Poet's Corner Gujarati GU

લાજને એમ તાર તાર ન કર

Font Size:

લાજને એમ તાર તાર ન કર, માણસાઈનો ખુદ પ્રચાર ન કર.

દોસ્તી જે નિભાવી ના જાણે, દિલતો શુ હાથનો વિચાર ન કર.

ફૂંક કાફી છે તારી ' વસ્તીમાં', એ રીતે ઈશ્કમાં દરાર ન કર.

ફૂલ છું સાવ નોખી ખુશ્બોનો, ગર્વના મહેલમાં શુમાર ન કર.

કોઈ પેઢી હિસાબ નહિ ચૂક્વે, આ ગઝલમાં કશું ઉધાર ન કર.

જગનો રક્ષક છે ગર મુસલમાં છે, તુ ગુનાહોનો માથે ભાર ન કર.

~ સિદ્દીક ભરૂચી

✍️

Poet's Corner

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →