Terms Of Use

સર્જક ગ્રુપની સાઇટ પર નિયમિતરૂપે સર્જકો દ્વારા સર્જિત સાહિત્ય પ્રકાશિત કરવામાં આવે છે. જો કે સાહિત્ય પુસ્તકો, સામયિકો તેમજ વિવિધ પ્રકશનના માધ્યમો દ્વારા મળતા જ હોય છે. પણ સર્જનની શરૂઆત માટે માત્ર મર્યાદિત સ્રોતો પૂરતા નથી. સર્જક એ એવુ સરનામું છે જ્યાં નવા સર્જકો પણ પોતાના સર્જનને મૂકી શકે છે, શીખી શકે છે, પોતાના જેવા અન્ય સાહિત્ય રસિકો સાથે જોડાઈ શકે છે. વિશ્વના કોઈ પણ ક્ષેત્રમાં રહેતા લોકો જો પોતાના સાહિત્યને સર્જકના મેડHયમ દ્વારા રજુ કરવા ઇચ્છતા હોય એ પોતાના સાહિત્ય અથવા સર્જનને મોકલી શકે છે.

દરેક સર્જકને પોતાના સર્જન મોકલતા પહેલા નીચેના નિયમો વાંચી લેવા જરૂરી છે.


૧. સર્જકના માધ્યમ દ્વારા સર્જનને લાગતા સાહિત્ય અને કલા કૌશલ્યના તમામ પ્રકારો સ્વીકારવામાં આવે છે. આ માટે પોતાના ક્ષેત્રમાં જે તે સર્જન શ્રેષ્ઠ હોય તે જરૂરી છે. (અહી વ્યક્તિગત રીતે શ્રેષ્ઠતા અંગેની વાત છે.) સર્જકને મોકલવામાં આવતું દરેક સર્જન પોતે સર્જેલું અને મૌલિક હોય તે જરૂરી છે. આ અંગે ભવિષ્યમાં થનાર સમસ્યાની જવાબદારી સર્જકની પોતાની રહેશે.


૨. સર્જન અન્ય પ્લેટફોર્મ અથવા સામયિક જેવા અન્ય સ્થાને અપ્રકાશીત હોવું જરૂરી નથી. જો આપ દ્વારા સર્જનના અધિકારો કોઈને અપાયેલા ન હોય, તો અથવા જે તે પ્રકાશનના માર્ગદર્શન દ્વારા સર્જક પર પ્રકાશન માટે મોકલી શકાય છે.


૩. આપનું સર્જન ગુગલ ઇનપુટ યુનિકોડ ફોર્મેટમાં લખાયેલું અને વર્ડ (MS word) અથવા ટેક્ષ્ટ (notpad) ફાઈલમાં ટાઈપ કરેલ હોય તે જરૂરી છે.


૪. સર્જક ગ્રુપ માત્ર આપના સર્જનને વિશ્વના વિશાલ ફલક પર રજુ કરવાનું માધ્યમ માત્ર છે. જેના બદલામાં કોઈ ચાર્જ આપવા કે વસુલવામાં આવતો નથી.


૫. આ વેબસાઈટ પર પ્રકાશિત થતી કોઈ પણ કૃતિના બદલામાં વળતર ચુકવવામાં આવતું નથી. સિવાય કે જે તે વિષયે કોઈ સ્પર્ધા અથવા પૂર્વનિર્ધારીત વાતચીત અથવા શરતો નિર્ધારિત થઈ હોય.


૬. તમારા દ્વારા અપાયેલ સામગ્રી અથવા સર્જનના તમામ પ્રકારના (ફીજીકલ અને ડીજીટલ) અધિકાર જીવન પર્યંત માત્ર અને માત્ર તમારા પોતાના જ રહેશે. તમે એને ગમે ત્યાં અને ગમે ત્યારે તમારા લાભ માટે ઉપયોગમાં લઇ શકો છો. જો એના બદલામાં વળતળ ન મળેલું હોય, એવા સંજોગોમાં અન્યત્રે આપવા માટે સર્જકની પૂર્વમંજુરી પણ જરૂરી નથી.


૭. આ સાઇટ કોઈ પણ સર્જકના સર્જન પર અધિકારો અથવા કોપીરાઈટ પોતાની પાસે રાખતી નથી. એના તમામ હક જીવન પર્યંત સર્જકના પોતાના જ રહેશે.


૮. સર્જક ગ્રુપનો મૂળ ઉદ્દેશ્ય આપના સર્જનને પ્રેરણા આપવાનો છે. એટલે જો કોઈ Sarjak.org પર પ્રકાશિત રચનાના ટ્રાન્સલેશન માટે રજુઆત કરશે, તો સાઇટમાં જ રચના મુકવા પૂરતા અધિકાર એને લેખક સાથે વાતચીત સિવાય પણ આપી શકાશે. હા, જો કે મૂળ કન્ટેન્ટના અધિકાર મૂળ લેખકના પોતાના જ રહેશે.


૯. તમારા દ્વારા અપાયેલ કન્ટેન્ટની સંપૂર્ણ જવાબદારી તમારી પોતાની જ રહેશે. કન્ટેન્ટના કોપીરાઈટ ભંગ બદલ પણ જે તે આપનાર સર્જક સ્વયં ઉત્તરદાયી ગણાશે.


૧૦. અહીં પ્રસ્તુત થતું દરેક કન્ટેન્ટ જે તે વ્યક્તિની અધિકારીક મૂડી છે. એની ચોરી અથવા ઉઠાંતરી ગુનાને પાત્ર ગણાશે.