પાંખો ફફડાવે
ઈચ્છાઓ પંખી બની આજ કેવી પાંખો ફફડાવે ..
સ્વપ્ન પ્રદેશનું ખેડાણ કરવા કેવું તેની પાંખો ફફડાવે.
સોનેરી પીંછા કલગીએ આકાંક્ષાના ઝડ્યાં,
મંજિલના દ્વાર ખોલી સામે અનેરી પાંખો ફફડાવે.
સૌની સાથે હળતું મળતું મનભરી જીવતું ,
હૈયામાં એતો સ્થાન જમાવી એની પાંખો ફફડાવે.
પરિશ્રમના દાણાનું ચણ ચાખી તે મલકાય,
ધીરજના ફળતો બહું વ્હાલા સૂનેરી પાંખો ફફડાવે.
સ્નેહની સરિતા હંમેશા વહાવી તે ચહેકતું ,
મીઠા પ્રેમના ગીતો ગાતું જોને પેલી પાંખો ફફડાવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply