Kavygoshthi E-magazine

કાવ્યગોષ્ઠી ઈ-સામાયિક

સંપાદક – સુલતાન સિંહ ‘જીવન’કાવ્યગોષ્ઠી એ ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં ડીજીટલ માધ્યમ દ્વારા પદ્ય રચનાઓ ને દરેક મહિનાના અંતમાં ઇબુક અને વર્ચ્યુઅલ સ્વરૂપેવાંચકો સામે પ્રકાશિત કરતુ ઈ-સામાયિક છે. અમારો મુખ્ય હેતુ હમેશા નવા અને શીખાઉ કવિઓ ને એક યોગ્ય માધ્યમ પૂરું પાડવાનો છે કાવ્યગોષ્ઠી ઈ-સામાયિકના વૈચારિક પાયા છેક વર્ષ ૨૦૧૫ના અંતમાં નંખાયા હતા. પણ એને વાસ્તવિક સામયિકનું સ્વરૂપ મેળવતા આઠ મહિના જેવો સમય નીકળી ગયો અને છેવટે સપ્ટેમ્બર માસના અંતમાં ઇબુક સ્વરૂપે પ્રથમ અંક પ્રકાશિત થયો ત્યારબાદ ઉત્તરો ઉત્તર દરેક માસના અંતમાં કાવ્યગોષ્ઠી સામાયિક સમયસર વાંચક મિત્રો સમક્ષ મુકાય છે.

અમારો મુખ્ય હેતુ માત્ર અને માત્ર પદ્ય સાહિત્યને વર્તમાન સમયે જેટલે સુધી પહોચે છે એના કરતા પણ વધુ લોકો સુધી એક ડીજીટલ સામયિક સ્વરૂપના માધ્યમથી વાંચકના આંગળીના ટેરવે સુધી પહોચતો કરવાનો છે. અમારી ટીમ ક્યાંકને ક્યાંક સાહિત્ય સાથે જડાયેલી છે. ન કોઈ સિદ્ધ હસ્ત કવિ છે ના કોઈ સેલેબ્રિટી પણ હા અમારા આ નાનકડા પરિવારના બધા જ શીખનાર છે. બધાજ અહી સાહિત્ય ક્ષેત્રના વિદ્યાર્થી છે. જીવનની રાહ પર ચાલતા, રોજે રોજની આ દુનિયામાં બનતી ઘટનાઓને આંખોથી જોનાર, લાગણીઓને શબ્દોથી કંડારનાર, લખનાર અને જીવનના ભેદી રહસ્યો શીખનાર. કોઈક થોડુક વધુ જાણે છે કોઈક ઓછું પણ બધા વચ્ચે એક સબંધ છે. જેનું નામ છે કાવ્ય સબંધ જે બંધારણો અને નિયમો કરતા વધુ લાગણી, સ્પંદન, અહેસાસ અને સંવેદનનો છે. દરેક વાસ્તવિક જીવનમાં માત્ર કવિ નથી પણ હા દરેકના અંદર એ કવિ જીવ જીવંત છે. જીવનના મધ્યમાં હજુ શ્વાસ લેતો, શીખતો અને ચાલવા મથતો સાવ નાનકડા બાળક સમો. બસ આ તત્વને સહારે, એની અવાજને ચીલે ચાલી દરેક વ્યક્તિ લખી શકે છે. બસ એવુજ કઈક છે અમારા કાવ્ય ગોષ્ઠી પરિવારમાં. અમારો સાહીત્યક પરિવાર માત્ર ગુજરાત પુરતો માર્યાદિત નથી રહ્યો, એ અમેરિકા જેવા ફોરેઇન દેશોમાં રહેતા કવી જીવ સાથે પણ જોડાયેલો છે. એક દર્પણ છે આ ગ્રુપ દરેક સ્પંદનનું, દરેક લાગણીનું, દરેક અહેસાસનું, દરેક ક્ષણનું, અને સાહિત્યના નવ સર્જનનું…

અમે સંપૂર્ણ રીતે ઉચીત અને ગુણવત્તા સભર કદાચ હજુ નથી આપી શકતા. પણ હા કંઇક નવું અને કઈક સારું કરી રહ્યા છીયે માતૃભાષા માટે, પોતાના ગુજરાતી સાહિત્યમાં અમે પણ બની શકતું અમારું થોડું ઘણું યોગદાન આપી રહ્યા છીએ એવા અહેસાસ સાથે અમે અહી ભેગા મળ્યા છીએ…

કાવ્યગોષ્ઠિની અત્યાર સુધીની સફરમાં દ્રશ્ય, અદ્રશ્ય, શારીરિક અને માનસિક રીતે મદદ આપનાર દરેક કવિ અને લેખક મિત્રનું કાવ્યગોષ્ઠી ગ્રુપ હમેશા ઋણી છે.


કાવ્યગોષ્ઠીમાં શું છે…?


સામાન્ય રીતે શરૂઆતથી અત્યાર સુધીમાં કાવ્યગોષ્ઠી મેગેઝીનમાં ઘણા બદલાવો આવ્યા છે. અને પ્રકૃતિના બદલાવના નિયમ પ્રમાણે સમય સમયે એમાં સુધાર પણ આવતો જ રહેશે. પણ અત્યારે કાવ્યગોષ્ઠીમાં જે પ્રકાશન પામે છે તે વિષે ટૂંકમાં માહિતી…

પદ્ય રચનાઓ – દરેક મહિનાના અંતમાં પ્રકાશિત થતા આ સામયિકમાં દરેક રચનાકાર પોતાની વધુમાં વધુ 3 રચનાઓ મોકલાવી શકે છે. અને મોકલાવી આપાયેલી તમામ રચનાઓ માંથી પસંદગી પામેલી રચના જે તે માસના અંકમાં પ્રકશિત થાય છે.

ચિત્રપરથી શબ્દ સર્જન – દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક ચિત્ર આપવામાં આવે છે. જે ચિત્રના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના ચિત્ર અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી ૫ રચનાઓ જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.

શબ્દ સર્જન – દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક શબ્દ આપવામાં આવે છે. જે શબ્દના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના શબ્દ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી ૫ રચનાઓ જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.

સહિયારું પદ્ય સર્જન – દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક પંક્તિ આપવામાં આવે છે. જે પંક્તિના આધારે રચનાકારે પોતાની પદ્ય રચના પંક્તિ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં મોકલવાની હોય છે. મળેલી રચનાઓમાંથી પસંદગી પામેલી રચનાઓના આધારે બનતું એક કાવ્ય જે તે માસના સામયિકમાં પ્રકાશિત થાય છે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.

કાવ્યાનુમંચન – દરેક મહિનાના બીજા અથવા ત્રીજા દિવશે એક જાણીતા સાહિત્યકારની એક પદ્ય રચના આપવામાં આવશે. જે રચનાના આધારે મૂળ રચનાકારે પોતાની પદ્ય રચનામાં દર્શાવેલા ભાવોનું શાબ્દિક ચિત્રણ અપાયાના ૧૦ દિવસમાં જે તે આયોજકને અથવા સામયિકમાં રજુ કરવાનું રહેશે. મળેલ રચનાઓમાંથી પસંદગી પામેલી રચના સામયિકમાં પ્રકાશિત થશે જ્યારે આવેલી તમામ રચનાઓને કાવ્યગોષ્ઠીના વેબપોર્ટલ પર મુકવામાં આવે છે.

ફાસ્ટટ્રેક ઈન્ટરવ્યું – સામાન્ય રીતે સાહિત્ય જગતમાં જાણીતા વ્યક્તિ સાથેની વાતચીત દ્વારા ઘણું બધું શીખવા મળતું હોય છે. કાવ્યગોષ્ઠી સામયિકમાં એવા દરેક માસે કોઈ એક સાહિત્યકાર સાથેનો ઈન્ટરવ્યું પણ લેવામાં અને પ્રકાશિત કરવામાં આવે છે. જેમાં વાંચકો પણ જરૂરી માહિતી મેળવી શકે છે અને સાથે જ પોતાના પ્રશ્નો રજુ કરીને એ વિષે જરૂરી માહિતી મેળવી શકે છે.કાવ્યગોષ્ઠી સામાયિકના જુના અંકોકાવ્યગોષ્ઠી ઇ-સામયિક [સપ્ટેમ્બર : ૨૦૧૬] [અંક – ૧]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ઓક્ટોબર : ૨૦૧૬] [અંક – ૨]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ નવેમ્બર : ૨૦૧૬] [અંક – 3]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ ડીસેમ્બર : ૨૦૧૬] [અંક – ૪]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ જાન્યુઆરી : ૨૦૧૭ ] [અંક – ૫]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ ફેબ્રુવારી – ૨૦૧૭ ] [અંક – ૬]


કાવ્યગોષ્ઠી ઈ-સામયિક [ માર્ચ – ૨૦૧૭ ] [ અંક – ૭ ]


કાવ્યગોષ્ઠી ઈ-સામયિક [ એપ્રિલ – ૨૦૧૭ ] [ અંક – ૮ ]


કાવ્યગોષ્ઠી ઈ-સામયિક [ મે – ૨૦૧૭ ] [ અંક – ૯ ]


કાવ્યગોષ્ઠી ઈ-સામયિક [ જુન – ૨૦૧૭ ] [ અંક – ૧૦ ]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ જુલાઈ/ઓગસ્ટ – ૨૦૧૭ ] [ અંક – ૧૧/૧૨ ]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ સપ્ટેમ્બર – ૨૦૧૭ ] [ અંક – ૧૩ ]


કાવ્યગોષ્ઠી ઇ-સામયિક [ ઓક્ટોમ્બર – ૨૦૧૭ ] [ અંક – ૧૪ ]Source :- કાવ્યગોષ્ઠી બ્લોગAdvertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.