ડાયરીનું એક પાનું
તારીખ : ૧૧-૯-૨૦૧૧
સમય : રાત્રે ૧-૦૦ વાગે
ઘણીવાર એવું બને છે કે આપણે અનુભવે જે સમજ્યા હોઈએ કે આપણી જે માન્યતા બંધાઈ હોય તેને અનાયાસ જ કોઈની વાતોમાં કે કોઈ પુસ્તકમાં અનુમોદન મળે છે.
આજે આ સંદર્ભ એટલે યાદ આવ્યો કે “ફૂલછાબ”ની પૂર્તિમાં “કોફી હાઉસ” માં અનિલ જોશીએ આજે ‘eat pray love’ નૉવેલ વિશે લખ્યું છે.
એમાં નૉવેલની નાયિકા બધું જ હોવા છતાં ખાલીપો અનુભવે છે ને એ ખાલીપો શેના માટે છે એની શોધમાં નીકળી પડે છે.
શરૂઆત એ મોજશોખથી કરે છે. ખાણી-પીણી, મનોરંજન, હરવું-ફરવું.. બધું જ ભરપૂર માત્રામાં માણે છે. પણ એનાથી એને સંતોષ નથી થતો. પછી એ આધ્યાત્મિક શાંતિ માટે પ્રયાસ કરે છે. પણ તો ય કશુંક ખૂટતું હોય એવું અનુભવે છે. આખરે એ એક અજાણ્યા ટાપુ પર જાય છે ને ત્યાં કુદરતના સાંનિધ્યમાં જાતને જુએ છે..પ્રેમનો અહેસાસ કરે છે ને..એનો ખાલીપો ભરાઈ જાય છે.
આના પરથી અનુભવાયું કે..આપણે જ્યારે આપણી અંદરનું બધું જ નિર્ભાર થઈને વ્યક્ત કરી શકીએ ને જેવા છીએ એવા ખુદને સ્વીકારી શકીએ પછી કશું જ ખાલી નથી રહેતું.
મને આ સમજણ આપનાર સૌનો આભાર 🙏
લક્ષ્મી ડોબરિયા
8 mau
Leave a Reply