Sex nahi to kuchh Nahi - Editors Desk - Sarjak.org.jpg
Editor's Desk Exclusive Gujarati Writers Space

સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ

આર્ટીકલ તમને ઊંધું, અવળું, ચોટતું, દાજાડતું, બાળતું જાળતું લાગી શકે છે, કદાચ આ મને પહેલાથી જાણકારી છે એટલે આ આર્ટીકલની શરૂઆતમાં જ આ સુચના લખવી મને જરૂરી લાગી રહી છે. તો આ રહ્યું ડિસક્લેમર (એટલે કે સામાન્ય ભાષામાં આવશ્યક સૂચન કઈ હકાય એમાં જરાય વાંધો નહી)

શોર્ટમાં – તમને જે સમજાય એ સમજી લેવાની ખુલ્લી છૂટ છે.

જો તમને લાગી રહ્યું હોય કે આ આર્ટીકલ આધ્યાત્મિક છે, તો હું કહીશ ઓહ નો ડીયર, હમકા જલ્દી સે ફટાફટ માફી દઈ દો…. વેસે અગર સવાલ હે કી અગર યૂહ નહી તો ફિર યહ ક્યાં બવાલ મચાયે હો, તો તમને હું જણાવી દઉં કે આ આર્ટીકલ પૂરે પૂરું ચોખ્ખી અને એવી સ્પષ્ટ ભાષામાં છે જે કદાચ તમને વલ્ગર અને વિકૃત લાગી શકે છે. છે સત્ય પણ સત્ય હંમેશા આ આર્ટીકલની ભાષાની જેમ જ નગ્ન અને કડવું હોય છે. એટલે મહેરબાની કરીને ટીકાકારો, અને જેને માત્ર ખોટું શોધીને તમે લેખક નથીને એવા વાયદા વિરોધ કરવા હોય એણે દુર જ રહેવું… અને હા હું ખરેખર લેખક નથી, અને મસાલા મારીને લેખક બનવાનું થતું હોય તો મારે આ જન્મમાં તો લેખક બનવું પણ નથી… ઇન શોર્ટ યહ વરદાન હમકા નહિ ચાહીએ, સો મારી નેચરલ ભાષામાં માય ગયું એ બિરુદ સ્વીકાર્ય છે… પણ આ લેખન સાથે જ ક્યાંક કોઈને કોઈ તથ્ય પણ જોડાયેલા જોવા મળશે જ, જે તમારે વાંચીને જાતે શોધવા… ધેટ્સ ઓલ… અપુન કુચ્છો નહી કહેગા

આખી આ બકવાસ ગોગી ગીતાનું મુદ્દાનું જ્ઞાન

ઉઠો જાગો અને સેક્સ કરવા ન મળે ત્યાં સુધી મંડેલા રહો, ઇટ મીન્સ લાગેલા રહો.. ઓહ વોટેવર

~ બાબા પાશ્વીય વિકૃત આનંદ નંગજી ( સંદર્ભ – વર્તમાનની વિકૃત માનસિકતાનો ફેલાવો જોઇને ઉદભવેલો અળવિતરો વિચાર – બખમબખે ગીતામાંથી સાભાર વિથ આભાર )

કેસે હુઆ થા ઇસ અધ્યાય કા આરંભ

અબ દેખીએ ના સબ કુછ બતાના હી હે તો યહ ભી બતા દેતે હે કી ઇસ ચર્ચાકી શુરુઆત ક્યાસે થઇ હતી. વો જગહ હતી આ જ પૃથ્વી અને મારી બેસ્ટ ફેન્ડ કે ગલપેનના બોટ્સએપના ઈનબોક્સ મોયથી. યસ વહી જહાં કોઈ આતા જાતા નહિ, સોરી મારા સિવાય એમ કહું તો હાલશે કે ઓફેન્ડ થઇ જવાહે. ઓકે બાત કો શુરુ કરતે હે કી શરૂઆત ત્યાંથી થઇ જ્યાં આખાય વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો ફેઈલ ગયા છે, હથિયાર નીચા નાખીને એ લોકો કહી રહ્યા છે કે હે ભાગવોન જરા આવના, હમેં આપદા હોમે ઉભા રેવાની તાકાત આપજો. પણ ક્યા કર શકતે હે, ઉફ્ફ યહ બાયું (મહિલાઓ અને સ્ત્રીઓ એમ વાંચવું) કે શોખ

આખીર ક્યા હતા વો સબસે જરૂરી સવાલ

પૂરે સંસાર કે નિષ્ણાંત જે વસ્તુ નથી શોધી શકે વો સવાલ હે ‘યહ રીશ્તા ક્યા કહેલાતા હે?’ સચ મેં પતા નહિ કઈ સાલ હો ગયે, લેકિન આજ તક કોઈ ભી યહ પહેલી નહિ સુલજા પાયા. નાસાને ભી કઈ બાર હાથ ઉઠા લિયે. ઈસરોને ઇસ જાંચ કો કરને સે ચોખ્ખા નનૈયા ભર દિયા અને સીબીઆઈ ને તો કહ દિયા અરે ભાઈ હમ કા કર શકતે હે..?? આખિર કાર યહ વાયરસ કોરોના કે સામને થોડા ફીકા પડા. વેસે યહ એક વાયરસ થોડે નાં હે, વાયરસ તો કઈ ટીવી સીરીયલો કે રૂપમે હમારી પ્રજા કી નસ નસમે ધોડતા હે. ઈશ્ક ઓર રક્ત સે વધારે ઈમ્પોટન્ટ હે યહ સવાલ, સાથ નિભાના સાથીયા, ભલે નહી પતા ચશ્માં ઉલટા હે કી સીધા, કહાની કિસી ભી ઘરકી કયો નાં હો, સાસ કભી બહુ જરૂર હોતી હે, કિસ ઘર મેં નહિ હોતી છોટી બહુ. ઓર આપ જાનતે હે કભી કભી નીમકી મુખિયા બન જાતી હે, જીજાજી છત પર ચલે જાતે હે, કભી ઘુટર ઘુ હોતા હે તો કભી નાગિન નીકળ કર ખબ ખબ કરતી આવી જાતી હે. લેકિન સબ કા સવાલ બસ યહી રહેતા હે કી કોરોના કી વેક્સીન તો ચલો વૈજ્ઞાનિક શોધી લેશે પણ ઇસ વાયરસ કા ઈલાજ કબ મિલેગા? Nation Eagerly wants to know?

ઇતના હોધાય એ પહેલા આવ્યો ઘાતક અને વિશ્વવ્યાપી સવાલ

રસોડે મેં કોણ થા? અને કુકર કે માય સે ચણા કોણે કાઢ્યા? તુમ હતી, હું હતી કે પછી હાચું કે ને કોણ હતું. રાશી બેને હાલમાં આખું ઈન્ટરનેટ માથે લીધું છે. કોકિલાની ગર્જના અત્ર તત્ર સર્વત્ર સાંભળવા મળી રહી છે. ગોપી નામની બકરી સામે આ કોકિલા નામની સિંહણ દ્વારા કરાયેલી ત્રાડ પર અનેક મ્યુઝીક કમ્પોઝર પ્રજાતીએ એ સડસડાટ ગીતો ઓહ સોરી ઓલું શું કે છે રેપ બનાવી દીધા છે. કોણ થા, મેં થી તુમથી કોણ થા… યુ નો રેપ કોને કહેવાય… છોડો હમે ક્યાં? પણ આ ટીવી સીરીયલુંનું કરવાનું શું? જવાબ વહી જ જો બધાયને ખબર છે કાય જ નહિ? ઓર મુશ્કેલીકી વાત તો જુઓ લોકો કે છે આ ટીવી સીરીયલના બીજા ભાગની તૈયારીઓ પણ થઇ રહી છે. લાગતા હે માંડ માંડ તમે કોરોના ૧૯ માંથી મુક્ત થાઓ અને સીનાવ કોવીડ અલ્ટ્રા પ્રો ૨૦ લોન્ચ કરવાની જાહેરાત કરે. લેકિન અબ ઇસસે બચના મુશ્કેલ છે ભાઈ. રસોડા માં જતા વહુઓ ડરવા લાગી છે. કોકિલા બેનની ત્રાડ સંસદ સિવાય બધેય ગુંજી ઉઠી છે. સંદીપ અખતરા તો રીત સર રાશી અને પપ્પુને ભેળા સરખાવી ચુક્યા છે. સવાલ એમ ઉભો થાય કે શું રાજનીતિ વાળા પણ આ બખડજંતર સિરીયલું જોતા હય્શે…!!?? છોડો હમે ક્યાં? વેસે મુજે કહા પતા ચલ પાયા હે કી રસોડેમે જાકર રાશીને આખિર કાર ચને કયો નીકાલે? શાયદ ખાને કો મિલા નહી હોગા ઓર સુબહ ઉતાવળ મેં ચણે ખાઈ લીધે હય્શે.

લોગો કે મનમેં હે આવે તેવે ઘાતક સવાલ

યહ તો સિર્ફ પૂર્વ ભૂમિકા હતી. મૂળ વાત ઉપર આવીએ તો પ્રશ્ન થાય કે ચર્ચા ક્યાંથી ક્યા ખબ ખબ કરતી નીકળી જાય, ચર્ચા હંમેશા હડકાયા કુતરા જેવી હોય ક્યારે કોને બચકું ભરે ખબર નાં પડે. ઉસી બાત સે નીકળે થે હમ કિ નાસા શોધી લેગી, લેકિન નહિ… સસુરા યહ ભી હોના મુશ્કિલ થા. કુછ લોગો કા માનના હે કી ટીકટોકકે બાદ સૌથી ભયંકર વાયરસ યહી છે. હાવ એટલે હાવ જીવલેણ, તમને ગાંડા, ગોગાને બુદ્ધિ વગરના કરી મુકે એવી. મારી જેવા યુવાન ઘણી વાર આ ઝેરની ઈલાજ શોધવા આગળ આવ્યા અને ધોબી પછાડ માથાની દિશા સમજાયા વગર ઉંધે ઘા પછડાયા છે. તો હવે કરવું શું? ડ્રામા બંધ હોગા નહિ તો ચાલો સ્વદેશી પોર્ન કી તરફ હી નીકળ લેતે હે. કુછ લોગો કા કહેના મને તો ટીવી કી ઇન બકવાસ શો કો લોગો કા પ્યાર મિલતા હે, ઈસલીયે ચાલતી હે. અબ ઉન્હેં કોણ બતાયે કી પ્રેમ ઓર સમર્થન તો એડલ્ટ બાલાજીને પણ આ દેશમાં મળ્યો છે, કુક્કુ, ઉલ્લુ, લુલ્લું, ક્લીન્ઝ, ફ્લીન્ઝ, હોટશો અને અહા હવે જામિયા તલીફા અને ટોની લીઓના લખીશ તોય તમે જે વાસ્તવિક સમજ્યા એ નામને પણ પ્રેમ મળે છે. તો ક્યા કરે ઉનકા મંદિર બનવા લે, પૂજા કર લે ઉનકી…? સવાલ બહોત હે લેકિન જવાબ કમ, જુડે રહીએ હમારે સાથ બાત અભી બહોત બાકી હે…

સવાલ હે કી યહ %$#%^ કોનસી જનતા હે

જો તમારું ધ્યાન ચિન્હોના શબ્દ સમજવામાં જ હોય તો તમે આ વાંચીને ઓફેન્ડ નહિ થાઓ અને નહિ હોય તોય મનમાં તો હશે જ… અબ માનસિકતા કો ભલા કોણ ચાવીને ચીંથરા કરીને બહાર કાઢી શકતા હે. એની બેય સવાલ આતા હે કી આ બધું બાલાજી (આ લોકો ભગવાનને પણ છોડે એવા નથી, ઢીસી) ના નામ અને બીજા ઢગલાબંધ નામે જે ચાલી રહ્યું છે એ જો યોગ્ય હોય તો પછી પોર્ન બેન અને જેને તમે વેશ્યાવૃતી કહો છો, જેને તમે કોઠા કહો છો એ બધા સામે તમને વાંધો શું છે? જો તમે જામિયા તલીફા અને ટોની લીઓનાને આદર્શ અને સ્ટાર તરીકે સ્વીકારી શકો તો સામાન્ય મજબૂરી વશ એ વ્યવસાયમાં ગયેલી સ્ત્રીઓને માત્ર એક માણસ તરીકે કેમ ન સ્વીકારી શકો? એક બળાત્કાર પીડિત સ્ત્રીને કેમ ન સ્વીકારી શકો? એવી અનેક મજબૂરી વશ બદનામી માં ઝોકાઈ જતી સ્ત્રીઓને કેમ આટલો તિરસ્કાર મળતો હશે? અ બધાનો જવાબ મને નથી જોઈતો પણ તમારા અંતર મનને પુછજો, કે જો એ પ્રજાતિ તમને ગંદકી અને વિકૃત લાગે છે, તો શું તમે દુધના ધોયેલા છો? સાલા મુદ્દા ફિર ભટક ગયા કહા થા ના ચર્ચા હડકાયે કુતરે જેવી હોતી હે, કહી એક જગહ નહિ ઉભી રેતી આમથી તેમ પડખા ફેરવતી હોય છે.

સવાલ યહ થા કી ઇન્હેં દેખને વાલી પ્રજા કોણ હે?

ઇસકા જવાબ કુછ ભી દેકર અપને આપકો સીધા ઓર સાધુ સાબિત કરી લો, ફળી વળી ગોળ ગળીને સોય તો આવશે પ્રજા પર જ… અને ઈ પ્રજા એટલે આપણે જ તે, તમે હું અને આપણે જ બધા જે જાહેરમાં વૈરાગી અને સીધા સાદા હોવાનું મહોરું પહેરીને ફરીએ છીએ. પણ ક્યારેય તમે વિચાર્યું છે કે તમે ખરેખર એવા છો જેવા તમે જાહેર જીવનમાં દેખાવ છો? જો હા ફિર તો આપ એક નંબર કે જૂઠે ઇન્સાન હે ઓર અગર ના, તો વિચારવાની વાત યહા સે આરંભ હોતી હે… સમજને સોચને કા વક્ત આ ગયા હે કી હમ આખિર કાર એવે કેમ નથી જેસે હોને જોઈએ? તો સવાલ આતા હે હમ કરતે સબ હે લેકિન સબ દિખાના જરૂરી તો નહિ. તો ફિર યહ સવાલ ભી આતા હે કી જબ જાહેરમે કરના નહિ હે તો સંતાઈ સંતાઈને જોવા શું કામ છે? ઓર અગર કરના હે તો શર્માના કેસા ઓર શર્માના હે તો કરના કેસા… મર્યાદા એક બાજુ છે અને દંભ એક બાજુ… વડીલો સામે શરમ અલગ વસ્તુ છે અને દંભ ખાતર પોતાની લીટી લાંબી કરવા કોઈકની લીટી તોડી પાડવી અલગ. ચાલો અગર સમજદાર હો તો આગે કા જાતે સમજી લેજો. ફેનીઓ જોઇને કોઈના પ્રેમમાં પડયા હોય તો મહેરબાની કરીને કોઈકના લાગણી વિશ્વને બક્ષી દેજો…

યહ ઉલ્લુ ઓર લુલ્લું જેશે શો હમે ક્યા શીખાતે હે?

યહ ક્યાં શીખતા હે વો તો ફિર સોચેંગે હમ ક્યાં સોચને લગ જાતે હે યહ અલગ હી મુદ્દા હે. અગર ધ્યાન સે દેખેંગે ઇન શો કો તો આપકો લગને લગેગા કી જીવન મેં આપને કુછ કિયા જ નહિ. હાલ સુધી જાણે કે તમે હાવ વેલ્લે જીવન કાઢી નાખ્યું છે. ઇન સબ શો કી માને તો હમારે જીવન મેં સબસે આગે એક હી ગોલ હે… હમે સેક્સ કરના હે બસ… ચાહે વહ કિસી ભી માધ્યમ સે હો… સાલા એક તરહ સે ઇન લોગો ને ઇસે ભી ડીવોશન વાળે કન્સેપ્ટમેં મૂકી દીધા હે, માર્ગ કોઈ ભી હો હમે બસ કિસી ભી હાલ કિસી ભી કોસ્ટ પર સેક્સ કરના હે… આ સો જોઇને દરેક વ્યક્તિ પ્રત્યે શંકા જાય પતા નહિ કોણ કબ હમારા મન ભંગ કર દેગા…. ફિર વો પડોશ કી આંટી હો યા પડોશ કી ભાભી બસ વહી સોચ રહેગી. અબ યહા ભી સાફ સાફ બતા દુ સિર્ફ લડકે નહિ લડકિયા ભી ઇસી માનસિક વિકૃતિ કા શિકાર બન ચુકી હે, યા બનતી જા રહી હે. કઈ એસે વિસ્તાર હોતે હે જહાં યહાં એક સ્ટેટ્સ સિમ્બોલ હે, લેકિન યહ એક બરબાદી કી તરફ કા પહેલા કદમ હે જો આપ નાસમજી મેં ભર રહે હે. કભી કભી લગતા હે ભગવાનને ચિઠ્ઠી લીખ કર ભેજા હે કી બેટા જમીન પર જઈઓ પઢના, લિખના, બડે હોના ઓર સેક્સ કરના… જીવન કા અંતિમ ઉદ્દેશ્ય યહી હે, ક્યોકી અગર તુમને યહ નહિ કિયા તો તુમ મર્દ નહિ હો… યહ નહિ કિયા તો તુમ તુચીયે હો… એ નહિ કિયા તો લોગ કહેંગે સાલા થું હે તુમ્હાર જીવન મેં… ફિર તુમ જીયે હી ક્યા હો… મતલબ હમને એસા એક સોચકા માયાજાલ બના દિયા હે (અભી ભી બનતે જા રહે હે) કી જીવન મેં લડકી નહિ પટાઈ ઓર સેક્સ નહિ કિયા તો જીવન પુરા બેકાર હે હમારા. (યે સોચ બડે જાનતે હે લેકિન યહ વાતાવરણ સ્કુલ કોલેજમે જલ્દી ફેલ રહ હે) યહ સબ દેખકર યુવા કો લગતા હે હમારા તો જીવન હી બરબાદ હો ગયા હે, કેરી કે ભાષામાં પેસા બરબાદ $$%$^

સુબહ હો યા શામ, બસ એક હી તો રહતા હે ના કામ

નહિ ઇન શો મેં ક્યા દિખાતે હે, બસ સ્ટોરી દસ મિનટ કી ઓર ઉનકા યહ જીવનકા મહાન ઉદ્દેશ્ય વાલા રીલ ચલાયેંગે તીસ મિનટ તક. ક્યોકી લક્ષ્ય યહી હે, યહી તો આપકો લાના હે… ઓર હા, ઉન્હેં લાના હે સિર્ફ ઇતના હી સચ નહિ હે આપકો ભી તો આના હે. અબ યહ મત પૂછના આપકો કયો આના હે, વાહ ગોલમાલ ફિલ્મમે નહિ હે પાંડુરંગા છોટી ચડ્ડી પહેનતા થા, ખુબ શરારત કરતા થા… એક હી બાત બાર બાર નહિ પૂછતે. ઇન સબ શો ઓર આજકાલ કી હમારી સોચ કે હિસાબ સે હમારે પાસ એક હી લક્ષ્ય હે જીને કે લિયે ઓર વહ અંતિમ લક્ષ્ય હે સેક્સ… હમ ખાતે હે તો ઈસલીયે કી સેક્સ કરે, પઢતે હે ઇસ લિયે કી સેક્સ કરે, અબ કોરોના સે બચના કયો હે, તાકી અગર મર મરા ગયે તો સેક્સ કેસે કરેંગે… અચ્છા હે વેક્સીન કા કોઈ એડ નહિ આયા વરના વહા ભી કુછ એસે આતા છોરી કો કરના હો ઈમ્પ્રેસ તો ટીકા લગાઓ કોવી શિલ્ડ કા… અબ યહ મત કહેના કી કન્સેપ્ટ કોપી હે.. ક્યોકી ઇસ દેશમે એક ભી એસી એડ નાં હે જિસમેં છોરી ઈમ્પ્રેસ કરને કા લક્ષ્ય ન હો.. મિન્ટો ફ્રેસ હો યા અમુલ માચ્ચો… લક્ષ્ય વહી જો સબકો લગતા હે સહી, ક્યા સમજે… લચક મચક જવાની એડ માર્કેટકા અમોઘ અસ્ત્ર હે…

કચ્છા હી કયો નહિ બેચતે, લક્ષ્ય હે લડકી પટાઓ બસ

જાહેરાત વાલોને પહેલે સે હી સારી કમિયા ઠંડે કાળજે ભરી રાખી હતી એમાં હવે આ લોકોએ પછી વધેલી કમીઓ પૂરવા વિચારધારામાં અને સંસ્કારોમાં થોડાગણા રેહલા ટેકરા પણ પાડી દેવાની ઝુંબેશ ઉપાડી લીધી છે. એ લોગ વેબ સીબરી કે નામ પે વહ સબ દિખાતે સુનાતે હે જો હમે દેખના સુનના નહિ હે એસા શીખાયા સમજાયા ઓર બતાયા જાતા હે. લેકિન અબ હમ ભી ક્યા કરે હંમે દેખના પડતા હે ક્યોકી જીવન લક્ષ્ય તો પાના હે નાં હમે. ડોક્ટર વોકટર બનના તો બેફૂજુલ વાતો છે, જીવનનો મૂળ ઉદેશ્ય તો આપણને શ્રી શ્રી શ્રી રેકતા માતાજીએ શીખવી છે. શ્રી શ્રી થુલ્લું, ડુંકકું અને અનેક અવનવા માર્કેટમાં આવેલા ઉપદેશકોએ સમજાવ્યો છે. આ લોકોના મતે આપણા જીવનનો એક માત્ર સૌથી ઉચ્ચ કક્ષાનો ઉદ્દેશ્ય છે સેક્સ. ઈનકો લાગતા હે ભગવાનને હમે સિર્ફ સેક્સ કરને વાસ્તે હી તો ભેજા હે… બાર બાર યહી દિખાયા જતા હે માનો જીવન કા એક માત્ર લક્ષ્ય હે સેક્સ… આસપાસ ગલી મહોલ્લે, સ્કૂલ, કોલેજ, ટ્યુશન, વ્યુશન, મોસી કે ઘર કે પાસ, તહેવાર મેં… રસ્તે પર.. કહી પર ભી આપ કુછ ભી કરતે હે… ઇવન પઢના ભી હે તો સિર્ફ ઇસ લિયે તાકી આપ સેક્સ કર શકે. સાલા ટ્યુશન કલાસમે, કલાસમે, આશ્રમમેં, ઘરમે, મોસી કે ઘર, મોસા કે ઘર, દોસ્ત કે ઘર, છત પર, જંગલમે, મેદાનો મેં, મકાનો મેં, પહાડો પે યા પાડોશી કે ઘર ઇન્હોને એક ભી લોકેશન નહિ છોડા હે જિસે સેફ જોન કહે શકે. કુછ દિનો પહેલે તો એક ટીઝર મેં ઇન્હોને પરગ્રહ વાસીઓ કો ભી બુલા લિયા હે. લોગો કો ભી તો ચાહીએ…

દૂધ કે દાંત ગિરતે નહિ હે ઓર દાઢમાં સેક્સ ફૂટી નીકળતા હે

સાલા ઇન સબ કે ચલતે આસપાસ કા હાલ યહ બન ચુકા હે કી કચ્છા બેચને કા એડ ભી આતા હે તો હીરો હિરોઈન કો ઈમ્પ્રેસ કરતા હે, સેન્ટ લગાતા હે તો ઈસલીયે કી લડકી પટે, તેલ લગાયેગા તો ઉસ લિયે, ગંજી પહેનેગા તો એટલે, પટ્ટા, બેલ્ટ, બીડી, ગુટખા, સાઇકલ, કાર, બ્રસ, ટીવી ફ્રીજ, મોબાઈલ, બાઈક કુછ ભી દેખ લો લક્ષ્ય હોગા લડકી ઈમ્પ્રેસ કરના. ઉ કા હે કી જીવન મેં ઓર કોનો કામ તો હમાયે પાસ હે નહિ. અબ નહાયેંગે ઓર દોગરેજ સાબુસે નહાયેંગે નહી તો છોરી કેસે પટેગી…? અગર છોરી હે તોએડમે છોરા પાટાને વાસ્તે વો હર ચીઝ ઉસે ખરીદની હે, ઓર અગર છોરા હે તો ઉસે છોરી પટાને વાસ્તે વો ચીઝ ખરીદની હે… સમજ રહે હો… હમે કપડે સિમલ કે પહેનને હે તાકી છોરી પટેગી, ઝાંગીયા પહેનના હે દમુલ રચ્ચોકા કાહે કી ઉસસે છોરી પટતી હે, ઇસ કંપની કા કચ્છા ઓર ગંજી હોંગે તો વો કા કહેતે હે બડે આરામ સે… સાલા ડિયો ઉડાકર રાસ્તે પર ચાલો તો છોરીયા ફૂદકકર ગોદમેં પડ રહી દિખાતે હે… એસે થર્ડ ક્લાસ એડ કે કન્સેપ્ટ કરોડો લેકર એસી વાલે ઓફીસમેં બનતે હે… મતલબ કી કિસ હદ તક આપકે ઈમોશન કા ફાયદા ઉઠાયા જા રહા હે… દેખિયે ફિર સે મથાળે વાળી વાત રહી ગઈ…

છોટે બચ્ચે બડે સચ્ચે, ઓહ સોરી છોટે બચ્ચે મગજ કે કચ્ચે

પિછલે દિનો એક ઘરમે કોઈ ફંક્શન થા, બચ્ચા સુબહ સે નયે કપડે પહનકર ચકાચક તૈયાર હો ગયા થા. કયો હુઆ થા એને જરાય ખબર નહી. પણ જબ ઉસસે ફંક્શન પુરા હોને કે બાદ પૂછા ગયા કી ભાઈ તું તૈયાર કયું હુઆ થા. તો ઉસકા જવાબ ચોકાને વાલા થા. છોરા કહે રહા થા કી ઘરમે લડકિયાં આને વાળી થી ના… સસુરા આઠ નો સાલકા બચ્ચા યહ નહિ જનતા કી લડકિયોં કે સામને કયો અચ્છા દિખના હે, લેકિન માનસિકતા વહી સે સડના શુરુ હોતી હે જહાં સે ટીવી ફીવી મોબાઈલ ફોબાઇલ કે ચક્કર મેં પડતે હે. યહ રોગ બડા ધીરે ધીરે ગુલતા હે ઓર ફિર સડન કબ શુરુ હો જાતી હે સમજ નહિ આતા, લેકિન યહ બીમારી કોરોના કી તરહ બહોત જલ્દી ફેલતી હે. દુસરા પ્રસંગ હે જબ કિસી પબ્લિક પ્લેસમે ખડે હુએ એક બચ્ચે કો ગાલી દેતે હુએ રોકા થા, ક્યોકી વહા કુછ લડકિયા ઉભી હતી. અંદાજન ઉસકી ઉમ્ર ૧૩ યા ૧૪ રહી હોગી. ઉસકા જવાબ આતા હે કી તમારા માટે આ નવું હશે, અમે તો આવી કેટલી વાપરી નાખી. સ્ટ્રેન્જ બટ યસ ઇટ્સ સાચું… આ ગંદકી પ્રસરે છે, શીખાય છે અને ધીરે ધીરે સ્વભાવમાં ખદબદી ઉઠે છે. આજના ૧૪ વર્ષના છોકારને પણ ખબર પડે છે બધી જ જે આપણા સમયમાં અસ્તિત્વહીન હતી. દસમાં ધોરણથી તો ભાગી જવાના પ્લાન હોય, સાતમાં આઠમાં ધોરણમાં પ્રેમ થાય… સ્ટ્રેન્જ… કારણ કે પ્રેમ શું છે એ સમજતા તો ૪૦ વર્ષના પુખ્તને પણ વર્ષો લાગી જાય, એવો આ શબ્દ એમને સમજાય એ શક્ય નથી પણ છતાં આવું થાય છે. આ પ્રેમ ઓછો અને વિકૃતિ વધુ હોય છે, ઓર સચ કહું તો યહી તો હે નસ્લ બરબાદ હોને કી શુરુઆત…

સબંધોમાં ગોળાઈ રહ્યા છે, સ્વાર્થના બીજ

સમય સંજોગ અને પ્રેમની વિભાવનાઓ સદંતર બદલી નખાઇ છે. માનસિકતાએ એવો તે ભરડો લીધો છે કે સબંધ સમજવામાં સબંધો હોમાઈ રહ્યા છે. લાગણીઓ ચકનાચૂર અથવા મસળાઈ રહી છે. વિકૃતિનું વિષ સતત પ્રેમના અમૃતને અંતની તરફ ધકેલી રહ્યું છે. સબંધોમાં હવે સુગંધ ઓછી અને સ્મેલ વધુ આવે છે, ક્યારેક ક્યારેક એમાં સામંજસ્ય નથી હોતું તો ક્યારેક વિકૃત માનસિકતાની બદબૂ એમાં ચારેય કોરના આવરણમાં ઘેરાઈ જાય છે. પરિણામે સબંધોમાં ઝેર ઘોળાઈ રહ્યા છે. દરેક સબંધ હવે લાગણી જોયા વગર મતલબને ધ્યાનમાં રાખીને અસ્તિત્વ પામી રહ્યા છે. હવે સામાન્ય લાગણીને પણ માનસિકતાના ત્રાજવામાંથી પસાર થવું પડે છે. સહજતા અને નિખાલસતા નાશ પામી રહી છે. રાધા કૃષ્ણ જેવો પ્રેમ તો સદીઓથી અપ્રાપ્ય જ રહ્યો હતો, પણ હવે તો ગોપી સાથેના કૃષ્ણ જેવો પ્રેમ પણ વેલ્ટીનેટર પર આવી ગયો છે. પ્રેમની પરિભાષા બદલાઈ ચુકી છે, સબંધોમાં ગ્રહણ લાગી રહ્યા છે. અને આ ગ્રહણ લગાડવામાં સૌથી મોટો ફાળો ફિલ્મ, સીરીયલ અને ખાસ હવે શરુ થયેલા આ વેબ સીરીજ કલ્ચરે ઉભું કર્યું છે. કારણ કે આ બધું હવે આંગળીના ટેરવે સહજતાથી અને સર્વત્ર મળે છે, એને મોબાઈલ છીનવ્યા વગર રોકી શકવું અશક્ય છે, અને એટલું અશક્ય આજના બાળકોને મોબાઈલ વગર જીવતા રાખવું છે. સ્ટ્રેન્જ બટ એક હજાર ટકા સાચું…

અગર વો કુછ કહેતા/કહેતી હે તો જાહીર હે વહી કરના હોગા

આ રોગ સૌથી વધારે યુવા અને સર્વવ્યાપી ફેલાઈ ચુક્યો છે. હવે સતત એમાં વિસ્તાર થઇ રહ્યો છે. આ શો અને બધું જોઇનેં એને વધુ પ્રેરણા મળી રહી છે. પીઠબળ મળે છે કે યસ આ બધું તો હોવું જ જોઈએ. વિકૃતિમાં સહજતા હોમાઈ ગઈ છે એ તો સમજાય પણ સબંધની શરૂઆત જ હવે ત્રાજવામાં તોલીને થાય છે. સ્ત્રી પુરુષ વચ્ચે આ વિકૃતિએ એટલી મોટી ખાઈ સર્જી દીધી છે કે હવે સ્ત્રી અને પુરુષ જ શંકાનું બીજું કેન્દ્ર બની ચુક્યું છે. ક્યાંક ક્યાંક તો આવા તુચીયાપા જેવા વાક્યો પણ અમોઘ સત્ય માની લેવાય છે કે, ‘એક લડકા ઓર લડકી કભી દોસ્ત નહિ હો શકતે’. કાહે નહિ હો શકતે? કયોકી લોગોને ઉસી કો જીવન કા લક્ષ્ય સિર્ફ સુના નહિ માન ભી લિયા હે. પરિણામે હવે સ્ત્રી પુરુષના સબંધને જ શંકાનું કેન્દ્ર જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ હોય એટલે વિકૃતિ આપો આપ મનમાં જ આવી જાય એવું લોકોએ સ્વીકારી લીધું છે, બસ ભૂલ થાય છે એ સમજવામાં કે આ વિકૃતિ તમારા મગજમાં છે કે એના મગજમાં? જવાબ હાયપોથેતિકલ છે. આજના સમયમાં સ્ત્રીનું પુરુષના સંપર્કમાં આવવું કે પુરુષનું સ્ત્રીના સંપર્કમાં આવવું એટલું મુશ્કેલ છે, કે બંને એકબીજાને જવાબ સુધ્ધા આપતા એટલું વિચારે જેટલું લગ્નની હા પાડવા માટે વિચારવું જરૂરી હોય છે.

શરતો અને બંધનો સતત વધી રહ્યા છે, કરારબદ્ધ થતો પ્રેમ

ફ્રેન્ડ બનવાની વાત હોય કે ગર્લ ફ્રેન્ડ, પત્ની બનવાની વાત હોય કે છુટા છેડા લેવાની વાત બધેય હવે સ્ત્રી પુરુષ આવે એટલે શરતો જરૂરી બની જાય છે. યહ હો ગયા તો? મીન્સ વોટ… સમજ નહિ આતા, હમે યા આપકો નહિ જો કરતે હે ઉન્હેં ભી સમજ નહિ આતા. પણ બંધન અને શરતો વધી છે. સ્ત્રી દ્વારા પુરુષ અથવા પુરુષ દ્વારા સ્ત્રી (જો કે સ્ત્રીઓમાં આ વધુ જોવા મળે છે) હાય પણ કહેવામાં આવે તો એના જવાબને વાળતા પહેલા અનેક કુવિચાર બંને બાજુ પસાર થાય છે. બસ આ જ એ વિકૃતિની સાબિતી છે, જે હવે તમારા સ્વભાવમાં વણાઈ ગઈ છે. સમયની સાથે આ તમારામાં એવું ઘર કરી ગઈ છે કે એનો કોઈ તોડ રહ્યો નથી. જો કે લોકોને પણ આવું જ જોઈએ છે, શરતો સાથે બધું ચાલે પણ શરતો વગર કઈ નહિ. પરિણામે આજના સમયમાં બાકી સાચા પ્રેમ કરવા વાળા, સંસ્કારી, સાદગીમાં જીવનારા, સીધા માણસો, ઘરનું વિચારતા લોકો, થોડાક કરિયર ફોકસ વાળા યહ સબ તો માણસ જ નહિ ગણવામાં આવતે. ઉન્હેં કહાં જાતા હે તુચીયા (વાસ્તવિક શબ્દ તમારાથી કે મારાથી અજાણ્યો નથી પણ થોડુક વ્યવસ્થિત લાગે) કહેવાય છે. પરિણામે આવું રહેવું પણ હવે શોષિત બનાવે છે. મજબૂરી વસ લોકો આ કલંક ભૂસવા એવા બનવા પ્રયત્ન કરે છે જેવા તેઓ નથી. એ લોકો એવા લોકોની દેખાદેખી કરે છે જે આ માર્ગે પોતાને માચો મેં ગણાવે છે. અને અહીંથી શરુ થાય છે ગંદકીની સુગંધ બરબાદ કરવા તરફની સફર… જ્યાં અનેક વાસ્તવિક લોકો પણ આ આભાસી જીવનમાં ધકેલાઈને બરબાદ થઇ જાય છે…

એસા કાહે હોતા હે, લડકી લડકા સહજ કાહે નહિ રહેતે

ક્યોકી યહ વિકૃતિ એક તરફ હી નહિ, દોનો તરફ બરાબર હોતી હે. કોઈ એક સહજ હો ભી જાયે તો દુસરા સહજ હોકર બીના તોલે વિચારી જ નહિ શકતા ને. એક બાજુ વિદેશી જેવું બનવું છે અને બીજી બાજુ પોતાના શરતી બંધનોમાં બંધાઈને પણ રહેવું છે. મતલબ કે ખુલકર બેઠના ભી હે ઓર કોઈ દેખે ભી નહિ, ઓર અગર કોઈ દેખ લેતા હે તો ગુનેગાર ભી વોહી. મતલબ હમારા હી રાજ ઓર હમ હી રાજા, યહ શુરુઆત હે અધિકારો પે તરાપ મારને કી… જહાં સે કાયદાની પથારી ફેરવવા એના નકારાત્મક ઉપયોગને વેગ મળવા લાગે છે. એટલે કે વાતાવરણ એવું બની રહ્યું છે કે લોકોને લાજ શરમ રાખવી પણ છે અને બેફામ બનીને જીવવું પણ છે. ઓર આજ કે ઇસ જગત મેં જે લોકો બે કબુતર સાથે બેસવા નહિ દેતે હે, ઉસ જગ્યામે કે સંસારમે સાચા પ્રેમની આશા પણ હું કામ રાખવી. પરિણામે આ જ માનસિકતા આવા કિસ્સામાં કામ કરે છે. છોકરો હોય કે છોકરી બંનેના મન આ જ ત્રાજવા લઈને બેઠા હોય છે. છોકરો કોઈ પણ છોકરી સાથે વાત કરતા એના મનનું અથવા છોકરી છોકરા સાથે વાત કરતા એના મનનું આ કલુસિત જ્ઞાન એમાં ઉમેરીને જ વિચારતા હોય છે. એટલે સબંધોમાં સુધાર આવતો નથી સહજતા કે નિખાલસતા એમાં આવતી જ નથી. પરિણામે એકબીજા પ્રત્યે અવિશ્વાસ હંમેશા યથાવત રહે છે. અહીંથી સબંધમાં પ્રલયની શરૂઆત થાય છે.

બેબી આઈ વોન્ટ તું કિસ યુ, તેરે સાથ વક્ત બિતાના હે

આ બદલાવ વિચિત્ર છે, ભયાનક છે, ડારાવણું છે અને એથી વિશેષ આ જોખમી છે. કારણ કે આ વિકૃતિનો પ્રભાવ તમારા સબંધોને કોતરી ખાય છે. સહજતા એમાં આવતી જ નથી કારણ કે તમારા દરેક ક્ષણ પર આ વિચારધારા અને માનસિકતાનો સીધો પ્રભાવ પડે છે. તમેં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને સહજ થઈને કાઈ નથી કહી શકતા, કારણ કે તમને હંમેશા એ ડર રહે છે કે સામેનું પાત્ર એને કેવી રીતે લેશે એ સમજાતું નથી. લાગણીઓ જેવું હવે કાઈ રહ્યું નથી, બધા શબ્દોનું નીરાધારણ પ્રીડીફાઈન વિચારધારા પ્રમાણે જ થાય છે. તમે તમારા સાથીને ક્યારેય સહજતા પૂર્વક એ નથી કહી શકતા જે તમે ઈચ્છો છો, જેમ કે ચૂમવું અથવા સાથે સમય વિતાવવો… આવું કહેવાય તો પણ એમના કરારબદ્ધ વાત કરવી પડે છે. કારણ કે ચૂમવાનો મતલબ સામે વાળું શું લઇ લેશે એ વિચારીને આપણે હંમેશા ડરમાં રહીએ છીએ. ક્યાંક સાથે સુવાનું કહીએ અને એ સેક્સ સમજી લે તો, કેમ સમજે એનો જવાબ આપવાની જરૂર નથી. કારણ કે એ આપણા સ્વભાવનો એક ભાગ બની ચુક્યું છે. એ વિકૃતિ હવે આપણી નસ નસમાં વહેવા લાગી છે, જેનાથી આપણને દુર રાખવા પ્રયત્નો થાય છે. અથવા જેને આપણે હમેશા છુપાવવા અથવા એનાથી હંમેશા પોતાને અલિપ્ત રાખવા પ્રયત્નો કરો છો. ઉલટાનું જેટલા પ્રયત્ન કરો એટલું એ મક્કમ બને છે. વો કહેતે હે ના, તુજે ભૂલના તો ચાહા લેકિન ભૂલા નાં પાયેન…

લાગણીઓ જેવું કાંઈ નથી હોતું, બસ સેક્સ પરમ સત્ય છે

હાલમાં જ્યારે વિકૃતિનો દોર ચાલી રહ્યો છે, ત્યારે પ્રાકૃતિક હોવું અને નેચરલ હોવું બહુ વિચિત્ર વર્તન બની ચૂક્યું છે. લોગ હલાહલ એલીયન કે જેમ દેખતે હે, તમને અનુભવ હોય તો… જે લાગણીઓ પહેલાના સમયમાં સત્યની સમકક્ષ હતી એ જ સાચી લાગણીઓ પણ લોકોને હવે વિકૃતિ લાગે છે, કારણ કે અંદર પહેલાથી જ આ બધું ભરેલું પડ્યું છે… ચશ્માં જ પીળા હોય તો દેખાય પણ પીળું જ ને. હા કુછ એવા એવા જ આજકાલ આજુ અને બાજુ અથવા જેટલી છે એટલી બધી બાજુ જોવા મળી રહ્યા છે. એવામાં કોને તમે શું કહીને, શુ ડુંગળી (કાંદા એમ વાંચવું) કાઢી લેવાના…? હાલ એવા થઈ ગયા છે કે પ્રેમીઓ વચ્ચે પણ પ્રોટોકોલ આવી ગયા છે. શરતો અને બંધનોના બાંકડે બેસીને સંબંધોના સપના સેવાઇ રહ્યા છે. અને આજકાલના તો સબંધ પણ કેવા… વધારે યાદ કરો તો હેરાન પરેશાન હો જાતે હે સનમ… હાવ ન કરો, રોતો કહેશે આપને તો હમે હાવ ભૂલા દિયા હે (અચ્છા સિલા દિયા તુને…)… ભૂલી જશો તો કહેશે તમારે હવે શું જરૂર કે અમારા જેવાને (ઇતના હરામીપન આવતા ક્યાંથી હશે)યાદ કરો, જાણે ઇ કરી લે તો નાના પપ્પાના થઈ જાય… અને જો ના ભૂલો તો કહેશે લપ લઈને બેસી જાય છે… કાઈ કહો તો કહેશે આવું કહેવાનું ને તેવું કહેવાનું ને… ના કહો તો ઓર જ્યાદા સમસ્યા. આપણે એવા વાતાવરણને આસપાસ ઉભું કર્યું છે કે જીવનમાં બસ હવે કોઈ પણ છોકરી સાથે વાત કરવી હોય તો આ જ શબ્દો હોવા જોઈએ – મારી સાથે સેક્સ કરીશ. કારણ કે છોકરા તો વાતને લાયક જ નથી રહી ગયા. બધાના મતે દરેક સ્ત્રી પુરુષ સબંધનો એક માત્ર નિર્ધારિત ગોલ છે અને એ છે સેક્સ… કારણ કે જીવનનો ઉદ્દેશ્ય તો સેક્સ છે. જે એમની સાથે તો થાય નહિ, એટલે બસ… આ જ હોવું જોઈએ. કારણ કે જે માનસિકતા જોવા મળી રહી છે અથવા સર્જાઈ રહી છે એ પ્રમાણે.. આના સિવાય તો કાઈ હોય નહિ, હોય તો દેખાય નહિ… દેખાય નહિ એટલે સમજાય નહિ… સમજાય નહિ એટલે અર્થ ના નીકળે અને નીકળે નહિ તો ફિર સબંધ કા ફાયદા ક્યાં, જબ કોઈ ફાયદા હી નહિ… બસ ફાયદા હોધતે રહો…

નહી ઇતના ગંદા દિમાગ લાતે કહા સે હે ?

ઘણીવાર આવા બધા જોઇને ગુસ્સા આવતા હે, માથા ફોડ દેને કા મન તો કરતા હે લેકિન ક્યા કરે. આસપાસ ભી તો મહોરે વાલે લોગ હી વસતે હે, વહી લોગ જો બોલતે બીજું હે અને કરતે બીજું હે. વેસે યહ સબ દેખના ગલત નહિ હે, પર જબ યહ સબ બરબાર દિખાકર મનમેં ઠુંસા જા રહા હે તબ ગુસ્સા આતા હે, કી આખિર યહ લોગ ક્યાં ચાહતે હે, કયો કરતે હે ઓર કિસ લિયે કરતે હે? કભી કભી લગતા હે ઇન લોગો કી વજહ સે હી ભારતીયો કા તો જીવન હી BC (બોલના ચાહતા હું વાંચવું) બરબાદ હો ચુકા હે… નહી મતલબ સોચને વાળી વાત છે ને કી યહ લોગ સારે ઇકઠ્ઠે હોકર આટલી વિકૃતિ કયા માર્કેટમાંથી લાવતે હે, અને આ બધું એમને વેચતા કોણ હે? આખિર ઇતના વિકૃત કોઈ કેસે હો શકતા હે. એસા દેસી કારખાના ચલાને સે અચ્છા હે પોર્નહબ હી જોઈન કરલો, તાકી હમે પતા ચલે આપ ચાહતે ક્યાં હે… સાલા ઇન્હી કુછ ગીને ચુને લોગોને પુરી પ્લાનિંગ કે સાથ યુવા લોગો કે દિલમે યહી બિઠા દિયા હે કી જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ હે… યહ સારે શો અગર લગાતાર મહિના દેખ લો તો માનસિકતા ક્યાં બદલેગી હમે તો યહી લગને લગેગા કી શાયદ હમારા જન્મ હી ઇસ લિયે હુઆ હે. આ ગંદકી જે આ લોકો રોજ વહેંચી રહયા છે… એ બહુ જલ્દી દેશની પત્તર ઠોકી નાખશે…

બી રેડી ફોર ગોઇંગ ટુ લીવ ઇન હેલ વિથ ફ્યુચર

અબ કોઈ સંસ્કારી લોંડા આકર સલાહ દે દેગા, કી ઓ ભાઈ વિદેશ મેં ભી તો ચાલતા હે. તો ઉસકે લિયે સીધા સા જવાબ અરે ઓ ધોંચુ, મેં વિકૃતિ કી બાત કર રહા હું જો અચ્છે મેં લપેટ કે દી જા રહી હે. અગર યહી બિઝનેસ કરના હે તો વિદેશીઓ કી તરહ ઉઘાડે હોકે કરો તાકી લોગો કો સમજ આયે કી ઉન્હેં ક્યા દેખના હે ક્યા નહિ. સાલા નામ અચ્છે કા દેકર ગંદા કાહે? અબ જ્યાદા હમ ક્યાં કહેંગે બસ યહી કહેંગે કી ભગવાન હી બચાવે હવે આ દેશની નસલને બરબાદ થઈ જતા… આ સડતી જઈ રહેલી યુવા પીઢી દેશના ભવિષ્યમાં શુ ચાંદ ફોડી લેવાની કે ઝંડા રોપી દેવાની છે, એ વિચારવા લાયક પ્રશ્ન છે… આ વિકૃતિનો તોડ હવે જરૂરી છે… તમે એક પિતા છો, માતા છો, બહેન છો, ભાઈ છો, પત્ની છો પતિ છો કે ભલે નાના બાળક છો કે ગમેં એ પાત્રમાં તમે ભલે ને છો… પણ આ વિકૃતિ તમને દરેક સ્તરે, સ્થળે અને સમયે આગળ જતા નડવાની છે… બી પરિપેરડ ફોર જહાંનુમ જેસા ફ્યુચર… ક્યોંકી ઇતની ગંદગી હોગી કી જીના તો ક્યાં મરના તક મુશ્કિલ હો જાયેગા…😭😭

~ શ્રી શ્રી પરકાયા પ્રવેશ્યા પછીના સુલતાનાનંદજી

( નોંધ : આ વાંચીને જો કોઈને પણ ખોટું લાગે તો માફ કરજો… પણ આ જ થઈ રહ્યું છે, અને જો તમને વાંચીને ખોટું લાગે છે તો જરા વિચારો કે નજીકના સમયમાં જ જયારે આ બધું વાસ્તવિકતા બનીને તમારી સામે આવશે ત્યારે કેવા હાલ થશે…? અસ્તુ… છતાય ખોટું લાગે તો આર્ટીકલ કરજો ખસતું)

One Reply to “સેક્સ નહી તો જીવન મેં કુછ નહિ : સીરીયલ, વેબ સીરીજ, માનસિકતા પ્રેમ ઓર જીવન કા એક માત્ર લક્ષ્ય સેક્સ

  1. ઘણી બધી બાબતો ને તમે આવરી લીધી છે, આ મગજની વિકૃતિ ઉતપન્ન કરવામાં આવી છે લોકોના માનસપટ ઉપર, એક આ બાબત ખરેખર વિચારવા યોગ્ય કે તમને પોર્ન ના લીધે બળાત્કાર ના કેસ વધવાની અને લોકોના મગજ બગડે એવું લાગે 6 જ્યારે વેબસિરિઝ નામથી તમે પોર્ન પીરસવામાં આવે 6 જેનાથી વધુ ગલગલીયા થાય છે, જે વસ્તુને છુપાવામાં આવે લોકો એ તરફ જ આકર્ષે ને લોકો વધુ જોવા જશે………

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.