Poet's Corner Gujarati GU

ફૂલને છોડીને કાંટામાં

Font Size:

ફૂલને છોડીને કાંટામાં ગયા, આ વિચારો કેમ કોમામાં ગયા ?

કામ કરતાં પણ વધુ વાતો હતી આપણે નાહકની ચર્ચામાં ગયા.

ગર્વ કરવાથી ભલાઈ રદ થઈ, દાન આપીનેય ઘાટામાં ગયા.

સત્ય કૈં સમજાય એ કારણ અમે, પાપના કર્યા એ ડાઘામાં ગયા.

એમ તો મળવું'તુ તોયે ના મળ્યા, પણ હતું મળવું તો સપનામાં ગયા.

એક ઘટના આજ શું દોટે ચડી, એ હકીકત થઇને છાપામાં ગયા.

~ સિદ્દીક ભરૂચી

✍️

Poet's Corner

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →