થોડુંક.. હા, સાવ થોડુંક
મારી મરજી મુજબનું
જીવવાની ઈચ્છા
રોજ પોતાની જ રાખમાંથી
ઉંચકે છે માથું..
પરંતુ
સમયની સાથે
ઘણું બધું સાચવી લેવાની ત્રેવડ
રહે છે અડીખમ
ને, હું..
હોવા અને થવાની ભૂમિકા
બખૂબી ભજવી લઉં છું.
~ લક્ષ્મી ડોબરિયા
Reflection Of Creativity
થોડુંક.. હા, સાવ થોડુંક
મારી મરજી મુજબનું
જીવવાની ઈચ્છા
રોજ પોતાની જ રાખમાંથી
ઉંચકે છે માથું..
પરંતુ
સમયની સાથે
ઘણું બધું સાચવી લેવાની ત્રેવડ
રહે છે અડીખમ
ને, હું..
હોવા અને થવાની ભૂમિકા
બખૂબી ભજવી લઉં છું.
~ લક્ષ્મી ડોબરિયા