Gujarati Writers Space

સીમરન અને રાહુલ… (વાર્તા – રેખા શુક્લ)

જ્યારે પુત્રના વધામણાં થયા ત્યારે બધા ખુશ હતા અને બે કલાક પછી જ સવિતા પોતાના પુત્ર રાહુલની વિદાય લઈને ચાલી ગયેલી, તો બધાને ના સમજાયું કે આ શું થઈ ગયું…? એને એક્સેસીવ બ્લીડીંગ થઈ ગયું અને નવ મહિના કોખમાં રાખેલાને છાતીએ વળગાવ્યા વિના જ તે ચાલી ગઈ. આ વાત રાહુલને જ્યારે ખબર પડી ત્યારે તો તે પાંચ વર્ષનો થઈ પણ ગયેલો. બસ તે દિવસથી એને એમજ લાગતું કે એનો વાંક હતો કે શું…? પણ એની બર્થ-ડે ઉજવવી એને ગમતી નહીં… કેવા કેવા લેખ લખીને અવતરે જીવ અહીં..!! અને એમાંય જ્યારથી ડેડ એના ચોથા બર્થડે પર જ બીજી મૉમ લઈ આવેલા… સરપ્રાઈઝ બર્થ-ડે ગીફ્ટ કીધેલું..!!

પણ નવી મમ્મી ક્ષમા ખૂબ સારી હતી, ખૂબ ખૂબ વ્હાલથી રાહુલને રાખતી અને રમાડતી, તેની સંભાળ લેતી પણ રાહુલના મનમાંથી જૂની મમ્મી ભગવાન પાસે ગઈ. જે દિવસે એજ દિવસે એ જન્મેલો તે વાત જતી જ ન હતી… અને અંદર અંદર સોસવાતો…!!

દિવસો રોપાયા જાણે ઉભા થોર થઈ… ચોતરફ રણને માથે ગગન… મન કરે શોર મહીં..!! દસમાં વર્ષમાં જાગરણ એટલે શું તે ખબર પડી જ્યારે તેની મામાની દીકરી પાયલ વ્રત સમયે રોકાવા આવેલી.!

ક્ષમાને બધો શોખ… ફેન્સી ખાવાનું બનાવવું… શુશોભન કરી ધર સજાવવું…આવકાર આપતું ડીનર ટેબલ, તુંબડાને સૂકવી ઇલેક્ટ્રીક સ્ક્રુડ્રાઈવરથી કોતરણી કરી લેમ્પશેડ બનાવેલો… ફૂલદાનીમાં રોજ બગીચાના રંગબેરંગી ફૂલો મહેંકે… વાળ લાંબા હતા તો રોજ નવી નવી હેરસ્ટાઈલ કરે અને હા મહેંદી તો અફલાતુન મૂકે..!! પાયલને ક્ષમા સાથે મજા પડે, પણ રાહુલ પણ સાથે સાથે આગળ પાછળ ફરે… વિચારે કે આવુ બધું છોકરીઓએ કેમ કરવાનું હોય…? ક્ષમાએ સમજાવ્યું કે જેથી સારો પતિ મળે… તો પૂછે તો પછી છોકરો કેમ આવા વ્રત ના કરે…? તો પછી

તેને પણ સારી પત્ની મળે ને…? બંને કેમ હસ્યા તે રાહુલને ના સમજાયું !! ક્ષમાએ મોળાકતમાં મોળુ બનાવી પાયલને જમાડ્યું. ભાવે નહીં તેથી ભૂખી રહે પણ તે ખાય નહીં, તો કહે “અકોટે” બેસવાનું. બેઠા હોય ત્યાં જ સૂઈ જવાનું અને પછી ઉભા થયા ના હોય તો બીજી વાર જમી લેવાનું… ચાર ચાર દિવસ તો માંડ માંડ ગયા… પણ આજે આ પાંચમાં દિવસે મીઠા વાળું ખાવાનું મળશે તેની ખુશી હતી. એ પણ એક ટંક જ હોય, પછી બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય…!!

જે દિવસે જાગરણ કરવાનું ખબર હોય તે દિવસે બગાસા ઉપર બગાસા તો આવે આવે ને આવે જ !! ઝોંકા પણ શરૂ થઈ ગયા તો ક્ષમા હસી પડી અને બોલી કે પાયલ જો મારે તો આખી રાતનું જાગરણ કરવાનું છે…!!

ઓહ એવું કેમ…?
તો કહે એને એવરત-જેવરતનું વ્રત કેહવાય જે પરણેલી સ્ત્રીઓ કરે જેથી કે પતિનું આયુષ્ય લંબાય..!!

બધાએ ભેગા મળી મહેંદી મૂકી પછી ખો-ખો રમ્યા… બેઠી ખોમાં તો બહુ મજા પડી… પણ રાહુલને ગમી મ્યુઝિકલ ચેર… હાથમાં આવે જ નહીંને દર વખતે તે જ જીતે… તેજીથી ભાગી શકતો હતો…!! નવરાત્રી આવી ત્યારે બોલ્યો અત્યારે પણ જાગરણ કરવાનું ને….?? ક્ષમા બોલી હા, પણ “ગરબા” રમવાના…!! પછી રાસ અને હીંચની પણ મજા કરવાની !!

ઓહ મને શીખવું છે કહી ઠેકડા મારતા રાહુલને જોઈ ક્ષમા હસી પડી!!
અને નોમ ના હોય નિવેદ.
ઓહ નિવેદ એટલે શું ???
હે ભગવાન, તે દિવસે માતાજીને આપણે ‘લાપસીને મગ ધરાવાનાને તલવટ…’
‘માતાજીને અને આપણને મજા’ એમ કહી હસી તે રૂમ બહાર નીક્ળ્યો…

સ્ટ્રીટમાં કોલાહલ થતો સંભળાયો…. તેનાથી થોડા મોટા જુવાનિયાંઓ પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા… સોસાયટીના ચોકમાં ગરબા રમાશે તો લાઈટ-પાણી વગેરે પણ જોઈશે જ ને…?ને હા લાણી થશેને પ્રસાદ પણ ખરો…

બધાને હોંશે હોંશે બધા કામો કરતા જોઈ તે પણ મદદ કરવા જવા લાગ્યો…!! લાઈટ ના થાંભલા પર ચઢીને વાયરીંગ કરતા શૉક લાગતા પડ્યો….

ક્ષમા થી ચીસ પડી ગઈ અને સીધ્ધો લઈ ગયા ઇમરજન્સી માં….

અરે પણ હે માતાજી મારા રાહુલનું ધ્યાન રાખજો… કાલે તેનો બર્થડે પણ છે… ને આજે, અમારી લાજ રાખજો… ભગવાન સવીતાને શું જવાબ દઈશ ભગવાન પાસે જઈને… પ્લૉટમાં સન્નાટો છવાઈ ગયેલો…! ડોકટરોની તાત્કાલિક સારવાર કામ લાગી ગઈ અને તે ભાનમાં આવ્યો હતો…!!

મમ્મીને જાણે જોઈ આવ્યો, સાચે… ક્ષમાની શ્રધ્ધા અને આજીજી માતાજીએ માન્ય રાખવી જ પડી. રાહુલ સાંભળી રહ્યો હતો, ક્ષમા ની આજીજી…!! સમજી ગયો…

એંજલ જેવી લાગતી, હસ્તી મમ્મી ખુશ હતી રાહુલ ને જીવતો જોઈને… ત્યાગ(લૅટ-ગો) એટલે પ્રેમ અને ક્ષમા ખુશ હતી કે ભગવાને તેની લાજ રાખી. દિલના સંબંધો લોહીના સંબંધથી પણ મજબૂત હોઈ શકે, તેનું નામ પ્રેમ !! મોતના મુખમાંથી, સ્વર્ગના દ્વારેથી પાછો ફરેલો રાહુલ જાણે ફ્રેશ થઈને પાછો ફર્યો એમ ઉભો થઈ ગયો.

હર્ષાશ્રુથી બધાની નજરો એને તાંકી રહી હતી. રાહુલનો હાથ ક્ષમાના ગાલે સરતા આંસુ લૂંછી રહ્યો હતો… અને ક્ષમા તેને ભેટીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી હતી…!! મનની મૂંઝવણ – ઝંઝાવાત જેવા વિચારોને શાતા મળી ગઈ, હોય તેમ બીજા દિવસે તો બધુ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું…!!

સાચી લાગણી – ભાવની કિંમત ભગવાન જાણે છે. મનુષ્ય પણ અનુભવે છે… કોઈ આપણને ઉપરછલ્લુ કે સાચા દિલથી આગમન આપે છે, તે સમજાઈ જાય છે તો આ તો ભગવાન છે. ત્યાં તો ભાવનાનીને લાગણીની ને લગન જ કામ આવે છે ! એક માની કરૂણતા બીજી મા જ ઉકેલી શકે છે.

રાહુલની બર્થ-ડે પણ ખૂબ સરસ રીતે ક્ષમાએ ઉજવીને બીજી વાર રાત્રે પ્લોટના ગ્રાઉન્ડમાં ગરબા રમતા પેહલા. માતાજીની સામે કેકનો પ્રસાદ અને ફળ મૂકાયા. ક્ષમાએ માતાજીને ચુંદડી ઓઢાડી ખોળો પાથરી ફરી આજીજી કરી. રાખજે સલામત અમારું પરિવાર !! બધા બાળકો ભેગા થઈને સહિયારું બોલ્યા, હેપ્પી બર્થ-ડે ટુ યુ… હેપ્પી બર્થ-ડે ટુ યુ… હેપ્પી બર્થ-ડે ટુ ડીયરરાહુલ… હેપ્પી બર્થ-ડે ટુ યુ !!

રાહુલની ખુશીનો પાર ન્હોતો… આજે કોઈ રંજ-શંકા કે સંશય મનમાં ન્હોતો… ચોકલેટ કેક ખાઈને ઘર તરફ બધા પાછા ફર્યા… બસ આમ હવે દર વર્ષે પ્રથા થઈ ગઈ…!! રાહુલની હેપ્પી બર્થ-ડેનો તેહવાર બધા સાથે ઉજવાય છે.

માતાજીના ને મમ્મીના આશિષ સાથે !! આમ બીજા ચારેક વર્ષ પસાર થયા અને આ વખતે તો પાયલને તેની બહેનપણી સંગીતા સાથે આવેલા…

સમરમાં પૂરા અઠવાડિયા માટે આવેલા તો બધાને ખૂબ મજા પડી. બધા યુવાવસ્થામાં આવી ગયેલા. માસુમિયત ના બદલે મેચ્યોરેટી તરવરી રહી હતી.

હસરતે દિદાર સંગીતા કા દેખકે જનાબ રાહુલ કી હાલત બૂરી હો ગઈ થી.ગોળ ગોળ લખોટી જેવી તેની આંખોને વાચાળ સંગીતા બધાને વ્હાલી લાગે તેવી તો હતી જ !! ને ઉપરથી ઝીણી ઝીણી ફૂંટેલી મૂંછોને ખેંચી ટીખળી કરતી પાયલ સાથે તો ક્ષમા પણ મોટેથી હસી પડી. અરે, મારા રાહુલને હેરાન ન કરો. શરમનો માર્યો છોભીલો પડી ગયેલો રાહુલ મનમાં તો ખુશ હતો. ખબર નહીં કેમ પણ આજે પોતાના ધબકાર પોતે જ સાંભળી રહ્યો હતો…!!

સિમરનને શારૂખખાનની મુવી જોવાનું કહો તો એ હંમેશા તૈયાર. યુવાવસ્થા પણ ખરી જ. દરેકને ઇમ્પ્રેસ કરે શાહરૂખ તો સિમરનનો શો વાંક…? રૂમમાં મોટુ પોસ્ટર હતું, ઉઠતા વેંત જ દર્શન થઈ જાય. એક વાર મળે તો કદી હાથ નહીં ધૂવે કસમ સે. પણ સ્કૂલમાં ક્લાસમેટ તરીકે નકલી શાહરૂખ મળ્યો ને સિમરન શારૂખની જોડી ખૂબ પ્રશંસનીય બની ગઈ.

નામ તેનું હતું રાહુલને લાગે અસલી શારૂખખાન જ, એના જેવી જ હેર સ્ટાઈલ, એના જેવા ડીમ્પલ્સ અને અવાજ પણ. હદ થઈ ગઈ જ્યારે સિમરનને જોઈને તે બેભાન થઈ ગયેલો. એની ડ્રીમ ગર્લ એના સપનામાં રોજ આવતી હતી તેને સામે જોઈને તે ભાન ભૂલી ગયો.

ભેગા થયેલા ટોળામાંથી કોઈએ પાણી મંગાવીને છાંટ્યું, ત્યારે છોભીલો માંડ માંડ ઉભો થયોને સિમરન સાથે ધીમે ધીમે વાતે વળગ્યો. અને આમ મિત્રતાની શરૂઆત થઈ ને પછી પ્રણયમાં ફેરવાયેલી. રોજ રોજ મળ્યા પછી બીજું થાય પણ શું…?

ઓપોઝીટ એટ્રેક્ટ્સન ઇટ્સ નોરમલ. ક્યારેક એશીયન/જાપાનીઝ કોમીક કે પછી મુવી જોવાય તો ક્યારેક કોઈને ત્યાં કેરીઓકી કરાય ને બધા ભેગા થાય, પણ બંને સાથેના સાથે જ જોવા મળે.

‘સિમરન આજે કોફી પીવા જઈએ તો…!!’
‘શ્યોર ! હાઉ અબાઉટ એટ વિમ્પી ?’
‘પરફેક્ટ ‘

રાહુલ પ્રપોઝ્ડ એન્ડ સિમરન સેઈડ યસ ને બન્ને લાસ્ટ સેમીસ્ટરમાં લગ્નગ્રંથિએ જોડાયા. સફેદ ઘોડા પર વરરાજા થયેલો રાહુલ તેને જોઈને પાછા ફરીને માણસો વિચારતા હાઉ કમ હી લુક્સ સો ફેમીલીયર !

સિમરન પણ તેના દુલ્હન આઉટફીટમાં આઉટસ્ટેંડીંગ લાગતી હતી. રાહુલને સિમરન મજાકિયાંને તોફાની ખરાં પણ બીજાનાં દુઃખ દર્દની હાંસી કદીય ના કરે, કે દુઃખ થાય તેવું પણ ના કરે. લોકોના તેથી તેઓ માનીતાંને લાડકાં બનેલા.

એક વાર એમનો મિત્ર વરૂણ ચૂપચાપ બેઠો હતો, પાછળથી જઈને ડરાવ્યો. પણ વરૂણના તો ડર્યો કે હસ્યો કે ન કર્યો ગુસ્સો. ત્યારે રાહુલે પૂછ્યું હતું ‘શું યાર !! એની પ્રોબ્લેમ એટ હોમ…? આર યુ ઓકે ?’ પણ વરૂણ ચૂપ રહ્યો નીચે મોઢું રાખીને બેઠો જ રહ્યો. ત્યાં તો સિમરન પણ રાહુલને શોધતી આવી ગઈ. તેણે પણ વરૂણનું પડી ગયેલું મોઢું જોઈને પૂછ્યું ‘ યાર વોટ્સ રોંગ…? ફાઇનાશીયલ પ્રોબ્લેમ…?’

ફાઈનલી વરૂણ બોલ્યો ‘નો નો યાર નથીંગ લાઈક ધેટ !!’
‘ધેન વ્હોટ ? યુ હેવ ટુ ટેલ, વી આર ડાઇંગ ઓફ ક્યુરોસીટી’ સિમરન બોલીને પ્રત્યત્તર માં વરૂણ ધીમેથી બોલ્યોઃ “મોમ-ડેડ વોન્ટસ મી ટુ ગેટ મેરી એન્ડ ધે વોન્ટ્સ બ્લડ ટેસ્ટ રીપોર્ટ એન્ડ માય ડીગ્રી સર્ટિફીકેટ. ડીગ્રી સર્ટી નો પ્રોબ્લેમ બટ બ્લડ ટેસ્ટ રીપોર્ટ !! આઈ હેઈટ મેડ ક્લીનીક – આઈ હેઇટ ટુ ગો સી ડોક્ટર એન્ડ આઈ ડોન્ટ લાઇક નીડલ્સ !!’

‘બસ એ જ વાત છે ? અરે ! બીકણ ફોસી એમાં શું ડરવાનું…? મેઈન પોઇન્ટ ડુ યુ લાઇક ધ ગર્લ ઓર નોટ !! ઇફ યુ ડુ ધેલ વી વીલ કમ વીથ યુ એટ ક્લીનીક ટુ ..નથીંગ ટુ વરી. પ્રોબ્લેમ સોલ્વ !!’

‘લેટ્સ ગો નાઉ, હેવ સમ કોફી એન્ડ ઓહ માય ગોડ. વી હેવ ટુ ગો શોપીંગ ટુ રાહુલ, વી હેવ ટુ લુક ડેશીંગ ટુ !!’

સિમરન રાહુલ અને વરૂણનો હાથ પકડીને ચાલી રહી હતી અને બોલતી હતી. જ્યારે મેડ ક્લીનીકે ત્રણે પહોંચ્યાં તો ડોર આગળ ફોર્મ એક કોર્નરમાં પડ્યા હતા, ઉપર સાઈન હતી. બધાએ ભરવાના અને નંબર લઈને લાઇનમાં ઉભા રહેવાનું.

એ લાઈન જોઈને જ પાછા ફરવાનું મન થઈ જાય તેવું હતું. ઉપરથી બધાના સોગિયાં મોઢા. વિષાદ ના વાદળ છવાયેલા. ચિંતા હતી, થાક હતો. બીજી વિન્ડોમાં કેશીયર ફોર્મ સાથે પૈસા લેતી હતી.

જાણે યંત્રવત મશીન હાથ લંબાવતું ને પૈસા ગણી મૂકી દેતું. કોઈ શબ્દ નહીં માત્ર સન્નાટો. ક્યારેક ડોક્ટર કે નર્સ એક રૂમમાંથી બીજા રૂમમાં જતા દેખાઈ જતા. બ્લડ આપેલા પેશન્ટ બીજી તરફ ચેર પર જઈ બેસતા, એમના રીપોર્ટની રાહમાં કે જો આજે નંબર આવી જાય તો રીપોર્ટ મળી જાય તો ધેર જવાય.

સવારથી ખૂલેલ ક્લીનીકમાં રોજ-રોજના સ્ટાફના માણસોએ દૂર પાર્ક કરવાનું. ટાઇમસર આવીને કારકૂન દરવાજો ખોલી જાય. કામ પૂરતું જ બોલવાનું, બાકી સૌ સૌના કામ ઓટોમેટિક ચાલતા મશીનની જેમ પતવા લાગે. આડી અવળી કોઈ વાત ના કરે કે સંભળાય. નો ડ્રીંક ઇવન વોટર અલાઉડ, નો ફૂડ ઇધર ઓન ટેબલ. બધા જ રીપોર્ટ અગત્યના, તેથી ચીવટપૂર્વક કામ કરવાનું.

લાઇનમાં બેસો એટલે આ બધી ખબર પડે. જોબની કદર કરો, ફેસીલિટીની કદર કરો અને કો-વર્કરને બોધર ન કરોને કામ કરવા દો. બસ ચીફની સ્ટ્રીક ઇન્સ્ટ્ર્ક્શનને બધા ફોલો કરે.

વરૂણ બહાર જવા લાગ્યો તો સિમરને ના કહી. રાહુલે ઇશારાથી ચૂપચાપ ફોર્મ ભરવાનું કહ્યું. લગભગ એકાદ કલાકે કેશીયર પાસે પહોંચ્યાં. નો હલ્લો નો હાય જસ્ટ ૪૦૦ – ૬૦૦ – ૮૦૦ એક સર્કલ કરેલ કાગળ પાસ કરે ને તમારે પૈસા ભરવાના અને પેઈડનો સ્ટેમ્પ મારે. ફરફર થતા કાગળો એક તરફ મૂકાતાં જાય, બીજી તરફના ડ્રોઅરમાં પૈસા મૂકાતા જાય. ૧૨ થી ૨ બધાનો લંચ બ્રેક એટલે બધું જ બંધ. બધા લંચ કરે, પેશન્ટ પણ.

૨ વાગ્યા પછી ફરી એજ લાઇનોને ઓટો નંબરની લાલ લાઈટ…!! ૮ વાગે બધુ બંધ, જો તમારું કામ ન પત્યું તો આવો બીજા દિવસે. ને લઈ જાઓ તમારો બ્લડ રીપોર્ટ. આમ સાત દિવસ ખુલ્લી રહેતી મેડ ક્લીનીકનું રૂટીન રાબેતા મુજબ ચાલે. ઉતરી ગયેલાં મોઢાં કે અધમૂઆં પેશન્ટ જોઈને તમને દુઃખ થાય.

જિંદગીની કિંમત સમજાય ત્યાં સુધીમાં મોત આવીને સામે ઉભું હોય. ને તમે ઇશ્વરને યાદ કરો…!! પાછળ દૂર કોઈના રડવાનો છાનો અવાજ સંભળાતા રાહુલની નજર ત્યાં પડી. પોતાની જ બહેનને જોઈને ચોંકી ગયો. ઉભો થઈને વળગી પડ્યો. શું થયું…?

HIV Positiveનો રીપોર્ટ હાથમાં જોઈને તેની આંખો પણ ભરાઈ આવી. Life throws the curve ball. શું બોલવું શું પૂછવું અને કેમ…?

ક્યારે…? કશુંય પૂછવું નથી, પછી વાત. આમ
અચાનક રાહુલ મળ્યો તેથી તે પણ છોભીલી પડી ગયેલી. આવું બનશે તેનો પણ સ્વપ્ને ખ્યાલ નહોતો.

ક્યારેક અજાણતાં કરેલી ભૂલનું ભોગવવાનું પરિણામ તો ક્યારેક બીજાએ કરેલી ભૂલનું પરિણામ ભોગવાનું !! ટ્રેનમાં મુસાફરી કરતી બહેનને કોઈકે છેડતી કરી બહેને થપ્પડ મારેલી પણ તેને રેઈપ કરી ને જ છોડી. એનું આ પરિણામ હતું કે તેનો રીપોર્ટ પોઝીટીવ આવેલો. બંને ખૂબ રડ્યા.

વરૂણે કીધું મને રીપોર્ટ નથી કરાવવો ઘરે જઇએ. સિમરને વરૂણ સાથે ક્લીનીકમાં રહેવાનું નક્કી કર્યું અને રાહુલ તેની બહેનને લઈને ધરે ગયો…!! પહેલા ભરો પૈસા પછી ડોકટર કરે કામ. આ નવી રીતને બંને જણા જોઈ રહ્યા..!! બીજા દિવસે રીપોર્ટ લેવા વરૂણ એકલો આવેલો. ખોટો ગભરાતો હતો તે તો રીપોર્ટ વાંચ્યા પછી જ સમજ્યો હતો. “થેંક ગોડ”

‘નેવર અગેઇન. આ બાજુ પણ ભૂલથી ના આવવું પડે એમ વિચારતો બહાર નીકળ્યો. તે રાહુલના ઘરે ગયો સિમરન પણ ત્યાંજ તેની બહેન પાસે બેઠેલી. બંને તેને સમજાવતા હતા, દિલાસો આપતા હતા. વરૂણને જોઇને બંને ઉભા થઈ તેની પાસે આવ્યા. રીપોર્ટ રીઝલ્ટ જાણી બેસી ગયા. લગ્નના છ મહીને વરૂણને સંગીતા લાઇનમાં ઉભા હતા. એજ રૂટીન, એજ કલાકો લાંબી લાઈનો, અને વરૂણ વિચારતો હતો નોટ અગેઇન !!

સંગીતા ફાટી આંખે બધે જોઈ રહી હતી. બેબાકળી નજરે વરૂણ સામે જોતાં જ ભીની થઈ જતી હતી. મોડી રાતે મુવીઝમાંથી પાછા ફરતાં બંને ખુશ થઈ પાછા ફરી રહ્યા હતા, ત્યારે અચાનક હુમલો કરેલો. ડ્રગ્સના નશામાં ચૂર હતો તેણે પૈસા વોલેટ ઘડી લઈ લીધી પણ ત્યાં તો બીજાએ ડ્ર્ગ્સ નીડલ સંગીતાના શરીરમાં ખોસી દીધેલી. કેટલીય વાર એકની એક નીડલ વાપરતા નશામાં ચૂરનુ પરિણામ ભોગવી રહી હતી સંગીતા. અરે ભગવાન હસવાના દિવસો અમારા !! ક્લીનીક ના દોડા !! પૈસા ના પાણી !! આંસુના ઢગલાં નો બોજો શેં સહેવાશે !!

– રેખા શુક્લ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.