Poet's Corner Gujarati GU

પ્રેમ માટેય જિંદગી  ટૂંકી

Font Size:
મે એટલે જ નફરત મૂકી છે પ્રેમ માટે ય જિંદગી ટૂંકી છે જ્યારે, જ્યાં કર્યા છે રાગ, દ્વેષ જિંદગી ધડકન તરત ચુકી છે સુખી થવાં બનવું છે બાળક મોજને નાદાનીએ જ લૂંટી છે ઝૂકે છે જે આત્માનાં અવાજને એ જિંદગી ક્યાં કોઈને ઝૂકી છે જિવનનાં આલિંગને જે બંધાયો ગાંઠો પીડાની એની જ છૂટી છે કોઈની ઉણપ શોધતી જ રે'વી એ જ આપણી મોટી ત્રુટિ છે શીખી લેવું સત્ય, પ્રેમ ને કરુણા પછી ના અઘરી કોઈ કસોટી છે
~ મિત્તલ ખેતાણી
✍️

Mital Khetani

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →