Poet's Corner Gujarati GU

તારી સાથે વૃદ્ધ થવું ગમશે

Font Size:
તારી સાથે વૃદ્ધ થવું ગમશે પુણ્યસંચયે સમૃદ્ધ થવું ગમશે વાસણ ખખડશે તારી સાથ ને મૈત્રીપૂર્ણ યુદ્ધ કરવું ગમશે સતત હસવા થી દુઃખશે પેટ વારતહેવારે ક્રુધ થવું ગમશે તારો હાથ સાથ પહેરાવી હૈયે કાલાંતરે યુગ્મ લુપ્ત થવું ગમશે હવે ક્યાં ને શું કામ શોધ કોઈની જન્મોજન્મ ઉપલબ્ધ થવું ગમશે સોંપશુ પૂર્ણ દીપશિખા આગામીને પ્રભુ ચરણે સૃશ્રુપ્ત થવું ગમશે લાલ ચૂંદડી અંતે મનોરથ તારો તુજ ગંગાજળથી તૃપ્ત થવું ગમશે
~ મિતલ ખેતાણી
✍️

Mital Khetani

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →