામાં આવ્યું છે કે ભાનુની માને સ્વતંત્રતા જોઈએ છે. પિતા એકલા રહે છે, માતા એકલી રહે છે, ભાનુ પિતા સાથે રહે છે. પણ, જીવનમાં આટલી બધી સમસ્યા હોવા છતાં એને કોઈ જ દુખ નથી. જો કોઈ વાતનું દુખ એને સૌથી વધારે છે તો એ એ વાતનું છે કે એને કોઈ બોયફ્રેન્ડ નથી. આ ઉમરે હજુ પણ તે વર્જિન છે. અને એની ફ્રેન્ડ… એની ફ્રેન્ડ કોની કોની સાથે ડેટ કરી ચુકી છે એ પણ એને યાદ નથી રહેતું. આખીયે ફિલ્મમાં ફિલ્મના નામ પ્રમાણે ભાનુપ્રિયાની વર્જીનીટી જેટલી મોટી સમસ્યા કોઈ જ નથી. ઇવન કોરોના, ઉલ્કાપિંડ, ત્યુસ્નામી, ભૂકંપ કે પ્રલય કેમ ન આવી જાય. આ સમસ્યાથી ઉપર કોઈ જ સમસ્યા ભાનુને નથી દેખાતી અને ઓબવિયસલી ભાનુ જસ્ટ અ મોડેલ. આ સમસ્યાથી દેશમાં ઘણી પ્રજાતિ પીડાતી હોય છે. સડેલી વાહિયાત અને યુવા પીઢી, જેને જોઇને દયા સિવાય કઈ જ નથી આવતું. ભાનુને દુઃખ છે એને બોયફ્રેન્ડ નથી, એ વર્જિન છે કારણ કે એની સાથે રહેતી એની ફ્રેન્ડ રકુલ ચાલતા ફરતા, કલાસમા, લાઇબ્રેરીમાં અને ઇવન ટોયલેટમાં પણ સેક્સ કરી લે છે… વર્ષો પછી સ્કૂલમાં છુટા પડેલા ફ્રેન્ડ સાથે પ્રથમ મુલાકાતમાં સેક્સ… આને કહેવાય શુ ઓપનનેસ… ખાખ ઓપનનેસ…😠😠

ઓપનનેસનો અર્થ શું છે…?

ઓપનનેસ ઓપનનેસ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને મર્યાદા પણ ભુલાવી દીધી છે. હું એવી કોઈ બંધક મર્યાદાની વાત નથી કરતો પણ જે મર્યાદા આપણે કોઈ વ્યક્તિમાં ઈચ્છીએ એટલી આપણામાં પણ હોવી જોઈએ ને… તમે જ વિચારો રકુલ જેવી સ્ત્રીને શું તમે અપનાવી શકો…? અથવા આવા જ પ્રકારના પોતાને ઓપન માઈન્ડેડ કહેતા છોકરાને કોઈ છોકરી સ્વીકારશે ખરા…? એવા વ્યક્તિને આપણે પોતે નથી સ્વીકારતા જેને પ્રતિદિન નવું પાત્ર જોઈએ છે. હદ છે ને… કઈ વસ્તુને ઓપનનેસના સ્વરૂપે આપણને પીરસવામાં આવી રહ્યું છે. એક સ્ત્રી પ્રેરેગ્નેન્ટ થાય છે, પણ આશ્ચર્ય એ છે કે એ નથી જાણતી બાળકનો બાપ કોણ છે…😱 ઇવન કોણ પ્રોટેક્શન વગર એની સાથે સેક્સ કરી ગયું એ પણ એને નથી ખબર…😨 આ જાણકારી માટે એણે એક એક કરીને બધાને ફોન પર પૂછવું પડે છે. મિન્સ એવા તો કેટલા બોયફ્રેન્ડ હશે… જે ફિલ્મમાં બતાવ્યું છે આટલી હદની વિકૃતિ તો વેશ્યાઓમાં પણ નથી હોતી, એ પણ બિચારી પોતાની રોજીરોટી માટે શરીર વેચે છે ઓપનનેસ માટે નહિ… સોરી આવો શબ્દ ન જ વાપરવો જોઈએ… પણ તમે પોતે જ વિચારો શુ ખરેખર આ મતલબ રહી ગયો છે હવે ઓપનનેસ નો…? આ અર્થ છે સ્ત્રી પુરુષની સમાનતાનો…? આ અર્થ છે ફોરવર્ડનેસનો…? શુ છે આ બધું…? આ એજ ફ્રેન્ડ છે જે પોતાને એનો બોયફ્રેન્ડ મળી રહે એટલે પોતાની ફ્રેન્ડને એને ના ગમતા હોય એવા છોકરા સાથે સેટપ કરાવે છે… એન્ડ સ્ટ્રેન્જ… સેક્સ માટે એ ફ્રેન્ડ માની પણ જાય છે… વાહ… મતલબ પ્રેમ… લાગણી… સબંધ બધુ જ ભૂલીને માત્ર સેક્સ જ્યારે મગજમાં છવાઈ જાય તો જ સાચી ફોરવર્ડનેસ આવે… તો જ સાચી ઓપનનેસ આવે… ફિલ્મના બતાવ્યા પ્રમાણે જો તમે કોલેજમાં આવ્યા અને તમે વર્જિન છો… મિન્સ તમારી લાઈફ એ બકવાસ છે, તમે જીવ્યા જ નથી, તમે બેકવર્ડ છો વગેરે વગેરે… આનંદની પરિભાષા પણ અહીં સેક્સમાં બદલી નાખાવામાં આવી છે…

પપ્પા ફોરવર્ડ છે, માતા એક્સ્ટ્રા ફોરવર્ડ છે

ફિલ્મમાં ઘણું બધું છે પણ એક જગ્યાએ દીકરી લાઇબ્રેરીમાં કિસ કરતી પકડાય છે, મમ્મીને ફોન આવે છે… દીકરીએ ઓસ્કાર જીત્યો હોય એમ માતા કિટ્ટી પાર્ટીમાં આ વાતની જાહેરાત કરે છે અને એક આધેડ વયની બાઈ કહે છે કે બાળકો કોલેજમાં આ બધું નહીં કરે તો શુ આ ઉમરે કરશે…? અને પાંચ સાત સ્ત્રીઓ કોઈક મોટીવેશન ક્વોટ કહ્યું હોય એમ સાથ આપે છે. વ્હોટ ડુયું મીન…? આ દેશની કઈ માતા આટલી ફોરવર્ડ હોય…? શું ફિલ્મમાં એ દ્રશ્ય દરમિયાન આ વાતને સમર્થન આપતી કે આ ફિલ્મ બનાવનાર પરિવારની મહિલાઓ ઈચ્છે છે કે એમની દીકરી રકુલ બને…? આ આર્ટીકલ વાંચનારી કઇ માતા ઈચ્છે છે કે એની દીકરી એટલી બ્રોડ માઇન્ડની બને કે કોલેજ જઈને લાઇબ્રેરીમાં કિસ કરતી ફરે…? કોલેજના ટોયલેટમાં છોકરાઓ સાથે સેક્સ કરે…? અને એટલા બધા પુરુષો સાથે સેક્સ કરે કે જ્યારે પ્રેગ્નેન્ટ થાય ત્યારે બાપની જાણકારી મેળવવા એણે અડધા શહેરને ફોન કરીને પૂછવું પડે કે અરે ભાઈ તે તો પ્રોટેક્શન વગર નોહતું કર્યું ને…? ઇતના કમ થા, બીજા એક સીનમાં મમ્મી પણ એને ફોરવર્ડ થવાની શિખામણ આપે છે, કેવી રીતે… બે ચાર અંગ્રેજી વર્ડ બોલવાના… બીસી એમસી અને ઘણા બધા સંસ્કારો… જે કદાચ એ માતા બનેલી સ્ત્રીએ પોતાની સગી દીકરીને પણ આપવા જોઈએ.. ભાઈ પ્રોમોટ કિયા હે તો વાસ્તવિક જીવનમે પણ ઉતરના પડેગા ને… જો કે પિતા આવીને ટોકે છે પણ પિતાને તો કહે આવા નલ્લા પુરુષ નાં જોઈએ. મતલબ સમજી શકો છો કે આ લોકોના અલગ થવામાં ક્યા કારણો હોઈ શકે…?

પપ્પા એક સ્ત્રી સાથે પ્રેમમાં છે, મા અલગ છે કારણ કે મુક્ત જીવવું છે.

મન ફાવે ત્યાં જવું, મન ફાવે ત્યાં ફરવું, દીકરીને ગાળો અને અપશબ્દો બોલતા શખવવું અને પાર્ટીઓમાં મહેફિલ કરવી.. અન્ય પુરુષ સાથે નાચવું… આનાથી વધારે શુ જીવવાનું બાકી રહી જતું હશે…? એ મને આખી ફિલ્મમાં ન સમજાયું… એક સીનમાં મહોતરમાં પોતે કોઈક પુરુષ સાથે નાચી રહ્યા છે… ઓહ ઇટ્સ કોમન અલગ રહેતા હોય તો બીજા લગ્ન માટે વિચારવું ખોટું નથી. ઇટ્સ કોમન… પણ એ પોતાના પતિ સાથે નથી, પતિ ત્યાં પાર્ટીમાં છે છતાં એ બીજા પુરુષ સાથે ડાન્સ કરે છે, પણ પતિને બીજી સ્ત્રી સાથે જોઈને જલન થાય છે… અને મહોતરમાં પાર્ટીમાં હલ્લો કરી દે છે… આ કેવી ઓપનનેસ.. આ કેવું મુક્ત જીવન… પતિ સાથે રહેવું પણ નહીં અને બીજા સાથે રહેવા દેવું પણ નહીં… છતાંય પતિ બિચારો છાનોમાનો નીકળી જાય છે. આવા સમયે પ્રશ્ન થાય કે આનાથી વધારે કેટલી ઓપનનેસ એક પુરુષ આપી શકે ડાયવોર્સ સિવાય… પણ ના… જો પતિ સાથે રહેવું જ નથી અને પારિવારિક જીવન જ મુક્તતા છીનવતું હોય તો લગ્ન જ શુ કામ કરવા…? બે જીવન શું કામ બરબાદ કરવા…? અને બાળકો…? આ બધાની બાળકો પર શુ અસર પડે…? જો કે આ ફિલ્મમાં એ વાતની શાંતિ છે કારણ કે બાળક પાસે ઓલરેડી બહુ મોટી સમસ્યા છે, એને આવી નાની વાતથી અસર થાય એમ નથી. કારણ કે અહીં માતા પિતા પરિવાર કે ભણતર ઇઝ નોટ બિગ ડીલ, એ તો કોઈ સમસ્યા જ નથી. એની પાસે તો દુનિયાની સૌથી મોટી સમસ્યા છે, એ કોલેજમાં છે છતાં વર્જિન છે એણે હજુ સેક્સ નથી કર્યું… ફિલ્મની શરૂઆતથી લઈને એના જીવનમાં બસ એક જ દુઃખ એક જ ઉદ્દેશ્ય છે, એ છે સેક્સ કરવું.. પછી એ ગધેડો હોય કૂતરો હોય કે કોઈ બીજાનો બોયફ્રેન્ડ… સેક્સ તો બનતા હે… લોકો સાલા ટોયલેટમાં સેક્સ કરી લેતા હોય અને આપણે જીવનમાં પણ નહીં… 😧 ખરેખર હાલમાં આનાથી મોટો પ્રશ્ન કોઈ જ નથી… જીવનમાં જીવવું જરૂરી નથી સેક્સ જ તો જરૂરી છે, એ આ ફિલ્મે મને સમજાવી દીધું… બાકી આપણે તો સમજતા હતા ભણવું ગણવું અને કમાવવું પણ પડતું હશે… મા બાપ, દુનિયા, સમાજ, દેશ પણ આપણી ફરજમાં આવે… પણ ના વી ઓલ આર રોંગ… સેક્સ ઇઝ પ્રાયોરિટી.. છોકરી અનપઢ અંગુઠા છાપ રહી જાય તો ચાલે પણ કોલેજમાં આવતા પહેલા વર્જિન ના રહેવી જોઈએ..😬

જીવન તો સેક્સ પે ચાલતા હે દોસ્ત, ના રાજીવ કમાતા હે ના અભિમન્યુ

કોઈને જીવનમાં કોઈ જ અન્ય બાબતની પડી નથી… મા ને મુક્ત જીવવું છે, ભલેને દીકરી સેક્સ માટે ગમે ત્યાં વલખા મારતી રહે… બાપને દીકરી પ્રત્યે પ્રેમ ખરો પણ ઓલા આંટી સાથે પણ એટલો જ… અને પાછું દીકરી બાપનું માને પણ ક્યાં… અને જીવનનો ઉદ્દેશ્ય જ સેક્સ દીકરી સમજી લે તો પછી બાપ જીવનના લક્ષ્યને પામવાથી તો કેમ જ રોકે… કોઈને ફિલ્મમાં કાંઈ જ કામ નથી… એની વેય વાત અહીં ગિટાર વગાડતો ઓલો સ્માર્ટ બોય હોય ઓહ સોરી ગેય બોય હોય… ગોવામાં ભાનુની ફ્રેન્ડનું એબોસન કરાવતી ફ્રેન્ડ હોય, રાજીવ નામનો દેશી છોકરો હોય, પેલી અભિની ચાર દોસ્તોની ટોળી હોય, ભાનુની મા અને પપ્પા હોય કે પેલી નીતા કે નીના આન્ટી જે હોય તે…કોઈને કાઈ જ કામ નથી. બસ બધાના લક્ષ્ય જુદા જુદા છે… ભાનુને કોઈ પણ ભોગે સેક્સ કરવું છે ફિર ચાહે વો કિસી ભી કે સાથ કયો ન હો, અભિને શરતો જીતવી છે અને એના ચાર ફ્રેડ પણ નલ્લા જ ફરતા બતાવ્યા છે, રાજીવને ભાનું સાથે પરણવું છે અને એના ફ્રેન્ડને બસ એના સાથે સાથે ફરવું છે. રકુલને બસ બેફામ જીવવું છે (એની બેફામ જીવવાની વ્યાખ્યા છે કે પ્રેગ્નેન્ટ થાય તો એને ખબર પણ ન પડે કે બાળકનો બાપ કોણ છે.), ભાનુની માને જીવવું છે (હવે કેવું જીવવું છે એ મને છેક સુધી નથી સમજાયું), ભાનુના પપ્પાને ઓલી ગેમમાં રેકોર્ડ બનાવવો છે, ઓલી નિતું કે નીના આંટીને કોઈકને કોઈકને ફસાવવા છે છેલ્લે પોલીસ સાથે જોવા મળે છે…

શુ આવા ફ્રેન્ડ પણ હોય, કે આને કલંક કહેવાય…?

ભાનુની ફ્રેન્ડને જીવનનું એક જ લક્ષ્ય દેખાય છે સેક્સ, સેક્સ અને સેક્સ.. અને આ લક્ષ્ય એટલું મક્કમ છે કે એ ભાનુને પણ કૂતરો ગધેડો જે મળે એની સાથે તૂટી જ પડવાનું શીખવે છે. આખી ફિલ્મમાં એ ભાનુને કેવી રીતે ચાલતા ફરતા કોઈ પણ છોકરા પર તૂટી કેવી રીતે પડાય એની જ શિખામણો આપે છે. એને સેક્સ સિવાય કોઈ સત્ય આ સંસારમાં દેખાતું જ નથી. જો કે એની કૃપા દ્રષ્ટિથી ભાનુનો પણ પુનર્જન્મ થાય છે. એને પણ મોક્ષની સીડીયો સેક્સ નામના દરવાજામાંથી જ જતી દેખાય છે. અને પછી શરૂ થાય છે આ ખેલ… અને પરમવાણી ત્યાં અટકતી નથી રાજીવ સાથે જયારે પકડાય અને માતા-પિતા સાથે વાત થાય ત્યારે પણ રકુલ જ શિખામણ આપે છે કે આપણે છોકરીઓ છીએ જ્યારે ઈચ્છીએ ત્યારે કોઈ પણને ક્યાંય પણ બદનામ કરી શકીએ છે. તું જેટલું ખોટું બોલીશ એટલી મોટી મધર ટેરેસા બની જઈશ. તો બીજા સીનમાં અભી એના ઘરે આવે છે અને ભાનુમાં જવાની લાવારસ બની રહી છે સામે અભી શાંત છે ત્યારે રકુલ કહે છે કે તૂટી પડ. ભાનુ કહે છે કે એની સાથે રેપ થોડે કરી લેવાય, અને ફરો પરમ વાણી સાંભળવા મળે છે. રકુલ કહે છે કે પુરુષના રેપનો કેસ ક્યાય સાંભળ્યો છે તે… અબલા પણ આપણે જ છીએ અને તબલા વગાડવાના પણ આપને જ છે. જો કે આજકાલ મહિલાઓના કાયદાનો જે રીતે દુરુપયોગ થાય છે એનો શ્રેય આવી અસ્ત્રીઓને પણ આપી શકાય, એટલે એનું વાક્ય યથાર્થ પણ છે. પણ આ કહીને સમાજને કે દેશની જનતાને શુ મેસેજ અપાઈ રહ્યો છે…? કે સેક્સ કરવા કોઈ પણ છોકરાને કોઈ પણ રીતે ફસાવો અને પછી કાઈ થાય તો એના માથે બધું ઢોળીને બહાર નીકળી જાવ… એ જ ને…? ઓર અહાહા ક્યાં ડાયલોગ્સ હે… એક તરફ દેવો અને દાનવો સહિત પૃથ્વીનું અસ્તિત્વ પણ હવે બસ ભાનુની વર્જિનિટી તૂટવાની રાહ જઈ રહ્યું છે. આવા સમયે સર્વજ્ઞાની એવી ભાનુ પોતાના ગળાડૂબ વિચારોમાં પોતાની સર્વજ્ઞાની મિત્રને ફોન કરે છે અને મિત્ર કહે છે… વર્જીનીટી જ તો છે કઈક રજનીકાંતના હાડકા તો છે નહી કે નહિ જે તૂટશે જ નહીં… (મતલબ આવા વાહિયાત ડાયલોગ માટે રજની સરના નામનો ઉપયોગ થયો એ બદલ જ એમને માનહાનીનો દાવો ઠોકી દેવો જોઈએ.) પણ ના, સૃષ્ટિના હિતાર્થ ફરી ભાનું એને કહે છે અરે રુકુ આ ઉંમરે કોઈ વર્જિન રહેતું નથી. આ ચર્ચામાં જ્ઞાનનો ઉમેરો થાય એ પહેલા પપ્પા બોલાવી લે છે.

જુનિયર સે શીખો… ક્યોંકી ઇતના જ્ઞાન ઓર કહા મિલેગા

એક દ્રશ્ય છે ફિલ્મમાં ભાનું કન્ફ્યુઝ છે, કારણ કે કુંડળીમાં પણ રોમાન્સ યોગ નથી. કોઈ છોકરો મળતો નથી અને સૌથી મોટો સવાલ એ હજુ વર્જિન છે અને કોઈ પણ ભોગે એને વર્જિનિટી ગુમાવવી જ પડશે. કરણ કે એમ નહીં થાય તો સંસારનો નાશ થઈ જશે, ધરતી રસાતાળ થઈ જશે, સમુદ્રોમાં સુનામી આવશે… પ્રલય અને પૃથ્વી વચ્ચે બસ એક જ બંધન છે એ છે ભાનુની વર્જિનિટી જેના તૂટવાથી જ સંસારનું હીત થઈ શકે એમ છે. અને જન સેવા એ જ પ્રભુ સેવા સમજીને ભાનું પણ આ પ્રજા હિતનું કામ કરવા તૈયાર થઈ છે. દુનિયાને બચાવવા એ સેક્સ કરશે કોઈ પણ ભોગે હવે એ વર્જિન નહીં રહે, કારણ કે સંસારના અસ્તિત્વ કરતા એની વર્જીનીટી. મહત્વની નથી જ નથી… પણ પણ પણ… એની કુંડળીમાં સેક્સ યોગ નથી. એટલે ગધેડો, કૂતરો, બલધ જે પણ મળશે એ સેક્સ કરશે અને દુનિયાને પ્રલયથી ઉગારી લેશે… બહુ વિચારીને પ્રજા હિતમાં એ પોતાનું મન ન માનતું હોવા છતાં રાજીવ સાથે સબંધ બનાવવા રાજી થઈ જાય છે. એ લાઈબ્રેરીમાં એને બોલાવે છે… એની ફ્રેન્ડ અને ગુરુ એની સાથે હોય છે. આ સમયે ભાનું નર્વસ છે રાજીવ સાથે શુ કહેવું કેમ કરવું વિચારી રહી છે, ત્યારે એની ફ્રેન્ડ ફરી શિક્ષા આપે છે, કે સામેથી તૂટી પડજે… વધુમાં રકુલ તો એને ટોયલેટમાં જ બોલાવી લેવાની સલાહ આપે છે, એના મતે આનાથી વધુ સેફ કોઈ જગ્યા જ નથી. સાવ બેશર્મી ભરેલા રોલમાં અને લક્ષ્ય વેધનમાં, ભાનું હવે શરમ અનુભવે છે. અને અને અને આ મહાન ક્ષણોમાં લેડીઝ ટોયલેટના એક બંકરમાંથી એક પુરુષ બહાર પડે છે, થોડીક વાર પછી એમાંથી એક કન્યા બહાર આવે છે. અને કહે છે કીપ ઇટ સિક્રેટ. કારણ કે પ્રજા હિતમાં કરેલા ત્યાગની જાહેરાત ન હોય એટલા ગુમાન પૂર્વક એ કહે છે જાણે આજે એણે આમ ન કર્યું હતો તો સંસાર લુપ્ત થઇ ગયો હતો. અને રકુલ ફરી જ્ઞાનની વર્ષા કરે છે, જુનિયર પાસેથી શીખ, મતલબ કે જેમ સંસારને બચાવવા જુનીયારે બલિદાન આપ્યું એ હવે ભાનુએ પણ શીખવું જ રહ્યું. નહિ તો સૃષ્ટિનો અંત નિશ્ચિત છે.

આ વળી કેવું જ્યોતિષ શાસ્ત્ર, રાશિ ફળ ઓર ટેરો કાર્ડ પ્રીડીકશન છે

ભાનું પિતા સાથે કોઈ આંટી ના ઘરે જાય છે… પિતા દીકરીના ભવિષ્ય વિશે પૂછે છે અને પિતાને ત્રણ કાર્ડ ખેંચવાનું કહેવામાં આવે છે… પિતા ત્રણ કાર્ડ ખેંચે છે અને આંટી કહેવામાં અટવાઈ જાય છે, પિતા પૂછે છે કે જે હોય એ સાફ સાફ કહો… ત્યારે ટેરો કાર્ડ વાળા આંટી કહે છે… છોકરીને બાળકમાં થોડી સમસ્યા છે. પિતા ફરી ડિટેલમાં પૂછે અને મેડમ ફરી કહે છે કે હું ડિટેલમાં સમજાવું. હીરો છે, હિરોઇન છે, ગીતો પણ છે અને બેડરૂમ પણ છે પણ બેડરૂમની લાઈટો બંધ જ નથી થતી. પપ્પા વળી ઉમેરે છે કે લાઈટ વગર ગીતો થોડે હોય અને એવામાં સર્વજ્ઞાની ભાનું આવીને કહે છે કે તમે એ જ કહેવા માંગી છે ને કે આઈ કાંટ હેવ સેક્સ… ઓહ નો ઇતના પ્રીદીકશન…🙄 ટેરો કાર્ડ સે જ્યાદા ચોરી અપના ભવિષ્ય જાણતી હે. ત્યારબાદ લગ્ન માટે કુંડલી બતાવે છે અને પંડિત કુંડલીમાં પંડિત યોની તૃટી યોગ બતાવે છે અને કહે છે એના જીવનમાં પ્રેમ અને રોમેન્સની અનુભુતી ક્યારેય નહીં કરી શકે… જ્યાં ત્યાં સેક્સ કરવામાં પ્રેમ હોય છે ખરો… અને પ્રેમ વગર રોમેન્સ હોય છે ખરો.. જો કે શરૂઆતમાં પણ રાજીવ સાથેની વાત પછી તે પોતાની કુંડળી વાંચે છે જ્યાં લખેલું હોય છે… તમે બહુ ઉર્જાવાન સ્ત્રી છો, શિક્ષણમાં તમે ઘણા આગળ સુધી જશો પણ પ્રેમનો રસ તમારા જીવનમાં ઘણો ઓછો રહેશે… મતલબ કે તમારો હીરો આવશે જરૂર પણ લઈ એ કઈ નહીં જાય, સંભોગના સુખથી તમે વંચિત રહી જશો… આ કઈ કુંડલીની ચેનલ છે એ નથી સમજાતું તો બીજી બાજુ ફિલ્મના અંતમાં સુહાગ રાતે અભિને જ્યોતિષનો ફોન આવે છે કે મેં તમારી કુંડળી પણ જોઈ છે… તમે સુહાગરાત પેલા ડોક્ટરને બતાવો તો વધુ સારું રહેશે. મતલબ કુંડળીમાં અખંડ રડુઆ પણાના યોગ છે, મતલબ કહે છે કે ઘી તો છે પણ ગપગાપ નથી. આ પ્રકારના ભવિષ્ય કયા પંડિતો જોતા હશે…?

બચ્ચે આજકાલ મોર્ડન હો ગયે હે…? પર કિતને… હમે કિતના મોર્ડન હોના ચાહીએ…?

ફિલ્મમાં એક જગ્યાએ ટેરો કાર્ડ વાળો કિસ્સો આવે અને ભાનું સેક્સ વિશેની કમેન્ટ કરીને નીકળી જાય છે, ત્યારે પેલા બેનને એના પપ્પા કહે છે કે બચ્ચે આજકલ મોર્ડન હો ગયે હે… ઇટ્સ ફાઇન સમય સાથે ચાલવું જરૂરી છે, પણ કેટલું મોર્ડન થવું… અને મોર્ડન થવું એટલે શું… ? એની સમજ છે ખરી ક્યાંય…? સેક્સ એ મોર્ડનતાની નિશાની છે કે વર્જિન ન હોવું મોર્ડનતાની નિશાની છે. અથવા ગાળો બોલવી અને સિગારેટ ખેંચવી મોર્ડનતાની નિશાની છે… મોર્ડનતા શુ છે એની વ્યાખ્યા પણ બનવી જોઈએ આઈ મીન સમજવી કે સમજાવી જોઈએ… મોર્ડનતાનો અર્થ એટલો બધો ખુલી ના જાય કે માત્ર સેક્સ માટે કોઈકને ઘેર બોલાવી લેવાય… અને એ ઈચ્છે કે ના ઈચ્છે એના પર તૂટી જ પડાય.. મોર્ડનતાનો કોઈ અર્થ વ્યભિચાર સાથે નથી હોતો… મોર્ડન એટલું જ થવાય જેટલું તમે તમારા સુધી રહો.. કોઈકના જીવનને બરબાદ કરવું આખી પેઢીને અવળા પાટે ચડાવી દેવી એ મોર્ડનતા નહિ વિકૃતિ છે…

પ્રેમ શબ્દ દરેક જગ્યાએ છે, પણ પ્રેમ… આખી ફિલ્મમાં ક્ષણિક પણ નથી

પ્રેમના નામે આખી ફિલ્મમાં નકરા વ્યભિચારને વર્ણવવામાં આવ્યો છે. કુંડળીમાં પ્રેમનો રસ ન હોવાનું વાંચીને ભાનું પોતાને જરાય ન ગમતા રાજીવને લાઇબ્રેરીમાં બોલાવે છે અને એની સાથે સબંધ બનવવાનું વિચારે છે… પણ પ્રશ્ન છે કે આમાં પ્રેમ ક્યાં છે…? આ તો વાસના છે, વિકૃતિ છે.. અભી સાથે એના ચાહ્યા વગર તૂટી પડવું એમાં ક્યાં પ્રેમ છે. આખો દિવસ સેક્સ માટે મોઢા મારવા એ પણ કોની સાથે કે કોણ એ નક્કી ના હોવા છતાં જ્યાં મળે ત્યાં તૂટી પડવું એમાં પ્રેમ ક્યાં છે. અને જો આ જ પ્રેમ છે તો ભગવાન કરે આવા પ્રેમથી દરેકને વંચિત જ રાખે.

ફિલ્મ જોઇને કેવું લાગ્યું ? ફિલ્મ જોવી જોઈએ ?

મને લાગતું કે બોલીવુડમાં લેખકો છે, પણ એ વહેમ દુર થઇ ગયો. પૈસા હોવાથી બુદ્ધિ હોય એ પણ હવે મનમાં નથી. અને હા આ ફિલ્મ જોવા કરતા જઈને સોસાયટીના કોઈક થાંભલે માથું પછાડી દઈએ તો ચાલે. સ્ટોરીમાં કાઈ નથી, અભિનયમાં પણ કઈ નથી અને સ્ટોરી જેવું તો કોઈ તત્વ જ નથી. જોવી કે નહિ એ તમારી પોતાની જવાબદારીએ જોવી જોઈએ. બાળકોને ખાસ આ ફિલ્મથી દુર રાખવા કારણ કે આટલી વિકૃતિની અસર શક્ય છે તમારા બાળકો પર પડે. હું તો કહું છું ૩૦ વર્ષ સુધીના ન સમજી શકે એવા યુવકોએ પણ દુર રહેવું. કારણ કે આટલું વાહિયાતપણું ક્યાંકને ક્યાંક અજાણતા અસર કરી શકે છે. આટલી ખરાબ ફિલ્મ પણ કોઈ બનાવી શકે છે એ બદલ પ્રોડયુસરને પણ દસેક ભારત રત્ન અને ત્રીસ પાંત્રીસ ઓસ્કાર માથે મારવા જોઈએ. આટલી સારી ફિલ્મ ન બની હોત તો કદાચ આજે બોલીવુડ પોતાનું અસ્તિત્વ ટકાવી ન શક્યું હોત… આખાય બોલીવુડે પ્રોડ્યુસર અને અભિનેતાઓને વધાવી લેવા જોઈએ. સાવ સ્ટોરી અને આધાર વગર ફિલ્મમાં આટલી ખરાબ એક્ટિંગ કરવી પણ ઘણી મોટી વાત છે. બેરોજગારી છે પણ આવી ફિલ્મમાં કામ કરી લેવું, એ થોડુક વિચિત્ર છે…

સ્ટોરી શું છે ? આ જ પ્રશ્ન અંતમાં તમે પણ પૂછશો…

સ્ટોરી શું છે એના જવાબમાં પ્રશ્ન એ થાય કે સ્ટોરી છે ક્યાં…? સ્ટોરી જેવું પણ ક્યાય કોઈ જ તત્વ છે નહિ. આટલી વાહિયાત કાસ્ટિંગ, આટલા બેકાર ડાયલોગ આટલી બેકાર એક્ટિંગ… ન મ્યુજીકમાં દમ છે નાં ફિલ્મમાં… જો કે ગામમાં ગાંડા હોય ગાંડાના ગામ ન હોય પણ આ ફિલ્મ જોઇને એ વાતની પણ ખાતરી થઇ કે ક્યારેક ક્યારેક ગાંડાના ગામ પણ હોય છે. કારણ કે ગામ ગાંડુ ન થાય તો આવી વાહિયાત ફિલ્મ બનવી શક્ય નથી. આખી ફિલ્મમાં કોઈ કન્સેપ્ટ કે સ્ટોરીલાઈન નથી બસ ફેમીનીઝમને થોડોક આધારે પડતો સપોર્ટ આપવાના ચક્કરમાં ડાયરેક્ટર સાહેબ અને સ્ટોરી રાઈટર (થું છે એવા રાઈટર પર જેણે આવી સ્ટોરી લખી, ઇસસે અચ્છા બેરોજગાર બેઠા રહેતા બીસી) આખી ફિલ્મને બહુ નીચેના એટલે કે વાહિયાત લેવલ પર લઇ ગયા. એની વેય અબ ઇસસે જ્યાદા ગંદા કુછ હે હી નહિ જીતને ગંદે શબ્દ લિખકર શબ્દો કા અપમાન કિયા જા શકે. આફ્ટર ઓફ આ ફિલ્મ જોયા પછી તમે આ ફિલ્મ સાથે જોડાયેલા એક પણ વ્યક્તિની બીજી ફિલ્મ અથવા આવનારી ફિલ્મ જોવા માટેનો વિચાર છોડી દેશો…

રેટિંગ – માઈનસમાં પણ ઘણી ઓછી છે | ૧૦ માંથી -૧૦

<strong>Sultan Singh</strong>
Sultan Singh

Sultan is a Psychology Student and Freelance Writer…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.