The Big Bull - Bollywood - Janamejay Adhwaryu - Sarjak.org
Filmystan Gujarati Writers Space

ધ બિગ બુલ – સચ્ચાઈની દિશામાં એક કદમ આગે

હર્ષદ મહેતા ધ બિગ બુલ. શેરબજારનો અમિતાભ એને ભારતના સૌથી આમિર વ્યક્તિ બનવું હતું પણ લોકભોગે નહીં. લોકોને આજે ઘી કેળાં છે તે આ હર્ષદ મહેતાને લીધે જ, ટ્રેડિંગ તો 80ના દાયકા પહેલાં પણ થતું હતું. આમ તો BSE ૧૪૪ વર્ષ જૂનું છે, વિચાર કરો કે ત્યારથી તે અત્યાર સુધીમાં કેટલાં લોકોએ પીસ બનાવ્યા હશે. આ માણસ લોકોને મન હીરો હતો અને દુષમનોને મન વિલન જેમાં સરકાર અને વિદેશી નિવેશકો આવી જાય. હર્ષદ મહેતા ભારતને સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનાવવા માંગતી હતો પણ તેની મહ્ત્વઆકાંક્ષા અને રીત ખોટી હતી. ખોટું શું હતું? શુ હતું કૌભાંડ? આ જાણવાની ઇન્તેજારી સૌને હોય. આ જ વિષય પર ઘણી ફિલ્મો અને ગતવર્ષની પ્રખ્યાત વેબ સિરીઝ સ્કેમ ૯૨ આવી જાય. સરખામણી થવી જ ના જોઈએ, પણ ગફ્લા પછી 2020 અને 2021માં સ્કેમ 92અને હાલમાં રજૂ થયેલી ફિલ્મ ધ બિગ બુલે ચાર ચાંદ લગાવ્યા છે.

સ્કેમ 92માં વિગતો ઘણી વધારે છે, હર્ષદ મહેતાની ઊંચાઈ વધારે હતી. હું શું કહેવા માગું છું તે તમે સમજી જ ગયા હશો. પ્રતીક ગાંધીએ કામ સારું જ કર્યું છે એમાં બે મત નથી જ, પણ એ કારણોસર અભિષેકની ફિલ્મ જોવી કે નહીં એવું પૂછનાર પર મને દયા આવે છે. કદાચિત તેઓ મીડિયાના માણસો નથી અથવા તો તેમને સિરીઝ અને ફિલ્મ વચ્ચેનો ભેદ ખબર નથી લાગતો. હું તો નખશીખ મિડિયા અને ફિલ્મ બન્નેનો માણસ છું. એટલે જ તો તમને કહું છું આ ફિલ્મ ખાસ જોજો ભલે તમે સ્કેમ 92 નિહાળી હોય તો પણ….

આ ફિલ્મમાં ઘણાં જમા પાસા છે જેમ કે એનું દિગ્દર્શન ફોટોગ્રાફી એનું સંગીત અને એનાં ગીતો. ખાસ કરીને અભિષેક અને ઈલિયાના દિક્રુઝનું કામ. વેબ સિરીઝ એ તેવી સિરિયલ જ ગણાય જેમાં કદાચ વાઈલ્ડ શોટસને અવકાશ નથી હોતો જે ફિલ્મમાં હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે આ બન્નેની ટેક્નિક જુદી છે. જેમાં કદાચિત ફિલ્મ મેદાન મારી જાય એનો તફાવત બીજી રીતે સમજાવવો હોય તો બુનિયાદ અને શોલે વચ્ચે શુ તફાવત છે તે જોઈ લેજો! રહી વાત ott પ્લેટફોર્મની તો આ બન્ને રજૂ તો એમાં જ થઈ છે પણ ” ધ બીગ બુલ” એ ફિલ્મ છે જે કોઈક કારણોસર ott પ્લેટફોર્મ પર રજૂ થઈ હતી કે બનાવવામાં આવી હતી. જો ફિલ્મ થિયેટરમાં રજૂ થઈ હોત તો આવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાત જ નહીંને !

થાય ખરો અને એ છે વિષય અને વિગતોનો, સ્કેમ 92ની વાત બાજુએ મૂકીએ. વાત કરીએ ખાલી ફિલ્મ – ધ બીગ બુલની. મુંબઈ કે દિલ્હીના ઐતિહાસિક ઇમારતોના સીન. પાર્લામેન્ટના સીન આવાં દ્રશ્યો સ્કેમ 92માં જોવા મળતાં નથી, કારણ કે સ્કેમ 92નું નામ છે ધ હર્ષદ મહેતા સ્ટોરી જે 580 પાનાંના પુસ્તક સ્કેમ પર આધારિત છે. ફિલ્મમાં થોડીઘણી છૂટછાટ લેવાય છે એટલે આમાં નામો બદલી નાંખી અને ઘણી વિગતો પણ…

નવું શું છે આ ફિલ્મમાં ? પહેલી વાત એ કે ઇમપિરિયલ – ઇન્ટરનલ ટ્રેડિંગ એ ગુનો છે એ વાત આ ફિલ્મમાં કહેવામાં આવી છે. આને માટે કાયદાઓ બન્યાં છે પણ તેનો કડકાઈથી અમલ થતો નથી. આવી વાત જ્યારે ફિલ્મમાં કરવામાં આવી ત્યારે અભિષેક બચ્ચનનો જવાબ મસ્ત છે. ” પહેલાં કાયદો બનાવો તો હું ટ્રેડિંગ સ્ટોક માર્કેટિંગ છોડી દઈશ”. પ્રીમિયર ઓટોમાં હડતાળ પડી છે, એના શેરનાં ભાવ વધારવા માટે અભિષેક શુ રસ્તો અપનાવે છે એ જાતે જ ફિલ્મમાં જોઈ લેજો. શેરની ટિપ્સ અભિષેક ને છાપાંમાંથી અને કોક માણસ દ્વારા જ મળી હતી. ટ્રાફિક પોલીસને ટાયરના શે ખરીદાવડાવી એને ગાડી લેવડાવનાર પણ અભિષેક જ છે તો સિંગચણાવાળ પાસેથી એક વાર અભિષેકે સિંગ ખરીદી તો બીજે દિવસે સિંગના ભાવ આસમાને પહોંચી ગયા. સામાન્ય માણસને કેવી રીતે પૈસાદાર બનાવ્યા તે માત્ર આ ફિલ્મમાં જ બતાવ્યું છે. બીજું ઘણું નાવીન્ય છે. પણ જે વાત ખુલ્લી રીતે સ્કેમમાં નથી કહેવામાં આવી તે છે બેન્ક રિશીપટ કૌભાંડ. આ જ મુખ્ય કૌભાંડ છે, અણસાર જરૂર આપ્યો છે સ્કેમ 92માં પણ સ્પષ્ટતા નહિ !

શુ છે આ બેન્ક કૌભાંડ ? એક બેન્ક પાસેથી 0.001 વ્યાજે 40 લાખ રૂપિયા લે છે બે મહિના માટે. આ બે મહિના પછી તે બીજી બેન્ક પાસેથી પૈસા લઈ પહેલી બેંકનું દેવું પૂરું કરે છે. બીજી બેંકનું દેવું પૂરું કરવા તે ત્રીજી બેન્ક પાસેથી લોન લે છે. ત્રીજી બેંકની લોન પુરી કરવા તે ચોથી બેન્ક પાસેથી લોન લે છે. આમ કુલ 7- 8 બેન્ક પાસેથી લોન લેવાય છે. બે મહિના માટે લોન મેળવેલા પૈસા અભિષેક શેર માર્કેટમાં શેર ખરીદી ભાવ ઊંચા લાવવા માટે કરે છેલોને લીધેલા પૈસા શેર માર્કેટમાં રોકવા એ કાયદેસર ગુનાને પાત્ર છે. 565 કરોડનો મેલ નથી મળતો તે વાત અંતે 5000 કરોડ સુધી પહોંચે છે. આ જ મુખ્ય કૌભાંડ છે. એના પર કુલ 70 ચાર્જીસ લગાડ્યા હતા. છેલ્લે મર્યો ત્યારેટના પર 27 કેસ હતા. સરકારની સંડોવણી તો સાબિત ના થઇ પણ સરકારે સેબી દ્વારા રોક લગાવી શેર માર્કેટ ગબડાવ્યું. અને અનેકો રોયા, આ છે સચ્ચાઈ જે આ ફિલ્મમાં અતિસ્પષ્ટ રૂપે કહેવાઇ છે. ટૂંકમાં આ શેરબજારને જાણવું અને સમજવું હોય તો આ ફિલ્મ ખાસ જોજો!

કેટલાય જણા હર્ષદ મહેતા પાછળ ખાઈ ખપુચીને પડ્યા હતાં તેની વાત સ્કેમ 92 વખતે !!

~ જનમેજય અધવર્યું

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.