શોધશે પણ તને નહિં જડીએં,
કાલ કો ‘ દાસ્તાન થઇ જઇએં.
પૂર્વજોની બબાલ જોઈને,
બાળકો ક્હે, કે આ રમત રમીએં.
ફૂલના છોડ ઘરમાં રોપીને,
ક્યાં વિચાર્યું મહેકતા રહીએં.
મારી ગઝલો કમેંટ ના કરનાર,
કેમ ‘ લાઇક’ તને,અમે કરીએં?
સૌ વફાદાર છે છતાં અહિયાં,
આપણે કોને બેવફા કહીએં?
ચીસ, ઘોંઘાટ, હોર્ન, કિડિયારૂં,
બોલ તારા નગરમાં ક્યાં રહીએ?
કાલનો ઇન્તેજાર કોણ કરે?
હારીએં જીતીએં ગજા ભરીએં.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply