ડાયરીનું એક પાનું…
તારીખ- ૧૭-૧૦-૨૦૧૨
સમય – રાત્રે ૧-૩૦
“હકારાત્મક વલણથી સમસ્યાનો અંત તો નથી આવતો પણ, સમસ્યાને ખાળવાનું બળ જરુર મળે છે”
દીપક સોલિયાની કૉલમ “કલાસિક”માં આજે ફ્રેન્ચ લેખક albert camusની નૉવેલ “the plague” વિશે વાંચ્યું.
ખૂબ જ સરસ સંવેદનાત્મક વાત છે ને એમાંથી જે તથ્યો મળે છે તે પણ માણસ મનના ઘણાં પાસાને ઉજાગર કરે છે.
એમાં એક પાદરીની શ્રદ્ધાની વાત છે ને એનો સાર છે કે માણસ શ્રદ્ધાથી જીવી શકે છે ને એ જ શ્રદ્ધા જ્યારે મરી જાય છે ત્યારે માણસ પણ જાણે મરી જાય છે.
ઈશ્વરના ડરને કારણે માણસ ‘સત્કર્મ’ કરે છે પણ શું માણસ આવા કોઈ જ ડર કે પ્રલોભન વગર પણ ‘સારો’ બની શકે? આ પ્રશ્ન પણ વિચાર માંગી લે છે.
મહાન બનવા માટે કોઈ મહાન આદર્શોની જરૂર નથી માત્ર પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું જરૂરી છે.
સારું ખોળવાની દૃષ્ટિ હોય તો સારું મળી જ આવે છે. પ્લૅગની મહામારી વખતે ય સફાઈકામદારો પોતાનું કાર્ય નિષ્ઠાથી કરે છે. આ જોઈને થાય છે કે માણસમાં, વખોડવા કરતાં વખાણવા જેવી બાબતો વધુ છે.
એક સરસ કૃતિ સમજવા મળી..એ બદલ Dipak Soliya નો આભાર 🙏
આમાંથી ઘણું બધું સમજવા-શીખવા મળે છે. વિશેષ પરિસ્થિતિમાં માણસનું અસલી હીર ઝળકી ઊઠે છે તે જાણ્યું. આભાર!!
લક્ષ્મી ડોબરિયા
6 may
Leave a Reply