Filmystan Gujarati

Sex Education – Film Review

ફિલ્મ રીવ્યુ – સેક્સ એજ્યુકેશન
રિલીઝ ડેટ – ૨૨ જૂન ૨૦૧૮
ડાયરેકટર – પ્રણવ પટેલ
પ્રોડ્યુસર – દિપક જાંગીડ, કિશોર જાંગીડ
સ્ટાર કાસ્ટ – સંજય પ્રજાપતિ, યેશા ગાંધી, દિવ્યા ભટ્ટ, ચેતન ડાહીયા, હરેશ દાગીયા, કોમલ પંચાલ, સમર્થ શર્મા, રાજન ઠક્કર, અને અન્ય…

સ્ટાર :- 4.5/5.0 ★

તો વાત કરીએ શિક્ષણની, અરે પણ શિક્ષણ એ તો વ્યવસાય બની ચૂક્યું છે. બરાબર ને…?

આવું તમે ઘણે સાંભળ્યું હશે. પણ, આપણી માનસિકતા પણ એટલી જ હદે વ્યવસાયિક અને સામાજિક થઈ ગઈ છે… એનું શું…?

સામાન્ય ભાષામાં અને સ્પષ્ટ શબ્દોમાં કહું તો ભારતમાં શિક્ષણને મજત્વ જ કેટલું આપાય છે…? નવમા દશમાં ધોરણમાં વિજ્ઞાન વિષયમાં આવતા એક પાઠને સાવ કોરો ધાકોર, અને કારણ વગર જ ઉડાડી દેવાય છે… કેમ…? બસ એટલે કે આ વિષયને જાહેરમાં ભણાવતા શિક્ષક ગભરાય છે, ડરે અથવા એ પોતે પણ આ જ માનસિકતાના રોગથી પીડાય છે…

આપણે વાત કરી રહ્યા છીએ એજ્યુકેશનની એટલે જરાક એ પણ કહી દઉં, કે તમે શું માનો છો એજ્યુકેશન વિશે…? એજ્યુકેશન ક્યારેય, માત્ર પુસ્તકિયું જ્ઞાન ન હોઈ શકે. કારણ કે જ્ઞાનનો અર્થ જ ઉદય થાય છે, અને આપણે બધા જાણીએ જ છીએ કે સૂરજના પ્રકાસ પડવાના કોઈ નક્કર ચોખટા નથી હોતા. બસ એજ્યુકેશનમાં પણ એવું જ છે. એના ઘણા પ્રકાર છે, પણ બધાની વાત નથી કરવી મારે જસ્ટ એકની વાત કરવી છે. આ પ્રકાર એટલો બધો prohibited છે, કે એનું નામ લેતા પણ લોકોના મનમાં કેટલાય વિકૃત વિચારો આવી જાય છે. તો આ પ્રકાર કયો છે, તો એ પ્રકાર છે સેક્સ એજ્યુકેશન. એક સેક્સ એજ્યુકેશન કે જે આજથી હજારો વર્ષો પૂર્વે દર્શાવેલ વાત્સ્યાયન મુનિના ગ્રંથમાં પણ નિઃસંકોચ દર્શાવાયેલો છે, તો પછી એના પર આટલા બધા બંધનો કેમ…? શુ એના અભાવે થતા નુકશાનો આપણાથી અજાણ્યા છે…? શુ એ જ્ઞાનના અભાવમાં બાળકો ભણવાની ઉમરમાં આડી લાઈને ચડી રહ્યા છે, એ સત્ય નથી…?(જો કે આપણો ભદ્ર અને સભ્ય કહેવાતો સમાજ એ ઊંધું માનતો રહ્યો છે, એ વાત અલગ છે.) પણ વાસ્તવમાં આ એજ રસ્તો છે જે અસંખ્ય યુવાનોના ભવિષ્યને બચાવી શકે છે…? હા, શરૂઆતમાં આ સ્પ્રિંગ થોડી ઉછળશે. કારણ કે વર્ષોથી એને દબાવી રાખવામાં આવી છે, પણ ટૂંક સમયમાં એ સામાન્ય થઈ જશે. સમજ વિકસવાથી એ ઉછળકુદ આપોઆપ ઘટી જશે.

તો આવા જ એજ્યુકેશનલ વિષય સાથે એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આઈ મીન કે આવી ચુકી છે. યુનિક, એન્ટિક અને ફેન્ટાસ્ટિક કન્સેપ્ટ સાથે આ ફિલ્મ આપણી નજીકના સીનેમાઘરોમાં પણ ઉપલબ્ધ થશે.

★★ સ્ટોરી અને માનસિક ઓવરડોઝ વિશે

વર્ષોથી બંધનોમાં બંધાયેલી સંકુચિત અને ભદ્ર ગણાતી સભ્ય માનસિકતા માટે આ ફિલ્મ કદાચ પચાવી શકવી ઓવરડોઝ બની શકે છે. પણ, વાસ્તવમાં આ ફિલ્મ ખરેખર સમજવા લાયક છે. જેમ દરેક વાતના બે અર્થ હોય છે, એમ દરેક શીખના પણ સમજ મુજબ બે ભાગ થઈ જતા હોય છે. એટલે સારું કેટલું શીખવું અને ખરાબ કેટલું શીખવું એ આપણી માનસિકતા અને સાંજ પર આધાર રાખે છે. શિક્ષણના prohebited પ્રકાર માટે એક શિક્ષકની લડત કાબિલે તારીફ છે. જ્યારે સામાજિક માનસિકતા સામે લડવાનું આવે ત્યારે યુદ્ધ બહુ કપરું બની જાય છે, છતાં પના યુદ્ધ ખેલાય છે. દરેક પગથિયે મળતી વેદના પછી, આભ આંબ્યાનું જે સુખ મળે છે. સુખ ખરેખર અકથ્ય હોય છે. આ ફિલ્મ પણ આ શિક્ષણના રિસ્ટ્રીકટેડ ભાગને દર્શાવે છે, અને આ ભાગ દ્વારા સામે આવતા નકારાત્મક પાસઓથી અવગત પણ કરાવે છે.

★★ સ્પેશ્યલ પ્રોહેબીટેડ & રિસ્ટ્રીકટેડ એજ્યુકેશન ટીચર – મી. માનવ :-

‘બેટા તું ડિફરન્ટ બનજે, પણ ડિટરજન્ટ નહીં. કારણ કે ડિટરજન્ટ માત્ર ધોવાના કામે આવે છે.’ પિતાના આ વાક્ય સાથે શિક્ષક બનવાના સપના, અરમાનો અને the birning desire લઈને શિક્ષક બનવા નીકળેલો એક વ્યક્તિ. આઈ મીન ત્યાં સુધી વ્યક્તિ જ્યાં સુધી એ ભણાવવા નથી લાગતો. શિક્ષક તો બની ગયા, પણ પછી શરૂ થાય છે સ્ટ્રગલ. સ્ટ્રગલ prohebited શિક્ષણના પ્રકારને અમલમાં મુકવાની, સ્ટ્રગલ એક શિક્ષકની વ્યથા કોઈને ન કહી શકવાની, સ્ટ્રગલ પોતે સાચા હોવા છતાં માનસિકતાના ગુલામો સામે ઝુકી જવાની અને સ્ટ્રગલ એ જ લડાઈમાં પાછા કુદી પડવાની.

★★ ઇનસાઈડ ધ સ્ટ્રગલ :-

એક શિક્ષકનો દીકરો શિક્ષક હોય એ જરૂરી નથી, પણ જ્યારે દીકરો પિતાના વ્યવસાય અને કાર્યોથી ઇનસ્પાયર થયેલો હોય તો એ શક્ય છે. પ્રેમમાં છેતરાયેલી સ્ત્રી જ્યારે પોતાની જ દુશ્મન બને ત્યારે જે પરિસ્થિતિ સર્જાય, એ પોઇન્ટ ઓફ વ્યુથી ફિલ્મની શરૂઆત થાય છે. અને ફિલ્મ પુરી થતા સુધીમાં એ પણ સમજાઈ જાય છે, કે કોણ વાસ્તવિક પણે સાથ આપે છે અને કોણ ખાલી લાભ લેવાના આશયથી ચાહે છે. આમ તો આ પ્રેમ હોય જ સ્વાર્થી છે, પણ ક્યારેય એટલો સ્વાર્થી ન હોઈ શકે કે એની જ આંખોમાં આંસુઓ બનીને છલકાવા લાગે જેમાં તમે ઓતપ્રોત છો. આ તો નર્યો સ્વાર્થ થયો ને…? બસ આવું જ કંઈક એજ્યુકેશન, સમજ અને વાસ્તવિક જ્ઞાનની દિશા દર્શાવવામાં ફિલ્મ સતત આગળ વધે છે. અંતે સ્ટ્રગલ કરતા શિક્ષકની વિજય થાય છે, અજય શાસ્ત્રી શાસ્ત્રો મૂકી દે છે, આઈ મીન કે સામાજિક અને સંકુચિત માનસિકતાના એમના પટલ ખુલી જાય છે.

બાકી તો ફિલ્મમાં માત્ર શિક્ષણના હેવી ડોઝ કોઈને જોવા ન ગમે એટલે હળવાશ સાથે જ્ઞાન આપવાનો પૂરતો પ્રયાસ ફિલ્મમાં છે. શરૂઆતમાં પહેલા જ કહ્યું તેમ આ બધું ઓવરડોઝ લાગશે જ, પણ તમારામાં રહેલા ઘણા બેરીયર્સ તૂટશે. અને આ બેરીયર તૂટ્યાનો તમને આનંદ પણ થશે.

★★ વિરોધ અને અસામાજિકતા અંગેના આરોપ પ્રત્યારોપ.

બેશક આ મુદ્દો ભદ્ર સમાજ માટે અઘરો છે, પણ એનો વિરોધ દર્શવવા મક્કમ પાત્ર ફિલ્મમાં મુકાયું જ છે. ચેતન ડાહીયા કે જેમણે ધર્મ સંગઠનના પાત્ર તરીકે સતત સમાજના ચિંતિત વ્યક્તિ તરીકે સતત વિરોધના તર્કો રજુ કર્યા છે. પણ, આ તર્ક આખરે તો સાબિત નથી જ થતા. કારણ કે સંસ્કાર સીંચનમાં આ સંસ્કારોનું પણ મહત્વ છે. આ ફિલ્મમાં બાળકોની એ વ્યથા પણ છે જ કે અમુક પ્રશ્નો એવા નક્કર હોય છે કે જે બાળકો પોતાના પેરેન્ટ્સ સાથે ડિસ્કસ નથી કરી શકતા. આમ, વિરોધના વંટોળ ફિલ્મમાં સતત મી. માનવની આસપાસ ફરતા રહ્યા છે.

★★ ફિલ્મ ડાયરેક્શન, મ્યુઝીક અને ડાયલોગ્સ. :-

ડાયરેક્શન, કન્સેપ્ટ અને કંઈક અલગ વિષય સાથે આગળ આવવાનો પ્રયાસ ખૂબ જ સરસ છે. શરૂઆતમાં વલગર પણ જોયા પછી અભિપ્રાય બદલાતા વાર ન લાગે એવો યુનિક આઈડિયા છે. જરૂરિયાત છે પેશન્સની, સમજની, માનસિક બેરીયર્સમાંથી છૂટ લઈને લોજીકલી વિચારવાની, અને આધુનિક યુગમાં જરૂરી ડોઝને સ્વિકારી શકવાની. ડાયલોગ્સ ડિલિવરી, ફિલ્મઇઝેશન સહેજ નબળું પડતું લાગે છે, પણ જ્યારે નવા વિષયમાં એન્ટ્રી લો ત્યારે વિરોધ અને ઓછા બજેટમાં બધું કરી શકવુ અઘરું બને જ છે. એટલે એ અસર અહીં જોઈ શકાય છે.

★★ ફિલ્મ જોવી કે ન જોવી…

કંઈક નવું, અલગ અને જ્ઞાનસભર જોવાની જિજ્ઞાસા વૃત્તિ જો હોય, તો ચોક્કસ જોવું. ફિલ્મનું નામ કદાચ અટપટું લાગશે પણ જોયા પછી એ વિચાર પાણીમાં ઓગળતા મીઠાંની જેમ તરત જ ઓગળી જશે. એટલે માનસિક બેરીયર્સ કદાચ તમને રોકી લેવા મથે તો પણ એને અવગણીને એકવાર જોઈજ લેવી.. આમ પણ સિનેમા જાઓ છો તો કોઈકને કોઈક સ્થાને ટિકિટ બગાડવાના જ છો. તો પછી કેમ ન એકવાર કંઇક જરૂરિયાત સંતોષી શકે એવું જોઈએ…? સો… વિચારવાનું તમારે છે…

એકના એક સડી ગયેલા કન્સેપ્ટમાં પૈસા બગાડવા, કે યુનિક કન્સેપ્ટ તરફ આગળ વધવું…

~ સુલતાન સિંહ
( તારીખ – ૨૨ જૂન ૨૦૧૮ )

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.