Gujarati Historical Traveling Talk Writers Space

ચમત્કારિક શિવમંદિર – રામગઢ ( ઝારખંડ )

ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં એનું રહસ્ય એ આજ સુધી રહસ્ય જ રહ્યું છે. આવું કેમ થાય છે ? શા માટે થાય છે ? કેવી રીતે થાય છે? આ બધાં પ્રશ્નો એ પ્રશ્નો જ રહેવાં સર્જાયા છે.

પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે અને એનો ઉત્તર ના મળે ત્યારે મનમાં એક ઉદાસી છવાય એ પણ એટલું જ સાચું છે. વિજ્ઞાનઅને શાસ્ત્રો પણ જ્યાં પાણી ભરતાં હોય ત્યાં આપણી શી વિસાત કે ઔકાત ? થાય છે અને વર્ષોથી આમ જ થાય છે એ હકીકતને નજર અંદાજ કરી શકાય એમ નથી જ… જે છે એનો અદ્ભુત નજરો માણો અને આવું જોયું કે જોવાં મળ્યું એના પ્રત્યક્ષ સાક્ષી બન્યાં એનો આનંદ લઈએ તો જ આપની આસ્થા વધશે ? વધારે પડતી કુતુહલતા જ આપણને નાસ્તિક બનાવે છે તો એનાથી જો પર થઇ જઈએ તો જ શ્રદ્ધાપૂર્વક દર્શન કે પૂજા -અર્ચના કરી શકીશું. અને તો જ આપણે ભગવાન છે અને બધે જ છે એમ સ્વીકારતા થઈશું.

જેનું રહસ્ય અકબંધ હોય એને ઉકેલવાનો પ્રયાસ કયારેય ના કરાય. કુદરતી કરામતોનો ક્યાસ આપનાથી થઇ શકતો જ નથી અને કયારેય થઇ પણ નથી જ શકવાનો. આ એક સનાતન સત્ય છે જે નો સ્વીકાર કરતાં આપને અચકાઈએ છીએ. સ્વીકાર કરો અને આનંદ મેળવો એજ તો જીવનનું અમુલ્ય ભાથું છે. પણ સ્વાર્થી લોકોણે આ અમુલ્ય ભાથાની ક્યાં પડી જ છે તે, એમને તો સંકટ સમયમાં જ ભગવાનની યાદ આવે છે.

👉 ભગવાન શિવજીનું એક અતિ પ્રચલિત નામ છે – મહાકાલ બાબા
કહેવાની જરૂર ખરી કે આ નામ ઉજ્જૈનના અતિપ્રાચીન જ્યોતિર્લીંગ મહાકાલેશ્વ્રર પરથી આ નામ પ્રચલિત બન્યું છે. મહાકાલ બાબાનાં એટલે કે ભગવાન શંકરના મંદિરો ભારતમાં ઠેરઠેર ઠેકાણે જોવાં મળે છે. એમાંના લગભગ ૯૫ ટકા શિવલિંગો સ્વયંભૂ છે અને એટલેજ એની માન્યતા વધારે છે અને આસ્થા પણ… સ્વયંભુ હોય એટલે કથા પણ હોય અને એની સાથે જોડાયેલો કોઈ ચમત્કાર પણ હોય જ, માનવું કે ન માનવું એ તો આપણા પર જ નિર્ભર છે.

👉 ભારતમાં એક શિવમંદિર એવું પણ છે
જે ઝારખંડ રાજ્યના રામગઢ જીલ્લામાં સ્થિત છે. આ મંદિર સાથે એક એવું રહસ્ય જોડાયેલું છે, કે જે આજ સુધી રહસ્ય જ રહ્યું છે. એ રહસ્ય આજદિન પર્યંત વણઉકેલાયેલું જ્ર રહ્યું છે. આ મંદિર વિષે જાણ્યા પછી લોકો એનાં દર્શન કરવાં માટે તલપાપડ બની ગયાં છે અને રોજબરોજ ભારી તાદાતમાં ત્યાં ભક્તોની ભીડ જમા થતી જ રહેતી હોય છે.

👉 આ એજ મંદિર છે જ્યાં ચમત્કાર થાય છે, પણ એ કયો ચમત્કાર છે ?
આમ તો ભગવાન શંકરનાં ઘણાં ઘણાં ચમત્કારો વિષે આપણે જાણીએ છીએ. એમાં આ એક એક મંદિર કે જગ્યા છે કે જ્યાં આજે પણ ચમત્કાર થાય છે. અહિયાં ભગવાન શિવજીના શિવલિંગ પર બારે મહિના ચોવીસે કલાક જળાભિષેક સતત થતો રહે છે અવિરત. આ એક એવું મંદિર કે જગ્યા છે જ્યાં માન્યતા અનુસાર આ પૂજા – જળાભિષેક યુગો યુગોથી થતો આવ્યો છે. આ મંદિરનું વર્ણન પુરાણોમાં પણ કરવામાં આવ્યું છે. અહીંયા ભક્તો ભક્તોની દરેક ઈચ્છાઓ પરમ દયાળુ ભગવાન શંકર પુરીકરે છે.

👉 સુત્રોની જાણકારી મુજબ
જ્યારે આ મંદિરની જાણકારી અંગ્રેજોને પ્રાપ્ત થઇ તેઓ પણ આ ચમત્કાર જોઇને દંગ જ રહી ગયાં. આવી ઘટનાઓને જ કારણે ભક્તોની આસ્થામાં વધારો ઉત્તરોત્તર જોવાં મળે છે. એમ કહેવાય છે કે આમંદિર બહુ પહેલાનાં સમયમાં શોધાયું હતું. ઉંડાઈમાં જતાં અંગ્રેજોને એક પ્રાચીન શિવલિંગ મળ્યું અને ગંગામૈયાની એક મૂર્તિ પણ… મૂર્તિના હાથમાંથી લગાતાર જળ શિવલિંગ પર પડતું હતું. આજે પણ ગંગાજી હથેળી ફેલાવીને શિવલિંગ પર સતત જળાભિષેક કરતાં જ રહ્યાં છે.

👉 આ પાણી કેમ અને કેવી રીતે પડે છે એ હજી સુધી કોઈ જ જાણી નથી શક્યું.
આ ચમત્કાર જ લોકોની આસ્થાનો વિષય બની રહ્યો છે. આ શિવ મંદિરને પહેલાં “તૂટી ઝરણા”નાં નામે ઓળખાતો હતો. હજી પણ કોઈ કરતાં કોઈ એ શોધી નથી શક્યું કે – આ શિવલિંગ પર પડતું પાણી આવે છે ક્યાંથી ?

👉 અહીંયા આ મંદિરના દર્શન કરવાં લોકો બહુ દૂરદૂરથી આવે છે, અને આખાં વર્ષ દરમિયાન અહી એક મેળા જેવું વાતાવરણ બને છે. અહીં, આ મંદિરમાં ભગવાન શંકરનાં દર્શન કરવાં માત્રથી લોકોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે. શિવલિંગ પર પડતા પાણીના ભક્તો પ્રસાદરૂપે ગ્રહણ કરે છે, અને એમને એ પ્રસાદ ગ્રહણ કરવાથી મનની શાંતિ મળે છે અને કષ્ટો સાથે લડવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

👉 પ્રભુ બસ આવી જ રીતે ચમત્કારોથી બધી ઊર્જાઓનો સંચાર નિરંતર કરતાં જ રહેતાં હોય છે.
👉 જો તમે ના ગયાં હોય તો આ મંદિરે એક વાર જરૂરથી જઈ આવજો અને દર્શન કરતાં આવજો.
” જય મહાકાલ બાબા “

સંકલન ~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.