Gujarati Historical Traveling Talk Writers Space

માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

જમ્મુ કાશ્મીર એ તો એક રાજ્ય છે અને એમાય ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર. અત્યારની રાજકીય પરિસ્થિતિ અને અમુક કોમોનું વધતુંજતું વર્ચસ્વ અને વિદેશી તાકાતોના હાથ બન્નીને આપણે જ આપણા હાથે હાથે કરીને આ સ્વર્ગને નરકમાં ફેરવવાની તૈયારી કરી રહ્યાં છીએ. કાશ્મીરના સત્ત્તાધીશો એકબીજાની વિરીધ ઝેર ઓકે છે, પણ આ કાશ્મીર કેટલું સુન્દર છે અને કેટલું ઐતિહાસિક અને ધાર્મિક છે તેનો તેમને ખ્યાલ જ નથી. પ્રવાસીઓ કાશ્મીરના આવા સ્થળોએ જતાં જરૂર થાય છે પણ બહુ ઓછી માત્રામાં…

કાશ્મીરમાં કિલ્લાઓ પણ છે અને સર્વરો નદીઓ અને બરફાચ્છાદિત શિખરો અને ઘેઘુર વનરાજીઓ ખળખળ વહેતી નદીઓ અને મનને સતૃપ્ત કરતાં ઝરણાઓ. અપાર સૌન્દર્ય અને શાંતિનો અનુભવ કરાવતાં શાલીમાર, ચિનાર અને નિશાંત બાગ તો સાગરનો અહેસાસ કરાવતાં દાલ અને વુલર સરોવર. એમાય હાઉસબોટમાં રાત્રી નિવાસ કરવો એ એક લહાવો જ છે. જેઓ કેરળ ગયાં હશે એમને એલેપ્પીમાં આવી હાઉસબોટમાં રાતવાસો કર્યો જ હશે અમે પણ કર્યો હતો જિંદગીનો એક અભૂતપૂર્વ લ્હાવો. કેરળ પ્રવાસ પર એક સીરીઝ કરવાની ઈચ્છા જરૂર છે, જે છાપામાં છપાશે જ છપાશે અને પુસ્તક આકારે પણ પ્રકાશિત થશે.

કાશ્મીરમાં ધાર્મિક સ્થળો પણ ઘણાં જ છે. એમાં અમરનાથ યાત્રા, વૈષ્ણોદેવી, શ્રીનગર સ્થિત શંકરાચાર્ય મંદિર, હજરતબાલ મંદિર અને આ અનંત્નાગનું સૂર્ય મંદિર. લડાખમાં અનેક બૌદ્ધ સ્તુપો અને મઠો છે, જે ચમત્કારિક પણ છે. આ લડાખ પણ કાશ્મીરનો જ એક હાગ છે, લોકો બધે જ જાય છે પણ આ અનંતનાગ નું સૂર્યમંદિર જોવાં બહુ જ ઓછાં લોકો જાય છે. શંકરાચાર્યનું મંદિર જોવાં પપ્પાનાં એક સંસ્કૃતનાં મહાવિદ્વાન મિત્ર જ્યારે આ મંદિર જોવાં ગયાં હતાં, ત્યારે ભારતીય સેનાએ એમને જે વાત કરી હતી તે બહુ જ મહત્વની છે. “આરે આવો સાહેબો -મિત્રો લોકોને આવા સ્થળોમાં રસ નથી જ પડતો. આપણા હિન્દુધર્મનાં પ્રણેતાનું મંદિર જોવાં આવો અમે તમને પુરતી મદદ કરીશું. કોઈની મજાલ છે કે તમારાં સામે કોઈ આંખ ઉઠાવીને જુએ. આપણી સંસ્કૃતિ વિષે બીજાંને પણ વાકેફ પણ કરજો અને આતંકવાદ સામે તો અમે ફોડી લઈશું. તમારી સલામતીની જવાબદારી આમારી મોકલજો બીજાં પ્રવાસીઓને જરૂરથી. આમેય આ નામ આપણે ભૂલી ગયાં છીએ એ એવું ક્યારેય થવાં ના દેતા. ખોટા ખ્યાલો અને ખોટા સમાચારોથી અવશ્ય દુર રહેજો અમે તમને તો શું દરેકને મદદ કરવાં સદાય ખડે પગે તૈયાર જ છીએ.” સાંભળી રહ્યો છે ને ઢંઢેરો પીટનાર રાહુલ આ વાત તારે સમજવાની જરૂર ખરી.

હવે આ મંદિર જોવાં બહુ જોવાં જતાં નહોતાં, પણ થોડાંક જ વરસ પહેલાં વિશાલ ભારદ્વાજની કાશ્મીર પર આધારિત અને શહીદ કપૂર અભિનીત એક ફિલ્મ આવી હતી “હૈદર “. એનું શુટિંગ આ મંદિરમાં અને એની આસપાસ થયું હતું ત્યારે લોકોની નજર આ પ્રખ્યાત મંદિર પર પડી અને લોકોને સમજાયું કે આ મંદિર જોવાં જેવું છે. જોકે પહેલાં જે યાત્રીઓ કાશ્મીરના પ્રવાસે જતાં હતાં તેઓ આ મંદિર જોવાં નહોતાં જતાં એવું કહેવાનો મારો હેતુ નથી, જતાં હતાં પણ જવલ્લે જ… આ મંદિરનું લોકેશન અને એનું આજુબાજુનું સૌન્દર્ય અને વાતાવરણ જ એટલું રમણીય છેને કે કોઈનું પણ મન ત્યાં જવાં લલચાઈ જ જાય

આ મંદિર વિષે મેં એક વેબ સાઈટમાં ગતવર્ષે લખ્યું પણ હતું, પણ એ ઓછું હતું એટલે આ વરસે હું ફરી લખવાં લલચાયો છું. કારણ કે તે વખતે લોકમાનસમાં “હૈદર”નો ઈમ્પેક્ટ હતો. પણ માની ગયો લોકોની જિજ્ઞાસાને, એ જિજ્ઞાસાએ જ મને આ વિષે લખવાં પ્રેર્યો. આમેય જીજ્ઞાસા જ આપણી ધાર્મિક વૃતિ અને પ્રવૃત્તિને અનુમોદન આપતી હોય છે ને.

સૂર્યદેવને સમર્પિત આ માર્તંડ સૂર્યમંદિર કાશ્મીરના દક્ષિણી ભાગમાં અનંતનાગ થી પહેલાં પહેલગામનાં રસ્તા પર સ્થિત છે જેનું વર્તમાન નામ મટ્ટન છે. જે એક જમીનથી ઊંચા ભાગ જેણે આપને હિન્દીમાં પઠાર કહીએ છીએ અને અંગ્રેજીમ પ્લેટૂ તેનાં પર એક નાનકડા શિખર પર બનેલું છે. કાશ્મીરની ઊંચાઈ આમેય સમુદ્ર્તળથી ઘણી વધારે છે. જમીન પર મળેલી બીજા વર્ગની જમીન સ્વરૂપોમાં પ્લેટુ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમનો વિસ્તાર સમગ્ર સપાટીના 33 ભાગો પર જોવા મળે છે, અથવા સપાટીની ચોક્કસ ભૂમિગત સંરચના જે તેની આસપાસ જમીન પર ઉભી છે અને જેની ઉપરનો ભાગ વિશાળ છે અને સપાટ પ્લેટને પ્લેટો કહેવામાં આવે છે. તેઓ દરિયાઇ સપાટીથી 300 મીટર ઊંચા છે, પરંતુ પટ્ટીની ઊંચાઈ માત્ર ઊંચાઈના આધારે વર્ગીકૃત કરવામાં આવતી નથી. આવાં પ્લેટૂ કાશ્મીરમાં ઠેકઠેકાણે મળી રહેતાં હોય છે.

કાશ્મીર એ ઘાટીઓનો પ્રદેશ છે એટલે એની સુંદરતામાં આમેય વધારો થાય છે. એમાં જો એક નાનકડું શિખર હોય અને ત્યાં મંદિર બનાવવામાં આવે તો એનાં સ્થાન અને ત્યાંથી નિહાળાતાં પ્રાક્ર્તિક સૌન્દર્યને કારણે આ સ્થળની મહત્તા આપોઆપ વધી જાય એ સ્વાભાવિક જ છે. માર્તંડ એ હિન્દુઓના આરાધ્ય દેવ સૂર્ય ભગવાનનું એક બીજું નામ છે. જેણે પ્રખ્યાત માર્તંડ ઋષિ સાથે કોઈ જ લેવાદેવા નથી. એટલે જ આ મંદિરનું નામ માર્તંડ સૂર્ય મંદિર રાખવામાં આવ્યું છે, એ વખતે તો સંસ્કૃત ભાષા જ બધે જ પ્રચલિત હતી અને આજેય પણ સંસ્કૃત ભાષા જ બધેજ એટલી જ પ્રચલિત છે. એટલે જ આ મંદિરનું નામ માર્તંડ સૂર્ય મંદિર રાખવામાં આવ્યું હતું. સૂર્યનારાયણ ભગવાનનાં અનેક નામો છે જેની બહુ ઓછાંને ખબર હશે.

👉 માર્તંડ સૂર્યમંદિરનો ઈતિહાસ :-

આ મંદિર ઇસવીસનની આઠમી સદીમાં બંધાવ્યું હતું. કારકોટા વંશના ત્રીજા રાજા લલિતાદિત્ય મુકતાપીડે, આ મંદિર બાંધવાનો હેતુ સૂર્ય ભગવાનની ઉપાસના કરવાનો જ હતો. આ મંદિર એની પોતાની આગવી સ્થાપત્ય કળા માટે અને એની સુંદરતા માટે જગમશહૂર છે. એમ કહેવાય છે કે આ મંદિર ઈસ્વીસન ૭૨૫ થી ઈસ્વીસન ૭૫૬ની વચ્ચે બન્યું હતું. જ્યારે એના પાયો એ ચાડી ખાય છે કે એ ઈસ્વીસન ૩૭૦ થી ઇસવીસન ૫૦૦ની વચ્ચે બન્યું હોય અને આ મંદિર બાંધવાની શરૂઆત રાજા રામાદિત્યે કરી હોય. “તારીખ-એ હસન” જે કાશ્મીરનો જૂનામાં જુનો ઈતિહાસ છે તેનાં જણાવ્યાનુસાર અહીં એક નગર હતું જેનું નામ બાબુલ હતું અને એ કરેવાસ દક્ષિણ કાશ્મીરી રાજા રામાદિત્યે બંધાવ્યું હતું. અને મંદિરની વચ્ચોવચ્ચ એમને એક માર્તેન્ડશ્વરી મંદિર ઇસવીસન ૩૭૦થી ૪૦૦ની વચ્ચે બંધાવ્યું હતું.

એ વખતે એ અધૂરું રહી ગયું હતું અને એને પુન કરી અતિસુંદર બનાવ્યું લલિતાદિત્ય મુકતાપીડે અને એ સંપૂર્ણતયા ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હતું. તેના બનાવાયા પછી માત્ર ૧ જ વર્ષમાં તે ખંડેર બની ગયું. કેમ અને કેવી રીતે તે અધ્યાહાર જ છે. અને એને રહ્યું સહ્યું તોડવાનું કામ કર્યું સિકંદર બુટશીકાને ૧૫મી સદીમાં. તેમ છતાં પણ આજે એ પોતાની જાહોજલાલી સાખ પુરતું ખંડેર સ્વરુપે હી સહી એ ત્યાં ઉભું જ છે. આ ખુબસુરત મંદિર નાશ પામ્યું ઇસવીસનની ૧૫મી સદીમાં. મુસ્લિમ શાસક સિકંદર બુટશીકાન દ્વારા અને ખૂબીની વાત તો એ છે કે એને આ મંદિર તોડતાં લગભગ ૧ વર્ષ લાગ્યું હતું. એટલું મજબુત અને વિશાળ મંદિર હતું આ.

👉 માર્તંડ સૂર્ય મંદિરની વિશેષતાઓ અને એની સ્થાપત્યકળા :-

ત્યાં થયેલાં આર્કિયોલોજીકલ સર્વે મુજબ અએક અતિ બેહદ અને સુંદર સ્થાપત્ય છે. જે એના ખંડેરો પણ ચાડી ખાય છે, જરા વિચારો જેના ખંડેરો પણ આજે જ આટલાં સુન્દર લગતા હોય તો એ મંદિર કેટલું ભવ્ય હશે…? “ખંડહર બતા રહા હે કિ ઈમારત કિતની બુલંદ થી.” મેં પહેલાં પણ કહ્યું જ છે કે સૂર્યમંદિર બાંધવું સહેલું તો નથી જ નથી. સૂર્યમંદિર એટલે વિજ્ઞાન, ગણિત અને શિલ્પ – સ્થાપત્ય કલાનો ત્રિવેણી સંગમ. કાશ્મીરી સ્થાપત્ય કલાનો એક ઉત્કૃષ્ટ નમુનો છે આ. આ સ્થાપત્યકળામાં ગાંધાર શૈલી ગુપ્ત શૈલી, ચાઇનીઝ શૈલી, રોમન શૈલી સીરીયન બાયઝાન્ટાઈન રોમન શૈલી અને ગ્રીક શૈલીનો સુભગ અમ્ન્વાય સધાયેલો જોવાં મળે છે.

એ સમયે આ મંદિર એ અંગકોરવાટ અને બોરોબુદુરનાં વ્સીશાલ મંદિરોની યાદ અપાવે એવું એ મંદિર સંકૂલ હતું. બોધ્ગયામાં આજે પણ આ જ શૈલીમાં મંદિર બંધાવવામાં આવેલું જ છે. પણ આ મંદિર પરથી એની કલ્પના કરાઈ હશે એવું ચોક્કસ પણે કહી શકાય નહીં. આ મંદિર અત્યારે ૪૦ ફૂટથી વધારે ઊંચાઈ ધરાવતું નથી એ સમયે એની ઊંચાઈ કેટલી હશે એનો ચોક્કસ અંદાજ કાઢવો મુશ્કેલ છે. એના રહ્યાં સહ્યા ઊંચા મિનારાઓ એ કેટલું ઊંચું હશે એ વાત સાબિત જરૂર કરી શકે છે.

ત્યાં કોઈ નાની મૂંઝવણવાળી વિગતો નથી, પરંતુ બધા અલગ અને વિશાળ છે, અને મોટાભાગના વખાણ કરવા માટે બિલ્ડિંગના સામાન્ય પાત્રને અનુકૂળ છે. આ મંદિરના નિર્માણની તારીખ, અને તે ઉપાસનાની પૂજાને લગતી અસંખ્ય વ્યર્થ અટકળોને જોખમમાં મુકવામાં આવી છે. જેને સામાન્ય રીતે બ્રાહ્મણો દ્વારા પાંડુઓનું ઘર કહેવામાં આવે છે, અને લોકો દ્વારા “માર્તંડ” અથવા સૂર્યદેવને જ આ મંદિર સમર્પિત છે.

હવે”માર્તંડ”ના નામથી જાણીતી ઇમારતનું માળખું એક ઉચ્ચ કેન્દ્રિય ઇમારતનું બનેલું છે. પ્રવેશના દરેક બાજુ પર એક નાનો વિખેરી પાંખો હોય છે. જેમાં મોટાભાગના ચતુષ્કોણમાં સંપૂર્ણ સ્થાયી હોય છે, જે દબાવીને ખીલના સ્તંભોથી ઘેરાયેલા હોય છે. ટ્રેફોઈલમાં અવશેષો આવે છે. દિવાલની બાહ્ય બાજુની લંબાઈ, જે ખાલી છે, લગભગ ૯૦ વાર છે. આગળનો ભાગ લગભગ ૫૬ વાર છે. કુલ ૮૪ સ્તંભો છે અને આજુબાજુ ૮૪ ઓરડાઓવાળાં નાનાં નાનાં મંદિરો પણ… સૂર્યના મંદિરમાં એક યોગ્ય આંકડાકીય સંખ્યા જે બેકી નંબરમાં હોય એવું જો માનવામાં આવે તો ૮૪ એ આંકડો હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે. તે તેના બહુવિધ હોવાના પરિણામે પવિત્ર છે.

જેમકે ૮૪ લાખ જન્મો (યોનીઓ) રાશિની સંખ્યા ૧૨ છે, અઠવાડિયામાં દિવસો ૭ હોય એટલે જો ૧૨ ગુણ્યા ૭ કરવામાં આવે તો ૮૪ થાય કે નહીં. આમ અણી સ્થાપત્ય કળામાં જ્યોતિષ શસ્ત્રનો પણ સહારો લેવામાં આવ્યો છે. જે સૂર્ય પર જ આધારિત છે. ૧૨ રાશિઓનો એક એક સ્તંભ અને ૭ દિવસોના સ્તંભો આવું જ્યોતિષી ગણિતનો એમણે સહારો લીધો છે આની સંરચનામાં. એ લગભગ બધાજ સૂર્યમંદિરોનાં સ્તંભો બનાવતી વખતે ધ્યાનમાં લેવાયેલું છે જ. માત્ર એટલું જ નહીં પણ મુખ્ય મંદિરની આજુબાજુ ૮૪ નાનાં નાનાં મંદિરો છે જે હિંદુ પ્રણાલીના પ્રતિક છે.

આ નાનાં નાનાં મંદિરો જોવામાં તો એક નાનકડાં ઓરડાં જેવાં જ લાગે છે. પરંતુ તેઓ એક જમાનામાં ખુબસુરત મંદિરો પણ હતાં. અવશેષો એ વાતની સાક્ષી જરૂર પુરાવે છે. મુખ્ય મંદિરના અવશેષો વછે એક મોટો કુંડ જે યજ્ઞવેદી જેવો લાગે છે. એપણ જોવામાં ખુબ સુંદર લાગે છે. મોઢેરાના સૂર્ય મંદિરની યાદ અપાવે એવો જ. કહેવાય છે કે અહીંયા એટલે કે મુખ્ય મંદિરમાં અને વેદીસ્થળે સૂર્યના પ્રથમ કિરણ પડતાની સાથે એની પૂજા-અર્ચના-ઉપાસનાનો પ્રારંભ થતો હતો. જોકે એક જ વરસમાં એ નાશ પામ્યું હોવાથી એમાં કેટલું સત્ય છે તે મારે મન તો એક સવાલ છે.

રાજતરંગીણીમાં પ્રસિદ્ધ રાજા લાલતાદિત્યના આ ઉત્તમ કાર્ય તરીકે નોંધાયું છે. જેણે ઇસવીસન ૬૯૩ થી ઇસવીસન ૭૨૯ સુધી શાસન કર્યું હતું. એમાં રાજા રામાદીત્યે એની શરૂઆત કરેલી અને આખરી ઓપ રાજા લલિતાદિત્યે આપેલો એ વાત અતિસ્પષ્ટ રીતે જણાવાઈ જ છે, એના ખંડોમાં એટલેકે રાજતરંગીણીમાં આ મંદિર પોતે રામાદિત્ય અને છેલ્લે એક રાણી અમૃતપ્રકાશે બંધાવ્યું હતું એવો ઉલ્લેખ મળે છે.

મંદિરનાં પ્રટાંગણમાં અર્ધ તૂટેલા ત્રણ પ્રવેશદ્વારનાં અવશેષો હવે ઊભાં છે. અનંતનાગ તરફ પશ્ચિમમાં તે તેની બનાવટમાં પણ લંબચોરસ છે અને ચૂનાના વિશાળ બ્લોક્સ, ૬ અથવા ૮ ફુટ લંબાઈ, અને ૯ માંથી એક, અને એક પ્રમાણભૂત માર્તંડ સૂર્ય મંદિર સાથે સમાંતર સોલિડિટી સાથે બનેલ છે. પચ્ચી આગળ જતાં એક વિશાળ દરવાજામાં થઈને આમુખ્ય મંદિરમાં દાખલ થવાય છે. આ દરવાજો તો અત્યારે હયાત નથી પણ એની જગ્યા જરૂર છે અહીં. ફર્ગ્યુસન માર્તંડ સૂર્યમંદિરની તવારીખની તારીખ ઇસવીસન ૭૫૦ અને રામાદિત્ય શાસનને સુધારે છે. ઇસવીસન ૫૭૮ -૫૯૪. તાવારીખોને ગોળી મારીએ તો પણ આ મંદિર અદ્ભુત છે.

એક તો એ કે એ કાશ્મીરમાં સ્થિત છે, બીજું એ કે ત્યાંથી આજુબાજુની વાદીઓ નજારો અદભૂત છે. મંદિરની સ્થાપત્યકળા પણ બેનમુન છે. ફોટોગ્રાફી અને શુટિંગ માટેનું આ એક અદ્ભુત સ્થળ છે. મતમતાંતર એ તો ઇતિહાસકારોની ખાનદાની બીમારી છે એમને આપણા હિંદુ ધર્મની ખાંધાની સૂઝ ના પડે. કારણ કે સૂર્યદેવ એ હિન્દુઓના જ માનીતાં ભગવાન છે. એ વાત આ ઇતિહાસકારોને ક્યાંથી ખબર પડે. કોઈ પણ રીતે પોતાનું જ્ઞાન પ્રગટ કરવું અને પોતે જે કહેવા માંગે છે એજ સાચું છે. એવું એ લોકોના મનમાં ઠસાવવા માંગે છે. વિકિપેડિયા કે અન્ય એન્સાક્લોપીડીયા પણ આમાંથી બકાત નથી જ, કારણ કે એમાં લખનાર તો આખરે તો માણસ જ છે. અને માણસ પોતાના પૂર્વગ્રહો -દુરાગ્રહો બીજાં પર ઠોકી બેસાડવા માટે જાણીતો જ છે ને. તે સમયની પ્રજા વિષે જો એક ખાસ અદ્યયન કરવામાં આવે ણે તો એક સારો અતિહાસિક અભ્યાસ થઇ શકે એમ છે

જેની કદાચ આપણને પણ ખબર ના હોય એવું પણ બને. પ્રજા કેવી રીતે જીવતી હતી અને કયા દેવને પૂજતી હતી તેઓમાં શું માન્યતા પ્રવર્તતી હતી આનો વિગતે આભ્યાસ થવો અત્યંત આવશ્યક છે, કારણ કે આપને જગ્યાઓ અને રાજાઓને જ મહત્વ આપીએ છીએ પ્રજાને નહીં જ. શું ત્યારે કે શું અત્યારે…? સંસ્કૃત ભાષા તો એ જગતની બધી જ ભાષાઓના મૂળમાં છે. આ ભાષા વિષે જ્યાં આપણે જ પૂરેપૂરું જાણતાં નથી તો બીજાં ક્યાંથી જાણી શકે. તાત્પર્ય એ કે ઈતિહાસકારો આ સંસ્કૃત ભાષાથી અજ્ઞાત હતાં.

આ માર્તંડ સૂર્યમંદિરનું પ્રટાંગણ ૨૨૦ ફૂટ લાંબુ અને ૧૪૨ ફૂટ પહોળું છે. મુખ્ય ઇમારત એટલે કે મુખ્ય મંદિર ૬૩ ફુટ લાંબુ અને ૩૬ ફૂટ પહોળું છે અને કશ્મીરનની તમામ મંદિર સ્થાપત્ય કળામાં એકલું, મુખ્ય મંદિર અને એ વિસ્તારને અભયારણ્ય કહેવાય છે. કારણ કે ત્યાં આજુબાજુ વનરાજી અને પહાડો છે, સંસ્કૃતમાં એને અંતરાલ અને અર્ધમંડપમ કહેવાય છે. અંગ્રેજીમાં એને Choir કે Nave કહેવાય છે. આ અંતરાલ એ ૧૮ ફૂટ પહોળો છે, જે સૂર્ય ભગવાનની મૂર્તિને અને સૂર્યના કિરણોને એક સુંદર આકૃતિ અને દ્રશ્ય દ્વારા ખુબસુરત બનાવે છે. અન્ય બે ભાગો સમૃદ્ધ પેનિલિંગ્સ અને શિલ્પવાળા નિશેસ સાથે રેખાવાળા છે.

મુખ્ય મંદિર હાલમાં સંપૂર્ણપણે ઢંકાયેલું હોવાથી છતનો મૂળ સ્વરૂપ ફક્ત અન્ય મંદિરોના સંદર્ભમાં જ અને માર્તંડ મંદિરના વિવિધ ભાગોના સામાન્ય સ્વરૂપ અને પાત્ર દ્વારા નિર્ધારિત કરી શકાય છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે છત પિરામિડમાંથી નીકળતી હતી, અને એનો વ્યાપ, ઊંચાઈ અને ઘેરાવો, ઓરડાઓ અને છત ણે પણ શિલ્પકળાથી આવરી લેવામાં આવ્યાં હતાં. આમ ચાર અલગ પિરામિડ હતા, જેમાંથી આંતરિક ખંડ ઉપર સૌથી ઊંચું હોવું જ જોઈએ, જમીનથી ઉપરના શિખરની ઊંચાઇ લગભગ ૭૫ ફૂટ જ હોવી જોઈએ. આંતરિક બાહ્ય તરીકે લાદવામાં આવવું જ જોઈએ. આવી ગણતરી એનાં બન્દ્કામ અને એને આખરી ઓપ આપતી વખતે ધ્યાનમાં લેવામાં આવતી હતી.

અહીં પગથિયાંઅને સીડીઓ છે, જેના પરથી ઉપર જઈ શકાય છે. આજુબાજુની વિશાળ વનરાજી અને દૂર દૂર પથારાયેલા પહાડોનું વિહંગાવલોક્ન કરી શકાય છે અને એ દ્રશ્યો પોતાના કેમેરમાં કંડારી શકાય છે. જે તમારી કાયમી યાદગીરી બની રહેવાનાંજ છે. ખંડેરોથી ઢંકાયેલા સુંદર શણગારેલા ઓરડામાં પ્રેવેશ કરીએ તો એ દ્રષ્ટિગોચર થાય છે કે, જેમાં દરેક બાજુ પર એક પ્રવેશદ્વાર દ્વારા આવરી લેવામાં આવેલ દરવાજા સાથે એક તાદાત્મ્ય સાધે છે અને એક વિશિષ્ટ આકૃતિ રચાય છે અને એક ત્રયી રચાતી જોવાં મળે છે. જે એક કાલ્પનિક ત્રિકોણ રચે છે આપણા મનમાં આ એક સંકેત છે, વિજ્ઞાન ને ગણિતનો.

મુખ્ય મૂર્તિની આજુબાજુ અનેક હિંદુ દેવદેવીઓની મૂર્તિઓ પણ હતી. જેમાંની કેટલીક આજે હયાત છે તો કેટલીક ખંડિત છે. જેમાં ગંગા અને યમુનાની મૂર્તિઓ પણ હતી. વિચાર કરો કે એક સૂર્ય મંદિર જે કાશ્મીરમાં છે ત્યાં ગંગા અને યમુનાની મૂર્તિઓ હોય. તો તેઓ હિંદુ ધર્મથી કેટલા જ્ઞાત હશે ? તેઓ માત્ર પોતાની પ્રાદેશિક સંસ્કૃતિને વળગીને બેસી નથી રહ્યાં. પણ હિંદુ ધર્મ કેટલો બધો સમૃદ્ધ છે તે દર્શાવવામાં આ મંદિરે કોઈ પાછી પાની નથી કરી એટલું તો દીવા જેવું સ્પષ્ટ જ છે.

છતની આંતરિક સજાવટ માત્ર અનુમાનિત રીતે નક્કી કરી શકાય છે. કારણ કે ત્યાં નવા અલૌકિક પત્થરો દેખાતા નથી જે ચોક્કસપણે ત્યાં ગોઠવવામાં આવે છે. બેરોન હ્યુગલ શંકા કરે છે કે માર્ટૅન્ડ સૂર્ય મંદિરમાં ક્યારેય છત હતી. પરંતુ મંદિરની દિવાલો હજુ પણ મોટા પથ્થરની અસંખ્ય ઢગલાઓ ઉભી કરી રહી છે. જે બધી બાજુઓ પર ફેલાયેલી છે, તે માત્ર છતની જ હોઈ શકે છે. કનિંગહામ વિચારે છે કે – માર્તંડ સૂર્ય મંદિરની ઉત્કૃષ્ટતા, ભવ્ય સૂર્ય પ્રોસ્પેક્ટ દ્વારા સૂચવવામાં આવી હતી જે તેના સ્થાને આદેશો છે. તે કાશ્મીર અને કદાચ આપણા જાણીતા વિશ્વમાં તેનાં શ્રેષ્ઠ દેખાવને અવગણે છે

કાશ્મીર ભારતનું સ્વર્ગ છે, નદીઓના પ્રવાહ અને તેની સંસ્કૃતિ તેના બગીચાઓ અને લીલા હરિયાળા ક્ષેત્રો વિશાળ બર્ફિલા પર્વતો દ્વારા ઘેરાયેલું છે. જેની ઊંચા શિખરો નીચે સુંદર ખીણ પર આહલાદક લાગે છે. દ્રશ્યની વિશાળ માત્રા તેને ઉત્કૃષ્ટ બનાવે છે. કાશ્મીરના આ ભવ્ય દ્રષ્ટિકોણથી અડધા માઇલ સુધી કોઈ માનવીય વિસ્તાર જ નથી. પરંતુ ખીણની સંપૂર્ણ પહોળાઈ ૬૦ માઇલ પહોળાઈ અને ૧૦૦ માઇલની લંબાઈની સંપૂર્ણ અને સર્વાંગી સુંદર એવું આ માર્તંડ સૂર્યમંદિર એક આગવી અને વિશિષ્ટ ભાત પાડે છે. આ રસ્તો સંપૂર્ણ પણે નિર્જન છે, પણ આજુબાજુના દ્રશ્યો અતિશય મનોહરકારી છે. માર્તંડ સૂર્ય મંદિર જોવામાં સમય માંગી લે એવું છે એટલે તમારાં પ્રવાસના શિડયુઅલમાં કદાચ બાધારૂપ બને એવું પણ બને તેમ છતાં સમય કાઢીને ખાસ સમય ફાળવીને આ માર્તંડ સૂર્ય મંદિર જોવાં ખાસ જ જજો એવી મારી આપ સૌને આગ્રહ ભરી વિનંતી છે.

આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ આને આર્સ્ક્ષિત અને એક અતીહાસિક ઈમારત જાહેર કરી છે જ પણ એકલું અટુલું આ ભવ્યાતિભવ્ય માર્તંડ સૂર્ય મંદિર થોડી દેખભાળ માંગી લે છે. ત્યાં કોઈ જ ગાઈડ કે માણસો જ નથી. કોણ આવે છે અને અને કોણ જાય છે એની કોઈને ખબર પણ નથી પડતી અને એની કોઈનેય પડી નથી. આવું તો ન જ થવું જોઈએ, એ તો ભલું થાજો વિશાલ ભારદ્વાજનું કે અ માર્તંડ મંદિર તરફ લોકોનું ધ્યાન કેન્દિત કર્યું અને હવે થોડાંઘણા લોકો તે જોવાં જતાં થયાં છે. એ સારી નિશાની છે, બોલો તમે સૌ ક્યારે જાઓ છો આ માર્તંડ સૂર્યમંદિર જોવાં તે…?

આ મંદિર વિષે કોઈ કથા નથી, એનો ઈતિહાસ જરૂર છે. પણ એ એક જ વરસમાં નષ્ટ કેમ થઇ ગયું ? કદાચ ધરતીકંપ કે ભૂસ્ખલન કારણભૂત હોઈ શકે છે. પણ એ નષ્ટ થઇ ગયું હોવા છતાં એને મુસ્લિમ શાસક સિકંદરે કેમ તોડ્યું ? એક વરસમાં ત્યાં પૂજા કરવા કોણ આવતું હતું ? એ ફરી કેમ ના બંધાયું ? આવાં હજારો પ્રશ્નો મારાં મનમાં ઉભાં થયાં છે. તમે ત્યાં જાઓ અને તમને એનો જવાબ મળે તો મને કહેજો ખરાં. ટૂંકમાં આ મંદિર જોવાં ખાસ જોવાં જજો હોં…

સંકલન – જનમેજય અધ્વર્યુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.