Mittal-khetani-poetry-gazals-gujarati litrature
Gujarati Poet's Corner

પત્ની વંદના | તારી સાથે વૃદ્ધ થવું ગમશે

તારી  સાથે   વૃદ્ધ   થવું   ગમશે
પુણ્યસંચયે  સમૃદ્ધ  થવું  ગમશે

વાસણ  ખખડશે તારી જ  સાથ
ને  મૈત્રીપૂર્ણ  યુદ્ધ   કરવું   ગમશે

સતત  હસવાથી  દુઃખે   છે   પેટ
વાર  તહેવારે   ક્રુધ   થવું   ગમશે

તારો હાથ  સાથ  પહોરોવી  હૈયે
કાલાંતરે યુગ્મ  લુપ્ત  થવું  ગમશે

હવે ક્યાં ને શું કામ  શોધ  કોઈની
જન્મોજન્મ ઉપલબ્ધ થવું  ગમશે

સોંપશુ પૂર્ણ દીપશિખા આગામીને
ગુરુ  ચરણે  સૃશ્રુપ્ત   થવું   ગમશે

લાલ ચૂંદડી અંતે છે  મનોરથ  તારો
તુજ ગંગાજળથી તૃપ્ત થવું  ગમશે

– મિતલ ખેતાણી

( કાવ્યસંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.