Poet's Corner Gujarati GU

શ્વેત ચાદર ને… : ગઝલ

Font Size:

શ્વેત ચાદર ને ફુલોના હારનો ઉપહાર આપ્યો, મૃત્યુ વેળાએ તમે જબરો વળી શણગાર આપ્યો !

સૌ પ્રથમ તો આગિયાની આંખનો ચમકાર આપ્યો, ને પછીથી સૂર્યની સામે થવા પડકાર આપ્યો.

આપતા તો આપી દીધા હાથ બે દમયંતીના પણ, તો પછીથી કેમ માછીમારનો અવતાર આપ્યો ?

પાંદડુંયે જો હલાવ્યું તો ખબર મેં મોકલાવ્યા, મૂળ સોતાં ઝાડ તેં કાપ્યાં, છતાં અણસાર આપ્યો ?

આ તો એનું એ જ ને ! આમાં અમારી મુક્તિનું શું ? ઈંટમાંથી બ્હાર કાઢી ભીંતનો આકાર આપ્યો.

– અનિલ ચાવડા

✍️

Anil Chavda

Contributing Writer • Sarjak Literary Platform

View Writer Profile →
← Back to All Articles More in Poet's Corner →