Gujarati Writers Space

નૈતિક સમાજ અને અનૈતિક માનવી

આજનાં ભૌતિક સુખ સગવડની માનસિકતાને લીધે વધતું જતું સામાજીક અંતર, ધર્મના નામે ભેદભાવ, શહેર, ગામ, જ્ઞાતિ અને બીજી સમસ્યાઓને કારણે આજનો વર્તમાન સમાજ એક એવી દુશ્મનાવટ અને ભેદભાવનો શિકાર થયો છે જેના પરિણામો માત્ર કોઈ સમાજ નહિ પરંતુ આખી દુનિયાના ભવિષ્ય માટે વિનાશકારી સાબિત થઇ શકે છે. આ વિષયમાં પ્રાથમિકતા આપી શકાય એવો મુદ્દો છે લાગણી નામે થઇ રહેલ મજાક. પ્રેમના આ કૃત્રિમ રૂપમાં માણસની ભાવનાઓ સાથે રમત થઇ રહી છે, અને સાથે સાથે શારિરીક સંબંધોના ગેરકાનૂની અને અનૈતિક સંબંધોના બનાવોમાં પણ વધારો થયો છે.અને આ બનાવો માં સૌથી વધુ ભોગ અણસમજુ સ્ત્રીઓ બને છે,અમુક તહેવારો કે ઉજવણીનાં દિવસોમાં વ્યભિચાર અને ઐયાશીઓ વધી જાય છે. તો શું પ્રેમ જેવી પવિત્ર લાગણીનો મતલબ માત્ર શારીરિક ભૂખ જ હોઈ શકે.

આપણા દેશમાં જ્યાં વ્યભિચાર ચોથો મુખ્ય અપરાધ છે,જે નાની બાળકીઓથી લઇને વ્યસક સ્ત્રીઓ સાથે વાયુવેગે ઘાતક બની પ્રસરી રહ્યો છે તો બીજી તરક આ વાત બિલ્કુલ સત્ય છે કે આ વ્યભિચારના કિસ્સાઓમાં નજીકનાં ઓળખીતા તથા મિત્રો જ વધુ અપરાધી હોય છે, જે પીડિત સાથે કંઇકને કંઇક સંબંધ ધરાવતા હોય છે. અને આજે સ્ત્રીઓ ને મિત્રતા તથા પ્રેમ જેવા પવિત્ર સંબંધોનાં નામે છેતરવામાં આવી રહી છે, અંતે શું આ બાબતોમાં પ્રેમના નામે શારીરિક ભુખ જવાબદાર નથી?? આ એક મહત્વનો મુદ્દો છે જે આપણી પવિત્ર સંસ્કૃતિની સામે વિકરાળ રૂપ ધારણ કરીને ઉભો છે. પ્રેમના તહેવારના નામે આ શારીરિક ભુખ દર વર્ષે વધી રહી છે. અમુક દેશોમાં આ વ્યભિચાર વર્ષોથી છે પરંતુ આપણી પવિત્ર ભારતીય સંસ્કૃતિમાં છેડછાડ થઇ રહી છે જે અત્યંત ચિંતા જનક છે, લાગણી અને સંબંધોની મજાકની સાથે સાથે આવા તહેવારો અને વ્યભિચારમાં થતા ખર્ચાઓની ચર્ચા પણ આવશ્યક છે.

આપણા દેશમાં કરોડો લોકોને ભૂખ્યા સુવા મજબુર છે ત્યારે દેશના યુવાનોએે આ બાબત ખુબ જ લાગણીશીલ બની સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ કે હજારો લોકો જો ભોજન નહીં મળવાને કારણે મૃત્યુ થતા હોય તો આવા દિવસોમાં જે ભૌતિક અને લાગણીઓ ને મજાક બનાવીને મોજશોખ માટે થતા ખર્ચાઓની કિંમત કદાચ આવા આર્થિક રીતે નબળા લોકોનાં જીવન સાથે પણ કોઇ સંબંધ ધરાવતી હશે.

મારી આ અકળામણનું કારણ એક માત્ર વેલેન્ટાઇ ડે ઉપર થનાર ખર્ચ જ નથી પરંતુ તેમાં તેનો એક ભાગ જરૂર છે. વર્ષ દરમિયાન સૌથી વધુ શરાબનું સેવન કરવામાં આવે છે તેમાંનો એક ૧૪ ફેબ્રુઆરીનો દિવસ પણ છે.વેલેન્ટાઇન ડે ને પ્રેમ નાં દિવસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ નશા અને વ્યભિચારી પ્રેમના આ દિવસની પાછળ જે લાગણી બતાવવામાં આવે છે શું તે ખરેખર પ્રેમ છે??? આ વ્યભિચારી અને નકારાત્મક માનસિકતાનાં કારણે જ આ મધુર અને કોમળ લાગણી પણ દૂષિત થઇ રહી છે.

મારી સમસ્યા વેલેન્ટાઇન ડે ઉજવવામાં નથી પરંતુ વેલેન્ટાઇન ડેનાં નામે પ્રેમને વ્યભિચાર અને શારીરિક ભુખની મજાક કરી બદનામ કરવામાં છે.જો આ દિવસ પ્રેમનો દિવસ હોય તો પછી પ્રેમના આ પવિત્ર સંબંધને કોઇ સ્ત્રી પુરુષથી જ કેમ સંબંધિત કરવામાં આવે છે. એના બદલે આપણા જન્મદાતા એવા માતા-પિતાની સાથે એક સંપૂર્ણ દિવસ વિતાવવામાં, લાડકી બહેનને ફરવા લઈ જવામાં અને ભાઇનાં ધંધા કે અભ્યાસ માટે કેમ પ્રેમને સમર્પિત કરવામાં ન આવે? કૌટુંબિક કે સામાજિક સંબંધોનું મૂલ્ય ઘટી ગયું છે, અંતે આવી હલકી અને વ્યભિચારી બાબતો અને આવા નીચી કક્ષાનાં અને વ્યભિચારી લોકોને આપણી સંસ્કૃતિની સર્જન કરનારી સ્ત્રીઓ ની આંખો કેમ નથી જોઇ શક્તી. આપણે કેમ સમજી શક્તા નથી કે પ્રેમના નામે થતી મજાક કંઇક શારીરિક ભૂખ અને પળવારનો આનંદ છે જેના પરિણામે આજનાં સમાજ માં ગુન્હાઓનો રાફડો ફાટ્યો છે.

આજે છાપાઓ માં રોજે એક કિસ્સો એવો વાંચવા મળે છે કે પરિણીતા તેના પતિ અને તેના સંતાનો ને છોડી ને બીજા પરિણત પુરુષ સાથે ભાગી ગઈ…. શું આ છે આપણી સંસ્કૃતિ અને સંબંધો કે આપણા લગ્નસંસ્કાર.
આવા વ્યભિચારી અને ઐયાશ રાક્ષસો તો પોતાના પરિવાર નો વિચાર નાં કરે પણ એક “સ્ત્રી” જેને આપણા દેશ માં દેવી લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે તો શું આ લક્ષ્મી સ્વરૂપ પણ કોઈની લાલચ માં આવીને પોતાનાં પરિવાર ને બરબાદ કરી શકે, આજની સ્ત્રી ભૌતિક લોભ લાલચ માં આવી ને આવા વ્યાભિચારી માણસો ની વાતો માં ભોળવાઈ ને પોતાના માળા ને વીખી નાખે છે. આવા લોકો માટે પ્રેમનો કોઇ મતલબ નથી હોતો આવા લોકો માત્ર ધંધાકીય પ્રેમ અને શારીરિક ભુખ સિવાય બીજી કોઈ ભાષા નથી હોતી અને આવા અનૈતિક સંબંધો માત્રને માત્ર અધોગતિ તરફ લઇ જાય છે. અનૈતિક સંબંધોનાં પરિણામ ક્યારેય સારા નથી હોતા આ વાત સ્ત્રી એ જ સમજવી પડશે કેમ કે “સ્ત્રી મૃત્યુનાં દ્વારે જઈ ને જે પુરુષ ને જન્મ આપે છે” એ માણસ ની ઉપયોગ કરવાની ગંદી નજર ને સ્ત્રી એજ ઓળખવી પડશે અને એનો નાશ કરવો પડશે..

~ રાકેશ નકરાણી

One Reply to “નૈતિક સમાજ અને અનૈતિક માનવી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.