આંખો સૌની એટલે જ તો રડી છેબધાંને પોતપોતાની અપેક્ષા નડી છેલુંછી લેજો આંસુ હાથે જ ખુદનાંઅહીં ક્યાં કોઈને કોઈની પડી છેલોહી કે લાગણીનાં સબંધો નહીંઅહીં તો ગરજ જ સૌથી વડી છેદુશ્મન તો મારશે સામી છાતીએ જદોસ્તી પીઠે ખંજર લઈને ખડી છેદીવા નીચે જ હોય અંધારું હંમેશાવૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છેપોતાનાં જ પોતાનું પોત પ્રકાશે છેવૃક્ષે લાકડાની હાથો કુહાડી જડી છે