Gujarati Writers Space

વેદ પ્રકાશ શર્મા : ધ જર્ની ઓફ લેખન

જરાક ગુજરાતી ભાષામાં નવલકથા લખતાં લોકપ્રિય લેખકોના નામ બોલો તો।

હા જુના નવા સાહિત્યિક કે રોમેન્ટિક કે ભલેને જેને વિવેચકો હલકું સાહિત્ય કહીને વખોડતા હોય એવા ક્રાઇમ થ્રિલર લખનારા બધા લેખકોને યાદ કરી લો.

ઓ.કે.

હવે કેટલા નામ મળ્યા…?
૧૫-૨૦…? ઠીક છે…

હવે એમને લખેલી નવલકથાઓનો સરવાળો કરો અડસટ્ટે લગભગ ૧૫૦૦ નોવેલ થઇ ચાલો, મારો અંદાજ જણાવી દઉં (ગૌતમ શર્મા લગભગ ૧૫૦, કનુ ભગદેવ લગભગ ૮૦, ગુણવંત આચાર્ય ૧૦૦, ચંદ્રકાન્ત બક્ષી લગભગ ૧૭૦, હરકિશન મહેતા લગભગ ૨૫, કનયાલાલ મુન્શી લગભગ ૧૦૦, અશ્વિની ભટ્ટ લગભગ ૧૫, નવનીત સેવક ૧૦૦ અને બીજા લગભગ ૧૫ ખુબજ જાણીતા લેખકોની અંદાજે ૭૦૦).

હવે દરેક નવલકથાની કેટલી નકલો છપાઈ હશે…?

જનરલી નોવેલની પ્રથમ આવૃત્તિ ૧૨૫૦ નકલ છપાતી હોય છે. હમણાં ૫૦૦ નકલનો ટ્રેન્ડ પણ સારું થયો છે. આપણે એક કાચા અંદાજ મુજબ ૭૫૦૦ નકલ ગણીએ તો થઈ ૧૧૨૫૦૦૦૦. જોકે બધી ૧૫૦૦ની ૭૫૦૦ નકલો તો મુશ્કેલ જ નહીં અશક્ય છે. આટલી બધી પિંજણ કરવાનું કારણ એક જ છે કે આજે આપણે એક એવા ભારતીય લેખકની વાત કરવી છે કે જેના નામે આ બધાને ટપી જાય એવો એક રેકોર્ડ બોલે છે. એમની માત્ર એક જ નવલકથાની અંદાજે ૪૦૦૦૦૦૦૦ (ચાર કરોડ અને અમુક વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડો ૮ કરોડનો પણ છે) જી હા આ લેખકનું નામ છે વેદપ્રકાશ શર્મા અને એમની આ નવલકથાનું નામ છે “વર્દીવાલા ગુંડા”

૧૦ જૂન (અન્ય દાવા મુજબ ૬ જૂન) ૧૯૫૫ એ મેરઠમાં જન્મેલા અને ૧૭-૧૨-૧૭ના રોજ અવશાન પામનારા આ લેખકે હિન્દી ભાષામાં હલકું સાહિત્ય કહીને વખોડતા હોય એવા ક્રાઇમ થ્રિલરો પણ નવલકથા રૂપે લખ્યા છે. એમને લગભગ ૧૭૭ જેટલી નોવેલો લખી છે.

“વર્દીવાલા ગુંડા” એમની ૧૩૨મી નોવેલ છે, એ પછી છપાયેલ તમામ નોવેલની પહેલી આવૃત્તિ જ ૧૫૦૦૦૦ (દોઢ લાખ) છાપવાનો સિરસ્તો અને લગભગ બધી જ નોવેલોની ૭થી ૧૦ આવૃત્તિઓ છપાઇ છે.

એમનું બાળપણ બહુ મુશ્કેલીઓથી ભરેલું હતું. પિતા મિશ્રીલાલ શર્મા મૂળ મુઝફ્ફરનગરના બિરહા ગામના. સાત ભાઈ અને એક બહેનમાં સૌથી નાના એવા વેદપ્રકાશ શર્માના એક ભાઈ અને એક બહેનને છોડીને બધા પાંચેય ભાઈનું મૃત્યુ બહુ નાની ઉમરમાં થયું હતું. એમાં પણ ૧૯૬૨માં થયેલ મુસળધાર વરસાદથી તેઓ જે ભાડાના મકાનમાં રહેતા હતા એ તૂટી પડ્યું. ઉપરાંત પિતાજીને પગમાં લાગેલ ઘા વકરતા પગ પણ કપાવવો પડ્યો. અને આ સાથે જ ઘરની બધી જ જવાબદારી મા પર આવી પડી. મામાએ સલાહ આપી કે આ છોકરાનું ભણવાનું છોડાવીને કોઈ કંદોઈને ત્યાં હેલ્પર તરીકે રાખી દે, ત્યારે માએ ગુસ્સો કરીને મામાને ના કહી દીધી.

હાઈ સ્કૂલમાં પહેલી વારતા “પેનો કા જેલ” સ્કૂલના મેગેઝીનમાં છપાઈ હતી. એમના પસંદીદા લેખકોમાં રાનુ, ગુલશન નંદા, ઓમપ્રકાશ શર્મા વેદપ્રકાશ કામ્બોઝ હતા. મોટા વેકેશનમાં જ્યારે બિરહા ગામમાં આવે ત્યારે સાથે પોતાના પ્રિય લેખકોના પુસ્તકો વાંચવા લાય આવે એમાંય વેદપ્રકાશ કામ્બોઝની જાસૂસી નોવેલો ખુબ ગમે વળી એમના ૨ કોમન પાત્રો વિજય અને રઘુનાથ એટલા મગજ પર અસર કરે કે થાય કે હું આ પાત્રોને લઈને આ લેખક કરતા પણ સારું લખી શકીશ.

એકવાર વેકેશનમાં આ પ્રયોગ કર્યો પણ ખરો અને નોટબૂકોમાં વાર્તા લખી નાંખી. વેકેશન પૂરું થયે મેરઠ આવ્યા પછી માને ખબર પડી કે દીકરો લખાવે ચડ્યો છે. તો ગુસ્સો કર્યો કે આ વાંચવાના ધખારા ઓછા હતા, કે હવે લખાવે ચડ્યો…? તેમને પિતાજીને વાત કરી કે જોવો આ તમારા દીકરાના લખ્ખણ, પિતાજીએ પહેલા તો લખ્ખણનું બરાબરનું “સન્માન કર્યું” પછી લખાણ જોવા માંગ્યું. અને ફૂલ સ્કેપમાં લખાયેલ વાર્તા એક જ બેઠકે પુરી કરી. પિતાજીના એક ઓળખીતા પબ્લિશર લક્ષ્મી પોકેટ બુક્સના મલિક જંગ બહાદુરને (કે જે નકલી લેખકોના નામે બુકો છપવામાં કુખ્યાત હતા) ત્યાં હેન્ડકમ્પોઝ શીખવવાની ભલામણ કરવા લઇ ગયા. અનાયાસે લખાણની વાત નીકળી, તો એમણે વાંચવા માગ્યું. ૩ કલાકે આખી બુક પુરી વાંચીને એમને ખિસ્સામાંથી ૧૦૦ની નોટ ટેબલ પર મૂકી અને ઓફર આપીકે બીજી જેટલી આવી વાર્તાઓ લખીશ એના 100 રૂપિયા મળશે. વાત ૧૯૭૨ની છે, જયારે ૧૦૦ રૂપિયા બહુ મોટા હતા. પણ વેદપ્રકાશ શર્મા એ વાર્તા પછી માંગી લીધી એમને તો પોતાનું નામ અને ફોટો બુકના કવર પર જોતા હતા.

૬ કે ૭ મહિને એમને લાગ્યું કે જંગ બહાદુર સાહેબ સાચું કહેતા હતા અને એમની પહેલી નોવેલ “સિક્રેટ ફાઈલ” વેદપ્રકાશ કામ્બોઝના નામે છાપવા આપી. ૨ કે ૩ નોવેલો આમ નકલી નામથી છપાયી અને ખુબ વખણાઈ અને વેચાઈ. પછી માધુરી પ્રકાશને એમના નામથી એક બે નોવેલ છાપી પણ ફોટો ન છાપ્યો. પછી ૧૯૭૩માં ફરીથી જંગબહાદુરે એમની નોવેલ “આગ કે બેટે” વેદપ્રકાશ શર્માના નામે છાપી.

હવે જ્યોતિ પ્રકાશન અને માધુરી પ્રકાશન બન્નેમાં એમના નામ અને ફોટો સાથે નોવેલો છપાવાની શરૂથાય ગઈ હતી. પહેલી નવલ કથા હતી ‘દહકતે સહર’ પછી ‘આગ કે બેટે’ બસ પછી સફળતા એમની પાછળ પાછળ ફરવા લાગી. એમની ૧૦૦મી નોવેલ ‘કેદી નમ્બર ૧૦૦’ ની પહેલી આવૃત્તિનો પ્રિન્ટ ઓર્ડર હતો ૨૫૦૦૦૦ નકલ. અને આમ તેઓ સૌથી વધુ વંચાતા અને વેંચતા લેખક બની ગયા.

“વર્દીવાલા ગુંડા” એમની ૧૩૨મી નોવેલનો પહેલો પ્રિન્ટ ઓર્ડર હતો ૧૫૦૦૦૦૦ (પંદર લાખ) નકલનો જે માત્ર દશ જ દિવસમાં સોલ્ડ આઉટ થઈ ગઈ. ૨-૩-૪થી આવૃત્તિમાં પણ એજ રીતે નકલો છપાયી હાલમાં લગભગ ૧૭મી કે ૧૮મી આવૃત્તિ માર્કેટમાં અવેલેબલ છે. મજાની વાત એ છે કે એ નોવેલમાં એમના અને વાચકોના ફેવરિટ પાત્રોનો સમાવેશ નહોતો.

હવે એમના મુખ્ય પાત્રોની થોડી વાત કરીયે. કુલ ૧૭૭ નોવેલોમાંથી લગભગ 80 જેટલી નોવેલોમાં એમના મુખ્ય પાત્રો હતા. “વિજય અને વિકાસ” જેમ જેમ્સ બોન્ડ કે જેમ્સ હેડલી ચેઝ છે એમજ આ બન્ને દેશભક્ત સિક્ર્ટ એજન્ટ છે. જેઓ રાજનગર કે જે દિલ્હીની નજીક છે ત્યાં રહે છે. બન્ને ભારતીય સિક્રેટ સર્વિસ સાથે સંકળાયેલ છે. ખરેખર તો વિજય જ હેડ છે. પણ ફિલ્ડ વર્ક વધારે હોવાથી પવન (અજય) બ્લેકબોયને હેડ બનાવી દીધો છે જે વિજયનો કઝીન છે, અને વિકાસનો સગો મામો છે. જ્યારે વિકાસના પપ્પા રઘુનાથ રાજનગરના એસપી છે, તો વિજયના પપ્પા નિર્ભયસિંહ ડીઆઈજી. પપ્પા નિર્ભયસિંહ એમ માને છે કે દીકરો બેરોજગાર છે, કે ઢંગનું કામ કરતો નથી એટલે ઘરમાંથી વિજયને કાઢી મુક્યો છે. જે દેખાડા પૂરતું ખાનગી જાસૂસ તરીકે કામ કરે છે. આ ઉપરાંત મુખ્ય ૨ વિલન ૧ પ્રોફેસર સીંગહી કે જેને દુનિયા આખી પર રાજ કરવું છે. જે ક્યારે ક્યાં હોય એની કોઈને જાણ થતી નથી. ગમે ત્યારે અદ્રશ્ય થઈ જાય અને સામે હોય તોય પકડી ન શકાય એવા અત્યાધુનિક ઉપકરણો સહીત દુનિયા આખીના નાકમાં દમ કરાવતો રહે છે. તો 2જી છે મર્ડરલેન્ડની રાજકુમારી પ્રિન્સેસ જેક્સન. એ પણ સીંગહીની જેમ જ દુનિયા પર રાજ ચલાવવા માંગે છે. એ પણ અત્યાધુનિક ઉપકરણોથી સજજ છે. એ જયારે જગ્યાએ ઉપસ્થિત થાય છે, ત્યાં વાતાવરણમાં માદક સુગંધ ફેલાય જાય છે અને સુમધુર સંગીતનો રણકાર થાય છે.

બન્ને પોત પોતાના મજબૂત ફોલોવર ધરાવે છે. જે એમના એક ઇસારે પ્રાણ આપી પણ દે અને લય પણ લે એવા. આ બન્ને વિલનોને એક બીજાની એલર્જી છે, એટલે બન્ને વિજયના દુસ્મન હોવા છતાં જ્યારે કોઈ એક દુનિયાને તહેસ નહેસ કરવા માંડે, ત્યારે વિજયની મદદે આવી પહોંચે અને સામેવાળાની બાજી વિખેરી નાખે છે. આ ઉપરાંત ૩જો છે અલ્ફાન્સે… જે ક્રિમિનલ તો છે, પણ આઝાદ. એનો એવો દાવો છે કે એની મરજી સિવાય દુનિયાની કોઈ તાકાત એને ક્યાંય કેદ ન રાખી શકે. આઝાદ પંછીની જેમ દુનિયા આખીમાં ગુન્હા કરતો રહે છે. ક્યારેક પકડાય, તો પણ જ્યારે મન થાય ત્યારે ગમે તેવી ટાઈટ સિક્યુરિટીને તોડીને નીકળી જાય છે.

વેદપ્રકાશ શર્મા એ ક્રાઇમને બેઝ બનાવી અનેક વિષયનો પરિચય કરાવ્યો હતો. જેમ કે વિજ્ઞાનની નવી નવી શોધો, વેદોની મૂળ પ્રતો ભારતમાંજ ક્યાંક કોક મંદિરમાં સચવાયેલ છે. એના વિષે. તો ભૂત પ્રેત આત્માઓ દ્વારા કોઈ માણસ શરીર પાર કબ્જો જમાવવો. તેમજ માયથોલોજી… જેમ કે રામાયણકાળમાં વાલીને વરદાન હતું કે એ (લગભગ) અજેય છે. કેમકે એ વખતે સામસામા દવનદ યુદ્ધ થતા, એને એવું વરદાન હતું કે સામેવાળાની આંખમાં નજર નાખે એટલે એની અર્ધી શક્તિ વાલીમાં આવી જાય એટલે એને કોઈ હરાવી ના શકે. એવી શક્તિ ધરાવતા યોધ્ધાને હરાવવાનું કપરું કામ. પણ વેદજી ના હીરોએ કર્યું.

હવે એમની ફિલ્મી લેખન વિષે થોડુંક તેની વાર્તા “બહુ માંગે ઇન્સાફ” પરથી બહુકી આવાજ નામની ફિલ્મ બની હતી. જેમાં નસીરુદ્દીન શાહ જુકેશ રોશન ઓમપુરી સુપ્રિયા પાઠક જેવા કલાકારો હતા. બીજી ફિલ્મ “વિધવા કે પતિ” પરથી બની ફિલ્મનું નામ હતું બે નામ અરમાન કોહલીએ સુપર્બ વાર્તાનો કચરો કરી નાખ્યો. પછી “લલ્લુ” પરથી બની “સબસે બાદ ખિલાડી અક્ષય કુમારની આ ફિલ્મ સુપર હિટ નીવડી. પછી માત્ર ફિલ્મ માટે વાર્તા લખી, ઇન્ટરનૅશન્લ ખિલાડી જે ઠીક ઠીક ચાલી. આ ઉપરાંત ૨૦૦૧ નામની ફિલ્મ પણ એમને લખેલી અને છેલ્લે ડાયન પરથી “એક થી ડાયન” ફિલ્મ બનેલી. આ ઉપરાંત તેમના એક કેરેક્ટર કેશવ પંડિત પરથી એજ નામની સિરિયલ બાલાજી ફિલ્મ્સ વાળી એકતા કપૂરે બનાવેલી।

આ કેશવ પંડિતનું કેરેક્ટર એટલું જબરું બનાવેલું કે એ નામ પરથી પ્રેરણા લયને એક નવા નિશાળિયા લેખકે પોતાનું નામ બદલીને કેશવ પંડિત કરી નાંખ્યું અને એની નોવેલો ધડાકાભેર વેચાવા મંડી. એણે પણ લગભગ ૭૦ નોવેલો લખી.

કોઈના કેરેક્ટરનું નામ ઉછીનું લઇને સફળ લેખક થનારા લોકોના ૨ જ દાખલ છે. ૧ આ કેશવ પંડિત અને બીજા રીમા ભારતી જે સુરેન્દ્ર મોહન પાઠકનું કેરેક્ટર હતું।

હિંદીના મહાન લેખક દેવકી નંદન ખત્રીને વેદપ્રકાશ શર્મા એ અદભુત અંજલિ આપેલી એમની ચંદ્રકાંત નોવેલ અને એનો ઉતરાર્ધ ચંદ્રકાંત સંતતિ પરથી પ્રેરણા લઈને વેદપ્રકાશ શર્મા એ ૧૬ ભાગમા આ એક લાંબી નવલકથા લખેલી “દેવકાંત સંતતિ”.

૩ દીકરી અને એક દીકરાના પિતા એવા વેદજી એ જીવનમાં એનેક ચડાવ ઉત્તર જોયા. સૌ મામૂલી રકમથી લઈને પોતાનું પબ્લિકેશન હાઉસ સ્થાપ્યું. માર્કેટીંગ ગિમિકાઓ પણ કરી જાણ્યા. ૨ સેમ્પલ ૧ વખત એવી યોજના બહાર પાડી કે એ નોવેલ ખરીદીને વાંચો અને સાચવી રાખો, અને મારી નવી નોવેલ ખરીદતી વખતે આ નોવેલ પછી આપો તો ૧૦-૧૨ રૂપિયાનું માતબર ડિસ્કાઉન્ટ ( ત્યારે એમની નોવેલનો ભાવ લગભગ ૫૦ રૂપિયા હતો એટલે લગભગ ૨૦% વળતર. તો બીજીવાર એક અદભુત કેશ બેક ઓફર આપી. બુકના મુખપૃષ્ઠ ની પાછળ એક એન્વેલપ માં રોકડા રૂપિયા અને કવરને બંધ કરેલું ૬૦ રૂપિયાની આ બુકમાં ૨, ૫, ૧૦ અને ૨૦ એવી નોટો કવરમાં મૂકી હતી જેવું જેનું નશીબ એવું ડિસ્કાઉન્ટ એટલે કે ૩ થી ૩૩% ડિસ્કાઉન્ટ।

જોકે છેલ્લે છેલ્લે એમની નોવેલોમાં અગાઉની નોવેલોમાંથી ૨-૩ પણ ડાયરેક્ટ પાત્રોના નામ ચેન્જ કરીને આવવા લાગ્યા આ ઉપરાંત એમની હાથ કે હવે વિજય વિકાશ નથી લખવા એટલે “ડમરુવાળા કે ગૂંગા જેવી નોવેલો ખાશ વેચાયી નહતી.

~ અલકેશ ભાયાણી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.