Gujarati

આ વરસ વીતી ગયું

આ વરસ, વીતી ગયું, યાદો ઘણી મૂકી ગયું.
ખાટી મીઠી યાદગાર વાતો બધી છોડી ગયું.

કેટલી ચાલી ગઈ, કોક આવી કોટે વળગી.
ના ના કરતાં આ વર્ષે પણ ખાસ્સું મળી ગયું

હળુ હળુ આશાઓ બધી મનમાં ઉગતી રહી
એકાદું સપનું સમયની ખોટે ગોટે ચડી ગયું

આપણાં સહુ સાથ રહેવાના એ યાદ રાખશું
છૂટી ગયો હો સાથ રાહમાં,નકામું પડી ગયું

આવે નવું વરસ ફરી સપના નવા સજાવશું
ગત ભૂલો જોઈ કેમ આગળ વધવું જડી ગયું

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.