Rana Sanga (Sangram Singh) - Meware Dynasty - Janmejay Adhwaryu - Sarjak.org
Historical Gujarati Writers Space

રાણા સાંગાને હિંદુપતિની ઉપાધિ પ્રાપ્ત હતી

બાબર અને રાણા સાંગા વચ્ચે યુદ્ધ થયું હતું. રાણા સાંગાને હિંદુપતિની ઉપાધિ પ્રાપ્ત હતી. કારણકે રાજસ્થાનના બધાં રાજાઓ એ આ સિસોદિયા વંશને એમના સ્વામી માનતાં હતાં. અને બધાં જ એમનાંમાં અતૂટ વિશ્વાસ રાખતાં હતાં. એમ જરૂર કહી શકાય કે એ બધાં એ એમનાં સામંતો હતાં. રાણા સાંગાનો એક સામંત હતો પૃથ્વીરાજ કછવાહા. જે મૂળ આમેરના અને તેઓ રાણા સાંગા તરફથી લડતાં લડતાં બાબર સામેના યુધ્ધમાં એ બહુ બહાદુરીથી લડયા અને મૃત્યુ પામ્યા. બાબર અને રાણા સાંગા વચ્ચેનું આ યુદ્ધ ખાનવામાં લડાયું હતું. આમેર જયપુરનો રાજવંશ એટલે આ કછવાહા રાજવંશ. આમાં એક રાજા થયાં તે ભારમલ અને એમનાં પુત્ર તે ભગવાનદાસ. આ ભગવાનદાસ એ રાણા સાંગાના પુત્ર ઉદેસિંહને ત્યાં સામંતનું જ કામ કરતાં હતાં. આ ઉદેસિંહનો પુત્ર કોણ તે તો કહેવાની જરૂર નથી. જે રાજા બન્યાં અને રાણા ઉદેસિંહને એમની શક્તિમાં અપાર વિશ્વાસ હતો. મહારાણા પ્રતાપના સમયમાં ભારમલે એમની પુત્રી હરખાબાઈનો વિવાહ અકબર સાથે કરાવ્યો. એનું હુલામણું નામ હતું હરખુ. ઇતિહાસમાં આ બાઈનું નામ જોધાબાઈ કહેવામાં આવ્યું છે. હવે જોધા નામ આવે એટલે સૌને જોધપુર જ યાદ આવે, પણ એવું નથી એ ભારમલની પુત્રી હતી.

જોવાની ખૂબી એ છે કે – પૃથ્વીરાજ કછવાહા બાબરને હંફાવે છે અને મુત્યુ પામે છે. જયારે એના જ પુત્ર ભારમલ એ અકબર સાથે પોતાની દીકરી પરણાવે છે. આ પરિવર્તન આવ્યું કઈ રીતે ? કેમ રાણા ભારમલે આવું પગલું ભરવું પડયું ?

હવે બીજી વાત આ હરખાબાઈણે પુત્ર થયો અકબરથી નામ એનું જહાંગીર, એને સલીમ કહેવાય છે ! કારણકે અજમેરના સલીમ ચિસ્તીની કૃપાથી એ પ્રાપ્ત થયો હતો એટલે એનું નામ સલીમ પાડવામાં આવ્યું હતું.

મહારાણા પ્રતાપ સિવાય સમગ્ર રાજસ્થાનમાં ઈસ્વીસન ૧૫૭૫માં એક માત્ર બિકાનેરના રાજા ચંદ્રસેન સિવાય કોઈએ અકબરનો વિરોધ નહોતો કર્યો. પણ રાજા ચંદ્રસેન ઝૂક્યો નહોતો પણ એણે ના પાડી હતી ઝૂકવાની પણ તે પછી અદ્રશ્ય થઇ ગયો હતો. અરે એટલે સુધી કે અકબરે સિસોદિયા વંશના ઘણા લોકોને પણ પોતાની તરફ કર્યા હતાં. એક માત્ર લડનાર રાજા મહારાણા પ્રતાપ અને રાજસ્થાનમાંથી કોઈ જ એમને મદદ કરનાર નહીં. આ દ્રષ્ટિએ મહારાણા પ્રતાપ ઘણાં મહાન છે, હકીમ ખાં કેમ મોગલોની સામે લડયો ? અને કેમ તે પ્રતાપની સેનાનો સેનાપતિ બન્યો ? કારણ એ મોગલોને ભારતીય મુસ્લિમ નહોતો માનતો એ મોગલોને વિદેશી માનતો હતો

હલ્દીઘાટીનું યુદ્ધ ૨૧મી જુને નહોતું લડાયું ૧૮મી જુને લડાયું હતું. અબુલ ફઝલ અને ભારતીય ઈતિહાસકારો આમાં ખોટાં જ સાબિત થયાં છે. અબુલ ફઝલ હલ્દીઘટી ગયો જ નહોતો. પણ એક મુસ્લિમ લેખક અબ્દુલ કાદિર બદાયુની જે યુદ્ધમાં અકબરની સેનાની સાથે હતો. તેણે પોતાનાં પુસ્તકમાં આનુ આબેહુબ વર્ણન કરેલું છે અને રાણા પ્રતાપના શૌર્યના ભરપેટ વખાણ કર્યા છે. આ યુધમાં મહારાણા પ્રતાપ એ અકબરની સેના પર ભારે પડયો હતો. આ યુદ્ધની કેટલીક બીજી અજાણી વિગતો ફરી કોઈવાર કારણ એક વાર હું લખી જ ચુક્યો છું. એટલે એની વાત પછીથી કરવામાં આવશે ક્યારેક !

તો પણ એક માહિતી આપી જ દઉં કે – જોધપુરની સ્થાપના ઇસવીસન ૧૪૫૯માં થઇ હતી અને ઉદેપુરની સ્થાપના ઇસવીસન ૧૫૫૯માં થઇ હતી ! બીજી વાતો પછીથી !!!

~ જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.