Gujarati

સરનામાંઓ તું શોધ્યા કરે

કેટ કેટલા સરનામાંઓ તું શોધ્યા કરે છે,
વારંવાર શાને મૃગજળની પાછળ ફરે છે,

આ મોહમાયાથી લિપ્ત સંસારમાં તો જો,
ડૂબી જાય છે આ નફરત, અને પ્રેમ તરે છે,

તું મારી ન બની શકતી હોય એટલે પણ,
કારણ તું અવિશ્વાસને જ આગળ ધરે છે,

રહી જતી હશે તને ચાહવામાં જ કચાસ,
લાગણીઓ પણ એટલે જ બેમોત મરે છે,

છે મળવા, જોવા, ચાહવાની ઝંખનાઓ,
સંવેદનાઓ ક્યાં રહી હવે મોહથી પરે છે,

પ્રેમ નથી તો શું છે આ દિલના ઊંડાણમાં,
થઈ પ્રજ્વલિત જે એકાંતમાં ઝળહળે છે,

વિચારું તો છું ક્યારેક કે ભુલાવી દઉં તને,
પણ આ યાદો જ તો છે જે ઝખ્મ ભરે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.