Gujarati

ખુશીઓની જાત જ

ખુશીઓની જાતજ હવે છેતરામણી લાગે છે.
મનમાં અનેક શંકાઓ અકણામણી જાગે છે.

વિશ્વાસ ફરી ફરી તુટયા જ કર્યો ત્યારે,
જિંદગી આજ હવે સરખામણી ત્યાગે છે.

ઇચ્છાઓ અધુરી રહેવા જ સર્જાઈ જયારે,
મિલનની વાતજ થઈ અણખામણી વાગે છે.

શબ્દોના તીર તારા ઓછા ચલાવ હવે,
નસીબનુ લોહ હવે પારસમણી માંગે છે.

નિયતિ ‘કાજલ’ના ધરનો માર્ગ વિસરી
દૂર દૂર હવે તો જીવનથી વધામણી ભાગે છે.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.