Poet's Corner Gujarati GU

થોડા ઘણાં તનાવથી

Font Size:
થોડા ઘણાં તનાવથી અજવાળું થાય છે. ખુદને કરેલી રાવથી અજવાળું થાય છે. જ્યાં મીણ કે બરફ થઈ ખુદને મળી શકો, એવા બધા બનાવથી અજવાળું થાય છે. સૂરજને ખોટું લાગશે, આ એક વાત થી, અહિં ભાવ ને અભાવથી અજવાળું થાય છે. છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો, દેખાય નહિ એ ઘાવથી અજવાળું થાય છે. સહમત બધી ય વાતમાં ના થઇ શકાય પણ, ના કે હા ના પ્રભાવથી અજવાળું થાય છે. આ દર્દ, પીડા, વેદના જોતા રહી ગયા, ખુશીઓની આવજાવથી અજવાળું થાય છે. નડતા નથી સવાલ મને કાલના હવે, બસ, આજના લગાવથી અજવાળું થાય છે.
~ લક્ષ્મી ડોબરિયા
✍️

Laxmi Dobariya

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →