Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gujarati

વાત તો સાચી કરો

વાત તો સાચી કરો છો,
પણ ઘણી ચીકણી કરો છો.

પોપડા શાને ઉખેડો?
વાત શું તાજી કરો છો?

દૂધ સર્પોને પીવાડી,
મોટ્ટી ખામી કરો છો.

વૉટ કંટકને અપાવી,
કામ તો સમજી કરો છો.

રોજની ગઝલો મૂકીને,
ફેસબુક ગંદી કરો છો.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.