પશુ, પંખીઓ જ્યાં ઈબાદત કરે છે,
પ્રભુ છાંયની ત્યાં સખાવત કરે છે.
કોઇ સત્યવાદી નથી આ નગરમાં?
બધા ફેંસલા શું અદાલત કરે છે?
ઉછાળીને કાદવ પવન ચીતરે છે
ઘણાં સારા લોકો હિમાયત કરે છે.
સદાચારથી વ્યક્તિ ઘડવાને બદલે,
જરૂરતથી મોટી ઈમારત કરે છે.
નવી ફૂટતી કૂંપળો શેં ખરે છે?
હવાઓ સમયની શરારત કરે છે?
સમજ્યા વગર એ પ્રશંસા કરે છે,
જરા ખોટી પોતાની આદત કરે છે.
~ સિદ્દીક ભરૂચી