No Compromise

ગુજરાતી ફિલ્મોમાં નિષ્પક્ષ રીવ્યુ લખવા માટેની એક પહેલ…

આજે આપણે વાત કરીએ નો કોમ્પરોમાઇઝ વિશે. આ એક પ્રયાસ છે અને હેશટેગ છે, જે બનાવી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધતા જતા અણછાજતા માખણીયા રિવ્યુઅરો સામે.

ફિલ્મ હોય કે સાહિત્ય વિવેચન એનું સૌથી મહત્વનું પાસું ગણાય છે. એટલે વિવેચન કારે પોતાના કાર્યને જરાય ન ભૂલવું જોઈએ. જેમ કોર્ટમાં ન્યાય તોળવા બેઠેલ ન્યાયાધીશ પક્ષપાતી બનતા ન્યાયની ગરીમાં લાજવાય છે, એ જ પ્રકારે રિવ્યુઅરો પણ જો કોઈ દબાણ, લાભ, લાલચ કે ઓળખાણને આધારે ફિલ્મોનું મૂલ્યાંકન કરવા લાગશે તો ભવિષ્યમાં એ સમય દૂર નથી જ્યારે લોકો માટે સ્પષ્ટ રીવ્યુ મેળવવા જ અશક્ય થઈ જશે.

એક અંદાઝ પ્રમાણે આજે જ્યાં જુઓ ત્યાં આવા પાંચ પૈસાના સોસલ મીડિયા એક્સપર્ટ લોકો નીકળી પડ્યા છે. જે હિરો હિરોઇન સાથે ફોટા પડાવી કે પ્રીમિયરમાં હાજરી આપીને પોતાને તીસમાર ખાન સાબિત કરવા જુઠ્ઠાણા સ્વરૂપે રિવ્યુમાં માખણ લગાવતા રહે છે. આવા લોકોની ફેસબુક, ઇંસ્ટા કે અન્ય પ્લેટફોર્મ પર કમી નથી. અને ચિંતા જનક તો એ 0ણ ખરું કે આવા જ લોકોને ફિલ્મના ડિરેકટર, પ્રમોટરો કે જે એમને જ કામે લગાડે છે. ઓલ બિકોઝ એટલે કે રીવ્યુ સારા સારા જ બહાર લોકો સામે ફરતા થાય. ફિલ્મ ભલે ને જોયે ન ગમે એવી સેમ નિરર્થક જ કેમ ન હોય.

પરિણામ સ્વરૂપ આપણને સારા રીવ્યુ નથી મળી રહ્યા. નિષ્પક્ષ વ્યુ નથી મળી રહ્યા. કોને સારા અને શ્રેષ્ઠ એકટર ગણવા એ પણ આ બધામાં મૂંઝવણનો વિષય બનતો જઈ રહ્યો છે. કારણ કે આ પ્રકારના રિવ્યુઅરને મતે તો દરેક ગુજ્જુ ફિલ્મ ઓસ્કાર જીતીને જ સિનેમામાં આવે છે. એટલે એટલા બધા એકટર, ડિરેકટર, સ્ટોરીલાઈન, લિરિકસ, સ્ક્રીનપ્લે રાઇટર માથી કોને શ્રેષ્ઠ ગણવા એ ખરેખર અઘરો પ્રશ્ન બની જાય છે…

★ નો કોમ્પરોમાઇઝ શુ છે…?

આ એક એવી પ્રવૃત્તિ જે જેમાં ગુજરાતના મોટા ભાગના ફિલ્મ રીવ્યુ લખનારા લોકોને જોડવાનો પ્રયાસ છે. અને આ એક એવું નેટવર્ક ગ્રુપ બનશે જે નિષ્પક્ષ રીવ્યુને જ પ્રાધાન્ય આપશે.

જો આપ પણ આ લડતમાં અમારી સાથે છો… તો જોડાઈ શકો છો… 😊


ઘણાં આ ઇન્ડસ્ટ્રી અને રીવ્યુ લખનાર સાથે ચર્ચા દરમિયાન જાણવા મળેલા અડકતરી રીતે ઈશારા કરતા વાક્યો

ઘણી વાર તો કેવું થાય ખબર છે….

ફિલ્મના પ્રીમિયરમાં તમને બોલાવવામાં આવે… એવી આશા સાથે કે સારા રીવ્યુ બહાર જાય તો લોકો ઘેટાની ચાલે જોવા હલ્યા આવે… પણ જો આવામાં ફિલ્મનું પ્રીમિયર પત્યા પછી રિવ્યુઅર એમ કહી દે કે ફિલ્મ સારી ન લાગી… તો ફિલ્મ વાળી ટિમ એમને કહે કે જો તમે ખોટું ન લખી શકો, તો કોઈ વાંધો નહિ પણ તમે ક્યાંય રીવ્યુ જ ન લખતા…

ત્યારે ઇ લોકો ભૂલી જાય છે કે ફિલ્મ રિવ્યુમાં તટસ્થતા જ સૌથી મહત્વની છે. આ તટસ્થતાનું શુ…?

ગણા જણા તો માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની બોલબાલા જળવાય એટલા માટે થઈને જ માખણીયા રીવ્યુ લખતા હોય છે. જેથી કરીને પોતાનું કામ કઢાવી શકે અથવા સસ્તી લોકપ્રિયતા મેળવી શકે…

પણ, આ આધાર હીન લોકપ્રિયતા ક્યાં સુધી…?

જો સારા રીવ્યુ હિંમત કરીને લખી પણ નાખો છો, તો તમને એમ કહેવા માટે વારંવાર કહેવામાં આવે કે તમે આવું શા માટે કર્યું…? એક વાર કહ્યું પણ નહીં, અથવા એમ કે તમને ફિલ્મોમાં કાઈ ખબર જ નથી પડતી…

પણ, શુ એમને વાસ્તવિક રીવ્યુ વિશે કાંઈ ખબર હોય છે…?

જો તમે સારા રીવ્યુ લખી રહ્યા હશો, તો મોટા ભાગે તમારે ફિલ્મ તમારા સ્વખર્ચે જોવા પડતી હશે. કારણ કે મોટાભાગના તટસ્થ રિવ્યુરઅરોને પ્રીમિયરમાં બોલાવવામાં જ નથી આવતા.

શુ આ વસ્તુ યોગ્ય છે…?

ઘણી વાર આપણને ઇચ્છા અનિચ્છાએ પણ બોલાવવામાં આવે અને ઓળખ કે ઇમોશનલ દબાવ દ્વારા ખોટો રીવ્યુ લખવા કહેવામાં આવે ત્યારે સૌથી મોટું ધર્મ સંકટ એ આવે કે સાચું લખી ન શકાય અને ખોટું લખવા જીવ ન ચાલે… પણ છતાંય આગ્રહ ટોહોય જ કે તમે લખો. ત્યારે શું…?

શુ રીવ્યુ લખવા અનિચ્છાએ માખણ મારવું ખોટું નથી…?

ઘણા ઓછા પ્રીમિયરમાં એવા રિવ્યુઅરને સ્થાન મળે જે તટસ્થ લખતા હોય છે. પરિણામે મોટા ભાગના સંજોગોમાં ફિલ્મો રીવ્યુ લખવા માટેના ઉચિત સમયમાં જોવા નથી મળતી…

ઘણી વાર રિવ્યુમાં એ દબાણનો ઝુકાવ પણ સહજ જોવા મળે છે કે રિવ્યુઅરને પ્રીમિયરમાં જોવા માટે આમંત્રણ મળ્યું. અથવા ડિરેકટર, પ્રોડ્યુસર કે ટીમનો કોઈ અંગત ઓળખીતો કે સબંધી છે…

શુ આ દબાણ પણ તટસ્થ રહેવા દે છે…?


નીચેનો લેખ પણ વાંચો…

શુ દરેક ગુજરાતી ફિલ્મ ઓસ્કાર નોમિનેશન જેટલી ઉચ્ચ કોટીની હોય છે…?


આ લેખ પણ વાંચો…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને થતું લાંબા ગાળાનું નુકશાન