હું
હું
કોઈના પ્રભાવમાં તો કદી ન આવું
ને
કોઈની અસર
મારી ઉપર પડે જ કેમ?
અને
વળગણ?
એ વળી શુ?
આવું.. જાતને પૂછું, ત્યારે
જવાબ તો “હું” કનેથી ગમતા જ જડે!
પરંતુ
આજે,
ભીડમાં હું શોધું છું મારું પોતીકું એકાંત
અને, એકાંતમાં થોડી-થોડી વારે જોઈ લઉં છું દર્પણ
ત્યારે ય..
કોઈના પ્રભાવ, અસર કે વળગણથી મુક્ત છું
એવું કહી શકીશ???
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply