Education Gujarati Myths & Mysteries Writers Space

કાલભૈરવ ક્ષેત્રપાલ – કલયુગના જાગૃત દેવતા

કલયુગના જાગૃત દેવતા છે ક્ષેત્રપાલ
શાસ્ત્રો અનુસાર શિવજીના રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઇ છે. આ રુધિર ધારા બે ભાગોમાં વિભાક્સ્ત થઇ ગઈ. એમાં એકે બટુક ભૈરવનું રૂપ લીધું અને બીજાંથી કાળભૈરવનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન શિવના પાંચમાં અવતાર ભૈરવને ભૈરવનાથ પણ કહેવામાં આવે છે. નાથ સંપ્રદાયમાં એમની પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન કાલભૈરવને એ વરદાન હત્તું કે ભગવાન શિવજીની પૂજા કરતાં એમની પૂજા પહેલી થશે. સંકટો, આપદાઓ અને વિભિન્ન પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટે ભક્તગણ કાલભૈરવનો આશય લેતાં હોય છે.
કલિયુગમાં ભયથી બચવાં માટે કાલભૈરવની આરાધના સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. કાલભૈરવને શિવજીનું એક રૂપ માનવામાં આવે છે. કાલભૈરવની પૂજા કરનારને કોઈપણ પ્રકારનો ભય નથી સતાવતો હોતો. ભૈરવ શબ્દનો અર્થ જ થાય છે – ભયાનક. એ ભગવાન શિવના પ્રમુખ યોદ્ધા છે. ઘેરો કાળો રંગ, સ્થૂળ શરીર, ઉગ્ર નેત્ર, કાળાં ડરાવણા વસ્ત્રો, રુદ્રાક્ષની કંઠમાળા. હાથોમાં ભયાનક દંડ અને કાળા કૂતરાં પર સવારી કરવાં વાળાં ભૈરવ ભયના પૌરાણિક દેવતા છે. ભૈરવ જયાં ગણના રૂપમાં ગણાય છે ત્યાં એ માં દુર્ગાના અનીચાર પણ મનાય છે. 
ભૈરવ કુતરાની સવારી કરે છે. ચમેલીના ફૂલ એમને વિશેષ પ્રિય છે. ભૈરવ રાત્રીના દેવતા મનાય છે. ભૈરવનો અર્થ ભયનું હરણ કરીને જગતનું ભારણ કરવાંવાળાં થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ભૈરવ શબ્દના ત્રણ અક્ષરોમાં બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ આ ત્ર્નીની શક્તિ સામાહિત છે. સ્કંદપુરાણના કાશીખંડના ૩૧ માં અધ્યાયમાં એમનાં પ્રાગટ્યની કથાનો ઉલ્લેખ મળે છે. ગર્વથી ઉન્મત્ત બ્ર્હામાંજીના પાંચમાં મસ્તકને પોતાના ડાબા હાથના નખોથી કાપી નાંખવાનને કારણે. જયારે ભૈરવ બ્રહ્મહત્યાના ભાગી થઇ ગયાં ત્યારે ભગવાન શિવ ની પ્રિય કાશીમાં આવીને દોષમુક્ત થઇ ગયાં. કાલિકા પુરાણમાં ભૈરવને નંદીની જેમ શિવજીની એક ગાય બતાવવામાં આવી છે. શિવ પુરાણમાં ભૈરવને ભગવાન શંકરનાં પૂર્ણરૂપ બતાવતાં લખવામાં આવ્યું છે કે ——-
ભૈરવ: પૂર્ણરૂપોહિ શંકરસ્ય પરાત્મન: ।
મૂઢાસ્તેવૈ ન જાનંતિ મોહિતા:શિવમાયયા ।।
કાલ ભૈરવનો આવિર્ભાવ માર્ગશીર્ષ કૃષ્ણ અષ્ટમીએ પ્રદોષકાલમાં હોવાનો ઉલ્લેખ કરતાં પુરાણોમાં કહેવાયું છે કે શિવજીના રુધિરથી ભૈરવની ઉત્પત્તિ થઇ. શિવ પુરાણ અબુસાર માર્ગશીર્ષ મહિનામાં કૃષ્ણપક્ષની અષ્ટમીના મધ્યાન્હમાં ભગવાન શંકર ના અંશથી ભૈરવની ઉત્પત્તિ થવાના કારણે આ તિથિને કાલ ભૈરવાષ્ટમી ના નામે પણ જાણવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર – અંધકાસુર નામનો દૈત્ય પોતાનાં કૃત્યોથી અનીતિ અને અત્યાચારની સીમાઓ પાર કરી રહ્યો હતો. એટલે સુધી કે એક વાર ઘમંડમાં ચુર થઈને એ ભગવાન શિવ ઉપર આક્રમણ કરવાનું દુસાહસ કરી બેઠો. ત્યારે એના સંહાર માટે શિવના રુધિરમાંથી ભૈરવની ઉત્પત્તિ થઇ. કેટલાક શાસ્ત્રોમાં ભૈરવની ઉત્પાતિનું કારણ શિવજીનું અપમાન બતાવવામાં આવ્યું છે.
• કથાનુસાર
સૃષ્ટિના પારંભમાં સૃષ્ટિકર્તા બ્રહ્માએ શંકરની વેશભૂષા અને એમનાં ગણોની રૂપ્સજ્જા જોઇને ભગવાન શિવને તિરસ્કારયુક્ત વચન કહ્યાં. પોતાનાં આ અપમાન પર સ્વયં શિવે તો કોઈ ધ્યાન આપ્યું નહીં. પરંતુ એમનાં શરીરમાંથી એ જ સમયે ક્રોધથી કંપાયમાન અને વિશાળ દંડઘારી એક પ્રચંડકાય કાયા પ્રગટ થઇ અને એ બ્રહ્માજીનો સંહાર કરવાં માટે ઉધત થઇ ગઈ. રુદ્રના શરીરમાંથી ઉત્પન્ન આ કાયાને મહાભૈરવ નામ આપવામાં આવ્યું. પછીથી ભગવાન શિવજીએ એમને પોતાની નગરી કાશીનો કોટવાલ અર્થાત નગરપાલ નિયુક્ત કરી દીધો.
કાલાંતરમાં ભૈરવ -ઇપાસનાની બે શાખાઓ બટુક ભૈરવ અને કાલભૈરવના રૂપમાં પ્રસિદ્ધ થઇ. જ્યાં બટુકભૈરવ પોતાનાં ભક્તોને અભય આપવાંવાળાં સૌમ્ય રૂપમાં વિખ્યાત છે. ત્યાં કાલભૈરવ આપરાધિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કરવાંવાળાં પ્રચંડ દંડનાયકનાં રૂપમાં પ્રસિદ્ધ થયાં. ભૈરવ સાધનામાં પણ ધ્યાનની એક પોતાની આગવી વિશિષ્ટતા છે. શ્રી બટુક ભૈરવજી ધ્યાન હેતુ એમનાં સાત્વિક, રાજસિક અને તામસિક રૂપોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે જ છે. જ્યાં સાત્વિક, ધ્યાન, અપમૃત્યુનાં નિવારક, આયુ – આરોગ્ય અને મોક્ષફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યાં ધર્મ અર્થ અને કામની સિદ્ધિ માટે રાજસિક ધ્યાનના ઉપાદેયતા છે. એ જ રીતે, કૃત્યા, ભૂત, બ્રહ્માદિનાં દ્વારા શત્રુનું શમન કરવાંવાળો તામસિક ધ્યાન કહેવામાં આવે છે.
ભય સ્વયં તામસ ભાવ છે. તમ: અને અજ્ઞાનનું પ્રતિક છે. આજ ભાવ કે જે વિવેકપૂર્ણ છે, એ જાણે જ છે કે સમસ્ત પદાર્થ અને શરીર સંપૂર્ણપણે નાશવાન છે. આત્માના અમરત્વને સમજીને એ પ્રત્યેક પરિસ્થિતિમાં નિર્ભય બની રહે છે. યજ્ઞમાં શ્રી ક્ષેત્રપાલના રૂપમાં એમને એમનો ભાગ આપવો પડતો હોય છે. ભૂત, પ્રેય, પિશાચ આદિની ગણના ભગવાન શિવનાં અન્યતમ ગણોમાં કરવામાં આવે છે. આભિપ્રાય એ છે કે – વિવિધ રોગો અને આપત્તિઓ – વિપત્તિઓનાં અધિદેવતા છે. શિવજી પ્રલયના પણ દેવતા છે. અત: વિપત્તિ, રોગ એવં મૃત્યુના સમસ્ત દૂત અને દેવતા એમનાં પોતાનાં સૈનિક છે. આ બધાં ગણોના અધેપતિ અથવા સેનાનાયક છે મહાભૈરવ…
ભય જ એમનો સેનાપતિ છે. જે બીમારી, વિપત્તિ અને વિનાશના પાર્શ્વમાં એમનાં સંચાલકના રૂપમાં સર્વત્ર ઉપસ્થિત દેખાઈ પડે છે. તંત્રાચાર્યો અનુસાર વેદોમાં જે પરમ પુરુષનું ચિત્રણ રુદ્રના રૂપમાં થયેલું છે. એ સ્વરૂપનું વર્ણન તંત્રશાસ્ત્રનાં ગ્રંથોમાં ભૈરવના નામે કરેલું છે. ભગવાન શંકરનાં અવતારોમાં ક્ષેત્રપાલ ભૈરવનું એક વિશિષ્ટ મહત્વ છે. તાંત્રિક પદ્ધતિમાં ભૈરવ શબ્દની નિરુક્તિ એમનાં વિરાટરૂપને પ્રતિબિંબિટ કરે છે. વામકેશ્વર તંત્રની યોગિનીહૃદયદીપિકા ટીકામાં કહેવામાં આવ્યું છે કે – વિશ્વસિ ભરણાદ રમણાદ વમનાત સૃષ્ટિ-સ્થિતિ-સંહારકારી પરશિવો ભૈરવ.
તંત્રાલોકની વિવેક-ટીકામાં ભગવાન શંકરના ક્ષેત્રપાલ ભૈરવરૂપને જ સૃષ્ટિ (ક્ષેત્ર)ના સંચાલક (પાલક) બતાવવામાં આવ્યાં છે. કલિયુગના જગૃત દેવતા કાલભૈરવ (શ્રી ક્ષેત્રપાલ ભગવાન) ની પૂજા સંપૂર્ણ ભારતમાં થાય છે અને એ પૃથક – પૃથક અંચલોમા પૃથક નામોથી ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં ભૈરવ, કાલ ભૈરવ અથવા મહાભૈરવ, મહારાષ્ટ્રમાં ખંડોબા, દક્ષિણ ભારતમાં શાસ્તા તથા બીજા અન્ય અંચલોમા એને પૃથક નામથી બોલાવાય છે.
દરેક જગ્યાએ એમની પૂજા ઉગ્ર દેવતાના રૂપમાં થાય છે. લોકજીવનમાં ભગવાન કાલભૈરવને ક્ષેત્રપાલ બાબા. ખેતલ, ખંડોવા, ભૈરૂ મહારાજ, ભૈરુ બાબા આદિ નામોથી ઓળખવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનમાં એને ખેતરપાલ કહેવામાં આવે છે. અનેક સમાજોના એ કુળ દેવતા છે. વિવિધ સ્થાનોમાં એમને પૂજવા માટે અલગ ૦અલગ વિધાનો પ્રચલિત છે. ક્ષેત્રપાલ ભૈરવની ઉપાસનામાત્રથી બધાંજ પ્રકારના દૈહિક, દૈનિક, માનસિક પરેશાનીઓયહી શીઘ્ર મુક્તિ મળે છે.
કોઈ પણ વ્યક્તિ એમની પૂજા, આરાધના, ઉપાસના થી લાભ ઉઠાવી શકે છે. આજે આ વિષમતા ભર્યા યુગમાં માનવને ડગલેને પગલે બાધાઓ, વિપત્તિઓ અને શત્રુઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં મંત્ર સાધના જ આ બધી સમસ્યાઓ પર વિજય અપાવી શકે એમ હોય છે. ક્ષેત્રપાલ કાલભૈરવ કાળનીજેમ રૌદ્ર છે અને કાલરાજ છે. મૃત્યુ પણ એમનાંથી ભયભીત રહે છે. કાલભૈરવ દુષ્ટો અને શત્રુઓનાં નાશ કરવાં માટે સક્ષમ છે.
તંત્ર શાસ્ત્રના આચાર્યોએ પ્રત્યેક ઉપાસના કર્મની સિદ્ધિ માટે લેવામાં – કરવામાં આવેલાં જપ આદિ કર્મોના આરંભમાં ભૈરવનાથની આજ્ઞા પ્રાપ્ય કરવાનો નિર્દેશ આપવામાં આવેલો છે. આ રીતે વિષમતાઓ અને વિપત્તિઓથી ભરેલાં આ કલિયુગમાં ક્ષેત્રપાલ ભૈરવ ઉપાસના અતીવ અને શીઘ્ર ફળદાયી સાબિત થતી હોય છે.
👉 થોડુંક વધારે :-
ક્ષેત્રપાલ અથવા ભૂમિઓ – આ ખેતરો અને ગ્રામ્ય સરહદોનાં નાનાં ભગવાન છે. આ દયાળુ ભગવાન છે, જે કોઈને પણ સતાવતા નથી. દરેક ગામમાં એમનું મંદિર હોય છે. જ્યારે અનાજ વાવવામાં આવે છે, અથવા નવું અન્ન ઉત્પન્ન થાય છે. ત્યારે એમની પૂજા કરવામાં આવે છે. જેથી કરીને એ ઝાકળ અને જંગલી જંતુઓથી એનો બચાવ કરી શકે અને ભંડારમાં જતરે અન્ન રાખવામાં આવે તો કીડા અને ઉંદરોથી એની રક્ષા થઇ શકે. આ ન્યાયી દેવતા છે, એ સારને પુરસ્કાર અને ધુર્તોને દંડ દે છે. ગામની ભલાઈ ઈચ્છે છે. વિવાહ, જન્મ અને ઉત્સવમાં એમની પૂજા થાય છે, રોટી અને બેટ ચઢાવવામાં આવે છે. આ ભગવાન સીધાં એટલાં છે કે ફળ – ફૂલથી પણ સંતુષ્ટ થઇ જાય છે 
સંકલન – જનમેજય અધ્વર્યુ 

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.