તું જેવી છો તેવી,
ઓ જીંદગી! તને પ્રેમ કરું છું.
ખુશી, દુઃખ, ગમા અણગમા પચાવી,
આગળ ધપવાની તારી સહનશક્તિને દાદ આપું છું,
તારી લખલૂટ ક્ષણો, દરિયાદિલી,
અંતે કશુંય સાથે ના લઇ જવાની તારી મુફલિસીને
અંતરથી માન આપું છું.
ઓ જિંદગી ! તને પ્રેમ કરું છું.
દિલ દિમાગ થી, ક્યારેક બાળક સમી નિખાલસ બની,
હસતી હસાવતી,કર્તવ્ય નીભાવતી,
દિવસ રાત સાથે સંતાકૂકડી રમતી.
ક્ષિતિજને પેલે પાર ઉડવાનો સમય થતા,
તું કહ્યા વિના ઉડી જવાની એ જાણવા છતાં,
અવિરત સાથ આપું છું.
ઓ જિંદગી ! હું તને પ્રેમ કરું છું.
– રેખા પટેલ (વિનોદિની)
Leave a Reply