Exclusive FunZone Gujarati Writers Space

બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને

બ્રહ્માથી પણ મોટા મહાખવિઓને

– કેમ છો ખવિ… મોજમાં ? આજકાલ શું લખી રહ્યા છો ?

“બસ, આમ જ બધું ખાલી ખાલી અમારા મનોરાજ્યનું લખીએ છીએ.”

જો સાંભળ – ” દેખાય ન દેખાય ભલે બાજુમાં રમૂજ બેઠો હશે.”
…… 🤨….🤔…

(સર્જક રાહ દેખી રહ્યા કે હું વાહ ! ઓવારી ગયો એવું કશુંક વખાણમાં બોલીશ. પણ હું કશું બોલ્યો નહિ. એટલે એમણે મને પૂછ્યું.)

“કેમ મઝા ન આવી ?”

આખરે મારે એમને જવાબ આપવો પડ્યો. –
આમ તમારા મનોરાજ્યનું લખો એનાથી મારા મનોરાજ્યને શું ફેર પડે ? આવું લખીને દુનિયાને શું ફરક પડવાનો ?

” એટલે ? મતલબ ? મેં આટલી મહેનત કરી એનું કંઈ નહીં ?
આવી જોડતોડ કરીને કેટલી મથામણ બાદ આ શબ્દમેળ કર્યો… તમને એનો અંદાજ છે ? “
(સર્જક અકળાયા) 😡

– પણ એનાથી દુનિયાને શું ફરક પડે ? તમે આ બધું લખો એનો મતલબ શું ?

“અરે કોઈ મતલબ નહિ ? મારી મહેનત ! આ મારી ભીની લાગણીઓનો કોઈ મતલબ નહિ ? આ બધું લખીએ એનું કોઈ મહત્વ નહિ ? આનંદ પણ નહીં ? “😢
(સર્જક દુઃખી થઈ ગયા.)

એતો તમારી મહેનત, તમને આંનદ મળે ! અમારે શું ? તમારી રચનાથી દુનિયાને શું ફરક પડે ?🤥

(સર્જક હવે અકળામણ સાથે દુઃખ અનુભવી રહ્યા, મને સમજાવી ન શક્યા કે એમના મહાન સર્જનકાર્યથી દુનિયાને શું ફરક પડે ? એટલે હવે કેમ કરીને સમજાવવું એ બાબતે ગૂંગળામણ અનુભવવા લાગ્યા.)

“જો સાહિત્ય તો કળા કહેવાય ! એના માટે કોઈ ઉપાદાન લાગતું નથી. આ કલમ અને કાગળ લો એટલે બસ ! લખો અને મોજ કરો. આજે તો ટાઇપ કરો એટલે બધું ઑનલાઇન છે.”

– માની લઉં કે ઉપાદાન લાગતું નથી ! તો પણ એનાથી દુનિયાને શું ફરક પડે ? અને ખર્ચની વાત કરું તો આ લખાણ લખો એના પ્રકાશનો થાય… વિમોચનો થાય એમાં પબ્લિક ભેગી કરો… એ બધા ખર્ચ જોતા નથી ?
ટૂંકમાં એ બધું કરો તો પણ વાંધો નથી ?
મને જણાવો કે એનાથી દુનિયાને શું ફરક પડે ?

” ફરક પડે એમ કરીને શું બાટકી પડ્યો છે ? જા કોઈ ફરક પડતો નથી. અમે તો ખાલી વાહિયાતગીરી કરીને માનપાન ખાઈએ છીએ… જા… દુનિયાને કોઈ ફરક ન પડે તો શું ? અમે કોઈને નડતા તો નથી ને ? આમ સવાલો કરીને તું શું ફરક પાડી લેવાનો છે ?”

(સર્જક તો હવે બગડ્યા… આમ તેમ મને કેટલું સંભળાવી દીધું. 😆)

– પણ એક વાત કહું સાહેબ ! તમે ગુસ્સે ન થતા, પણ મને હજીય એક સવાલ છે. કે દુનિયાને કશું ફરક ન પડે એવું કામ કરીને પણ લોકોને એમ ભ્રમમાં પાડી શકાય કે ઘણો ફરક પડે છે. એ કેવી રીતે કરી શકો છો ? મને સમજાવો ને !

” એજ તો સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. ભલે અર્થ હોય કે ન હોય, ભલે ગમે તેવું નકામું હોય પણ મજા આવે એટલું બસ હોય યાર ! આ સાહિત્ય છે એમાં પણ તું એક જ સવાલ ઉપર અડી ગયો કે દુનિયાને શું ફરક પડે ? “

– તો પછી તમેં આ બધું લખો છો એમાંથી આ પુસ્તકોમાં કેમ બધાને બતાવો છો ? અને એ પાછું લોકોને ભણવામાં પણ આવે ! અને દુનિયાને કશું ફરક ન પડતો હોય એવું ભણીને લોકોને શું ફરક પડે ?

“જો આ અમારી લાગણીઓ ઉપર અમે આખું પુસ્તક લખી શકીએ એમ છીએ. પણ અમે આટલી મોટીવાત એકાદ બે પંક્તિમાં આ દુનિયા સમક્ષ મૂકીએ છીએ બોલ ! અમારી કેવી મહાનતા અને કેવી સર્જનાત્મકતા ! આમાં છન્દ- અલંકાર અને એવું તો કેટકેટલું સાચવવું પડે, ત્યારે આવી એકાદ રચના જન્મે છે ! કેટલી દુર્લભ વાણી ! તમને એની કોઈ કદર નથી.”

– હા, એટલે જ તો પૂછું છું કે આટઆટલી મહામહેનતે લખેલી તમારી મહાનતાથી ભરપૂર સર્જનાત્મક રચનાઓથી દુનિયાને શું ફરક પડે ?

“અરે ! અમે મહાન સર્જકો છીએ ! અમે બ્રહ્મા કરતાંય મોટા છીએ… અરે… તું શું જાણે ? અમારા સાહિત્ય પ્રદાન માટે અમને ઍવૉર્ડ મળે છે. સરકારો અમારા ઉપર માનપાનથી ખર્ચા કરે, સન્માન કરે છે.

એમ જ નહીં હોય એ બધું ! કંઈક તો ફરક પડતો હશે ને ? એમ જ અમને આખી દુનિયાના લોકો માન આપી દેતા હશે ? એ બધી વાતો તને ખબર છે ? ક્યાંય કવિ સર્જકની મહત્તા બાબતે વાંચ્યું છે ? પામર જીવ !”😡

ના, વાંચ્યું નથી પણ ભણ્યો છું… અને એટલે જ આજે સવાલ કરી રહ્યો છું કે તમે બ્રહ્માથી પણ મોટા છો અને તમને ઘણા ઍવૉર્ડ પણ મળ્યા છે. સરકાર અને લોકો તમારી વાહવાહ કરે છે, તો જણાવો કે એનાથી દુનિયાને શું ફરક પડે ? ☺️

“દુનિયાની ઐસી કી તૈસી ! સંમેલનો અમને માનપાન મળે એ બધા સરકારી ઍવૉર્ડ મળે છે. એનાથી અમને ફરક પડે છે ! એટલે જ અમે લખીએ છીએ. બોલ ! હવે કશું કહેવું છે ?

– ના, મતલબ તમારા સર્જનથી દુનિયાને કશુંય ફરક ન પડે એમ જ ને ? તો તમે બ્રહ્માથી મોટા કઈ રીતે ? ☺️

“અમે બસ સાદાસીધા કવિ – સર્જકો છીએ યાર… માફ કરી દે… કોમળ લાગણીઓ પાળીને બસ મજા માટે લખીએ છીએ.
Ok…ઓન્લી મજા… બસ ખુશ હવે ?

– આપણે બધા આ સાહિત્યને શાળા અને કૉલૅજમાં ભણીએ. ઉપરથી Phd કરીએ. આપણે પણ મજા જ કરીએ છીએ. કવિએ બરાબર કહ્યું દુનિયાની ઐસી કી તૈસી… આપણને મજા આવે એટલે આપણને ફરક પડે. હમજાયું ?

ના સમજાયું ? દુનિયાને કશું ફરક ન પડે કાકાઓ !

આત્મનિર્ભર બનીએ.
😀😂😅

– જયેશ વરિયા

તારીખ : 22-05-2020

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.