Poet's Corner Gujarati GU

હું વાદ કે વિવાદ કરું છું

Font Size:
ક્યાં કોઈ થી હું વાદ કે વિવાદ કરું છું ? મારી આ ગઝલમાં મને હું સાદ કરું છું. અંધારના પ્રશ્નો બધા કોઠે પડી ગ્યા તો, અજવાસના ઉન્માદની ફરિયાદ કરું છું. સ્વીકાર સમયના બધા રંગોનો કરીને, આ સાદગીથી હું મને આબાદ કરું છું. અણસાર ઉદાસીનો કદી ક્યાંય ન આવે, એ રીતે સરેઆમ હું સંવાદ કરું છું. માન્યું કે નસીબે જે હતું એ જ મળ્યું છે, પણ આપું છું એ વાતે હું અપવાદ કરું છું.
~ લક્ષ્મી ડોબરિયા
✍️

Laxmi Dobariya

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →