Gujarati Historical Writers Space

ઉરુભંગ – મહાકવિ ભાસ

આપણા બને મહાકાવ્યો રામાયણ- મહાભારતની એ ક વિશેષતા એ છે કે એમાં કોઈ ખલનાયક નથી. તેઓ એક મહત્વાકાંક્ષી વિશિષ્ટ નાયકો છે. આજ કારને સંક્ર્યુત નાટક કે ભારતીય સંસ્કૃતિમાં આવા વિશિષ્ટ નાયકો પૂજાય છે, એમને એ કરવું પડ્યું હતું. એમણે ઘણું ખોટું કરવું પડ્યું હતું, પણ એનો એમને પશ્ચાતાપ પણ હતો. બાકી મજલા છે કોઈની કે ભીષ્મની કોઈ ટક્કર ઝીલી શકે. જે માણસમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા તોડવાની તાકાત હોય અને ભગવાન પરશુરામ સાથે પણ યુદ્ધ કરી શકતાં હોય, એમની તાકાત કેટલી હોય એ વિચારી લેજો. રામાયણમાં પણ વાલેની તાકાત ગજબ હતી, રાવણ પરમ શિવ ભક્ત હતો એને રામના હાથે મરવું હતું. કુંભકર્ણ પણ ભક્ત જ હતો.

મહાભારતમાં દુર્યીધાનના મોઢે બોલાયેલાં આ શબ્દો –
“જાનામિ ધર્મમ નાચ્મે પ્રવૃત્તિ : જાનામિ અધર્મમ નાચ્મે નિવૃત્તિ !:”
અર્થાત : હું ધરમ જાણું છું પણ આચરી નથી શકતો. હું અધર્મ જાણું છું પણ છોડી નથી શકતો.

આવાં કંઈ કેટલાય પાત્રો છે જે મને ખોટું કર્યાનો એહસાસ અને પશ્ચાતાપ હતો. એમના કેટલાકને પુરાણોએ જ ખરાબ ચીતર્યા છે અનેક વાર્તાઓ મુકીને જ સ્તો. બાકી વાસ્તવમાં એવું કઈ જ નથી, પણ એક વસ્તુ તો છે જ ખોટું એ ખોટું છે. જે કારણ અને દુર્યોધનની બાબતમાં બન્યું હતું. ભારતીય ઈતિહાસ શરુ થતાજ સંસ્કૃત સાહિત્યની બોલબાલા વધી એમાં ઘણા ઘણા જ ઉત્તમ સાહિત્યકારો થયાં. એમાં ભાસનું નામ પ્રથમ આવે. ભાસેજ આવા વિશિષ્ટ નાયકો ને હીરો બનાવ્યા છે અને આપણને ઉત્તમ નાટકો મળ્યા છે. એ વાત આપણે સ્વીકારવી જ રહી.

ભાસનું આવુજ એક અતિઉત્તમ નાટક છે ઉરુભંગ.
ઉરુભંગ (સંસ્કૃત – ऊरुभङ्गम्) અક્ષરશ : અર્થ ઘૂંટણોનું તૂટવું એવો થાય છે. આ ભાસનું અતિઉત્તમ સંસ્કૃતમાં લખાયેલું એકાંકી નાટક જ છે. આ નાટક ઇસવીસનની બીજી કે ત્રીજી શતાબ્દીમાં લખાયું હતું. આ નાટક પણ પ્રસિદ્ધ મહાકાવ્ય “મહાભારત” પર જ આધારિત છે.

ઉરુભંગ ભીમ અને દુર્યોધન વચ્ચે થએલા ગદાયુદ્ધ એ દરમિયાન અને એના પછી ના દુર્યોધનના ચરિત્ર પર કેન્દ્રિત છે. યદ્યપિ ઉરુભંગની કેન્દ્રીય પટકથા એજ છે જે મહાભારતમાં છે. પણ પાસાં દ્વારા કેટલાંક પરિપ્રેક્ષ્યોને બદલી નાંખવાથી કથાનું નિરૂપણ બદલાઈ ગયું છે. એમાં સૌથી વધારે મહત્વનો જો કોઈ બદલાવ આવ્યો હોય તો એ એ છે કે – ભાસ દ્વારા દૃર્યોધાનનું પાત્રાલેખન. જેને મહાભારતમાં એક ખલનાયકની જેમ ચિતરવામાં આવ્યો છે. પરંતુ ઉરુભંગમાં એનામાં અપેક્ષાકૃત વધારે માનવીયગુણોપિત દર્શાવાયા છે. જયારે સંકૃત નાટકમાં દુખાંત નાટક દુર્લભ છે. ભાસ દ્વારા કથાનો દુર્યોધનવાળો પક્ષ પ્રદર્શિત કરીને આ કથામાં દુખાંતકીય તત્વ નાંખી દે છે.

ઉરુભંગ પ્રસિદ્ધ મહાકાવ્ય મહાકાવ્ય મહાભારતથી કૈંક ભિન્ન છે, જયારે મૂળ ગ્રંથમાં દુર્યોધનને અતિ ખરાબ ચીતરાયો છે. આજ દુર્યોધન ઉરુભંગમાં એક નવા અવતારમાં જોવાં મળે છે, જે માટે ભાસને ધન્યવાદ આપવાં ઘટે. જોકે આ નાટકમાં એના ખરાબ કાર્યોની બાદબાકી જ કરવામાં આવી છે. ઉલટાનું એમ નાયકિય્ગુનો ભરીને એના ચરિત્રને ખુબ સારી રીતે ઉપસાવ્યું છે.

આ નાટક એના મૃત્યુ થતાં પહેલા બનેલી ઘટનાઓ પર કેન્દ્રિત છે. જ્યારે દુર્યોધન પોતાના ભૂતકાળના કર્યો પર પસ્તાય છે. પોતાનાંપરિવારની સાથે સહાનુભૂતિથી વર્તે છે તથા યુદ્ધ નિરર્થક છે એમ માને છે અને એનો અનુભવ પણ કરે છે.

નાટકની શરૂઆતમાં ૩ સૈનિકો હોય છે. જેઓ કૌરવો-પાંડવોની વચ્ચેનું મહાભીષણ યુદ્ધ આશ્ચર્ય થી જોઈ રહેતાં હોય છે. તેઓ પોતાની સમક્ષ આ દ્રશ્યને ગહન વિશદતા સાથે વર્ણ કરે છે. એઓ વારંવાર, વારાફરતી એનું વર્ણન અને એનાંપર વિસ્મયાભિવ્યક્તિ કરતાં જતાં હોય છે. જેમ જેમ તેઓ યુદ્ધક્ષેત્ર માં જાય છે, તો એ ભીમ તથા દુર્યોધન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સુધી પહોંચી જાય છે.

તે પછી એક સૈનિકો ભીમ અને દુર્યોધનના યુદ્ધનું વર્ણન કરવાં લાગે છે. દર્શકગણ આ યુદ્ધ પૂર્ણતયા આ ત્રણ સૈનિકોના વર્ણન ના માધ્યમથી જ જુએ છે. અંતત: ભીમના વીરત પ્રહારોથી ફસડાઈ પડે છે. દુર્યોધન ભીમને મારતાં એટલાં માટે અચકાય છે કે જમીન પર પડેલો છે, જયારે એ ભીમ દ્વારા નિયમ તોડીને પોતાનાં ઘૂંટણો તોડી નાખે છે. આ એકાંકીમાં નાટકકાર ભાસે દુર્યોધનના ઉડતા ચરિત્ર ને ખુબ જ સારી રીતે ઉપસાવ્યું છે. એ શૌર્ય અને પરાક્રમનો પ્રતિક છે. દુર્યોધન સિવાય અશ્વત્થામા તથા બાલારામનું વ્યક્તિત્વ પણ આમાં મહત્વનું છે .

સંસ્કૃત નાટ્ય-સાહિત્યમાં ઉરુભંગ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. નાટકીય કૌશલની દ્રષ્ટીએ આ નાટક પ્રશંસનીય છે. કથોકથનોમાં સ્વાભાવિક સ્વાભાવિકતા સર્વત્ર પરિલક્ષિત થાય છે. સમય અને પાત્રને અનુકુળ જ વાર્તાલાપો (સંવાદો)ની સંઘતના કરવામાં આવી છે. દુર્યોધનના ઉરુભંગ થઇ જવાં પર બલરામજીની ચેષ્ટાઓ તથા કથનોમાં પર્યાપ્ત સ્વાભાવિકતા છે.

રસની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ નાટકકાર ભાસ ને પર્યાપ્ત સફળતા પ્રાપ્ત થઇ છે. નાટકમાં કરુણ તથા વીર રસ પરસ્પર અનુસ્યુત છે. અ બંને રસોના ચિત્રણમાં લેખકને પ્રયાપ્ત સફળતા મળી જ છે

ટૂંકમાં “ઉરુભંગ” એ મહાકવિ ભાસનું ઉત્તમ નાટક છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. જેને સંકુત નાટ્ય સાહિત્યને ચાર ચાંદ લગાવી દીધાં છે.

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.