Siddiq-Bharuchi-poetry-gazals-gujarati litrature
Gujarati

અમારાથી નફાઓ લઈ શકો છો

અમારાથી નફાઓ લઈ શકો છો,
ફકીરોની દુવાઓ લઈ શકો છો.

વફાદારી ઉપર તમને છે શંકા?
ગમે તેવા લખાણો લઈ શકો છો.

ગઝલ કે શે’રની ચોરીને બદલે,
ગઝલમાંથી વિચારો લઈ શકો છો.

ધરા કશ્મીરની રાતી કરી દો,
તમે નિર્ણય તમારો લઈ શકો છો.

ઉછાળો કાચ પર કાદવ સિફતથી,
સમસ્યાઓ, જવાબો લઈ શકો છો.

~ સિદ્દીક ભરૂચી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.