Gujarati Writers Space

હમાર ભૈયા જ્હોની ભૈયા

ભારત કલ્ચરની રીતે હવે અમેરિકા બની રહ્યું છે. અલબત્ત સ્પોર્ટ્સ કલ્ચર ! થોડા મહિનાઓ પહેલાની વાત છે, સુપરસ્ટાર ટ્રીપલ એચે ભારતની મુલાકાત લીધી હતી. એરપોર્ટથી ઉતરીને પોતાના રસાલા સુધી પહોંચ્યો ત્યાંસુધી તેણે અઢળક ફેન્સ સાથે મુલાકાત કરી. જેનું કારણ WWEને ભારતમાં પ્રમોટ કરવું. વર્ષોથી એક ભાઈ ટ્રિપલ એચની રાહ જોઈ રહ્યા હતા, ટ્રીપલ એચે જ્યારે પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારથી ટ્રીપલ એચનો પેઈન્ટ કરેલો ફોટો તેની પાસે હતો. ટ્રીપલ એચે તેને ઓટોગ્રાફ આપ્યો અને સેલ્ફીનો યુગ હોવાથી આ કામ પણ પૂર્ણ કર્યું. અત્યારે ભારતના હાઈપ્રોફાઈલ અને શરીરે અલમસ્ત સહિત એક્ટિંગ પણ કરી શકતા હોય તેવા પાંચ લોકોને ટ્રીપલ એચે WWEમાં ઉતર્યા છે. તેમાં એક તો છેલ્લી મહાભારતમાં ભીમ બનેલો અભિનેતા પણ છે. એક મહિલા નામે કવિતા દેવીનું ડેબ્યુ કરાવ્યું. ઉપરથી ભારતનો સ્ટાર જીંદર મહાલ જે કોઈ દિવસ રિંગમાં ચાલતો નહોતો, તેના હાથમાં WWEનું ટાઈટલ પકડાવી દીધુ, એ પણ ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ દિલ્હીમાં યોજાનારી ઈવેન્ટના એક મહિના પહેલા. જ્હોન સીના અચાનક રાહુલ દ્વવિડનો ફેન બની ગયો અને પોતાના ઓફિશ્યલી ટ્વીટર પેજ પરથી રાહુલ દ્રવિડના ક્વોટેશન સાથેનો ફોટો શેર કર્યો. અમેરિકાની આ ઈન્ડસ્ટ્રીને મોડી મોડી ખબર પડી કે, ભારતમાં તો આપણી ફેન ફોલોઈંગ ઘણી છે, ક્રિકેટ બાદ ભારતમાં 9 કરોડ લોકો આ મલયુદ્ધ નિહાળે છે, જેમાં અભિનય સિવાય કશુ નથી હોતું, પણ અભિનય હોય છે એટલે લોકોને સારૂ લાગે છે. 2006 પછી પહેલીવાર જ્યારે જ્હોન સીનાએ ભારતની મુલાકાત લીધેલી ત્યારે તેને ભારતમાં પોતાની લોકપ્રિયતા જોઈ અચંબો થયો. પછી કેને અક્ષય કુમારની મુલાકાત લીધેલી. એકવાર માર્ક હેનરી અને એકવાર બીગ શો પણ આવી ગયેલા. અને રહ્યુ સહ્યુ ગ્રેટ ખાલીએ પૂરૂ કરી દીધુ. ભારતમાં અડીંગો જમાવતા તેમને 30 વર્ષ જેટલો સમય લાગ્યો. અને હવે તો હિન્દીમાં ડબ થયેલા તેમના ફની ડાઈલોગ પણ આવવા લાગ્યા છે.

આવુ જ હવે અમેરિકાની ખ્યાતનામ બ્લેઝર્સ પોર્નઈન્ડ્સ્ટ્રીના સ્ટાર જ્હોની સીન સાથે થઈ રહ્યું છે. એક ભોજપૂરી લહેકામાં લખાયેલ મેમે મુજબ, ‘‘હમાર ભૈયા કૈસા હો, જ્હોની ભૈયા જૈસા હો, હમારી ભાભી કૈસી હો, લીસા મેમસાબ જેસી હો…’’ અને નીચે 123K લાઈકનો ઢગલો હતો. પોર્ન ઇન્ડસ્ટ્રીથી હવે ભારત જોડાતુ જાય છે. જોકે આ જોડાવુ માત્ર ફેન તરીકે છે. અત્યારે જ્યાં જાવ ત્યાં જ્હોની સીન સિવાય કંઈ નથી જોવા મળતું. સોશિયલ મીડિયા પર એક પેજ છે, શુદ્ધ દેશી એન્ડીંગ. બધાએ જોયું હશે કે તે લોકો વલ્ગર અને ફિલ્મ કરતા પણ સારો એન્ડ લાવવા સક્ષમ છે. તેમાં ટાઈગર ઝિંદા હૈનું જે સ્પૂફ કરેલું તેમાં જ્હોની સીનને ઉમેર્યો હતો. જેનું પાત્ર ડોક્ટરનું હતું અને નર્સોને તેણે કિડનેપ કરી લીધી હતી. ખબર છે ડોક્ટરનું પાત્ર જ શા માટે ? જ્હોની સીન એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર થયો તે ડોક્ટરનું જ કિરદાર હતું.

પેન્સિલવેલિયામાં રહેતા જ્હોનીની કોઈ ઈચ્છા ન હતી કે પોતે એડલ્ટ ઈન્ડસ્ટ્રીનો કઠપુતળીની માફક ભાગ બને. કોલેજ પૂરી કરી જ્હોનીને સારી એવી નોકરી કરવી હતી. પરિવારને સમય આપવો હતો, પણ રહેતા રહેતા પોર્નસ્ટાર બની ગયો. ઉપરથી નસીબમાં લખાયેલું હતું તે મુજબ જ્હોનીને 500 એડલ્ટ ફિલ્મ મળી ગઈ. એટલે કે તેણે 500 છોકરીઓ સાથે શરીર સંબંધ બાંધેલા છે અને જ્હોનીની હાય રે… યે ફુટળી જવાની… યે ઉનકી સલમાન સે ભી બહેતર બોડી ઓર એક્ટિંગ ભી જોઈને લાગે છે, આગામી સમયમાં ઓલ્ડ એડલ્ડ પોર્નસ્ટાર તરીકે પણ તે ચાલશે. આ વિચાર જ્હોનીનો નહોતો કે પોતે પોર્ન ઈન્ડસ્ટ્રીની શૃંગારીક દુનિયાનો પાર્ટ બને. આ વિચાર તેના મિત્રોનો હતો. ભારતમાં જે મુજબ ક્રિકેટનું કલ્ચર છે, તે પ્રમાણે ત્યાં રગ્બીનું કલ્ચર છે. રગ્બીને તે લોકો બીજા અર્થમાં ફુટબોલ તરીકે ઓળખે છે, ભલે તે ફુટબોલ છે નહીં, પણ જ્હોની જ્યારે કોલેજમાં રગ્બીની રમત રમી ડ્રેસિંગ રૂમમાં આવતો હતો, ત્યારે તેની બોડી જોઈ મિત્રો આહ… પોકારી જતા. તેમણે તેને સજેશન આપ્યું કે ભાઈ, ‘તુ એડલ્ડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર.’ જ્હોનીને એડલ્ડ ઈન્ડસ્ટ્રી પસંદ ન હતી. એટલે કોલેજ પૂરી કરી તે એન્જલિના સિટીમાં ચાલ્યો ગયો, પણ કોઈ તમને કહે, તુ આમા ચાલે એમ છો, એટલે એકવાર આપણે એ તરફ જોવાના તો ખરી ! અરીસામાં આપણું થોબડુ જોઈ કહેવાના કે, ‘હા, યાર કહેતો તો સાચુ હતો.’ એમ માની જ્હોનીએ માર્યો એડલ્ડ ઈન્ડસ્ટ્રીમાં ઠેકળો.

પરંતુ હોલિવુડની માફક એડલ્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવુ મુશ્કેલ છે. હજુ તમે હોલિવુડ ફિલ્મોમાં ચાલી શકો, પરંતુ એડલ્ડ ઈન્ડસ્ટ્રી માટે એક ફિઝીક જોઈએ, નબળા શરીરના કેટલાક લોકો ચાલી ગયા છે, તો તેમની બીજી ખાસિયત છે ! જ્હોનીને પોર્નસ્ટાર બનવું હતું, તે પણ સૌથી મોટી ઈન્ડસ્ટ્રી બ્લેઝર્સમાં. ત્યાં તો ન મળ્યું પણ ચીઅરલીડર્સ સાથેના રોલમાં 28 વર્ષની ઉંમરે ચમકી ગયો. પોર્ન ઈન્ડસ્ટ્રીનો સૌથી મોટો એર્વોડ AVN પારિતોષિક પણ તે ફિલ્મને મળી ગયો, પણ જ્હોનીનું લીડ કેરેક્ટર ન હતું. પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પણ લીડ કેરેક્ટર હોય છે. એટલે સફળતા મેળવવા 28 વર્ષની ઉંમરે તેણે નામનો ત્યાગ કર્યો. ત્યાંગીને ભોગવી જાણોની રીતે તેણે સ્ટીવ વુલ્ફ નામ જે તેનું ઓરિજનલ છે, તે છોડી જ્હોની સીન નામ ધારણ કર્યું. પોતે પોતાની ફઈ બની ગઈ અને કિસ્મત ચાલવા લાગી. 6 ફુટની હાઈટનો અને અમેરિકન જોડિયાક પ્રમાણે વૃશ્રિક રાશિ ધરાવતો જ્હોની સીન 39 વર્ષની વયે યુવા એડલ્ડ સ્ટારોને હંફાવી દે છે. જ્હોની પડદા પર છવાવ લાગ્યો અને અગાઉ કહ્યું તેમ ડોક્ટરનો કિરદાર તેના હાથમાં આવી ગયો. તેની ઈચ્છા હતી તે કેનેડાની બ્લેઝર્સ કંપનીએ તેને કાયમી જોબ ઓફર કરી અને ત્યારથી અત્યાર સુધી જ્હોની સીન બ્લેઝર્સ કંપનીની ફિલ્મોમાં જ ચમકે છે. 2013માં માત્ર સેક્સ માટે નહીં પણ બેસ્ટ રોમાન્સ માટેનો એર્વોડ પણ તેને મળ્યો છે. પોર્નસ્ટાર તરીકે તેની સૌથી વધારે જોડી લીસા એન સાથે જામી છે. અને એ વર્ષે જ એક દુર્ઘટના બની.

અમેરિકામાં સોશિયલ મીડિયા થોડુ વહેલુ આવી ગયેલું એટલે કાગડા બધે કાળાની જેમ અફવાઓ પણ એટલી જ ફેલાઈ. જ્હોનીનું એક્સિડન્ટ થયું હોવાની અફવા આખા અમેરિકામાં સ્ટ્રોર્મની માફક ફેલાણી. કાર પણ તેની જ હતી, પણ કારમાં જ્હોની ન હતો. અને પછી બાલાજી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સિરીયલોમાં જેમ મરેલુ જીવતુ થઈ પાછુ આવે અને બેકગ્રાઉન્ડમાં જે મ્યુઝિક પ્લે થાય તેવુ જ્હોનીના પરત ફરતા આખા અમેરિકાના કાનમાં વાગવા લાગ્યું. જ્હોની ભૈયા ઝિંદા હૈ ! અકસ્માત જ્હોનીની કારને જ થયો હતો, પણ અંદર કોઈ બીજુ સવાર હતું. જ્હોનીએ બાદમાં એડલ્ટ મેગેઝિનોને ઈન્ટરવ્યૂ આપ્યા અને એડલ્ટ મેગેઝિનો તો જ્હોનીને કવરપેજ પર ચમકાવા માટે તૈયાર રહેતી જ હતી. તેમણે જ્હોનીને કવરપેજ પર રાખી સ્ટોરી તૈયાર કરી અને જ્હોની ઝિંદા હૈ ! ની ખબર આખા અમેરિકાને પડી. એડલ્ડ ઈન્ડસ્ટ્રીમાં તેના યોગાસનો એટલા પોપ્યુલર છે કે, એક વર્ષમાં 6 એડલ્ટ ફિલ્મ કરી અને બધી ફિલ્મો માટે તેને નોમિનેશન મળેલુ.

માણસ સ્પેસમાં સેક્સ કરે તો ? આ કન્સેપ્ટ સાથે એડલ્ડ સ્ટાર ઈવ લોવિઆને ફાઈનલ કરવામાં આવી. સામે હતા જ્હોની ભૈયા. એ પ્રોજેકટ એડલ્ડ ઈન્ડસ્ટ્રીનો અત્યારસુધીનો સૌથી ખર્ચાળ પ્રોજેક્ટ હતો. 3.4 મિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા અને જ્હોની ભૈયા વહાં ભી સફલ હુએ.

પણ જ્હોનીએ તમામ કેરેક્ટરો પ્લે કર્યા છે. છેલ્લા પંદરેક દિવસથી એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જ્હોનીની મજાક ઉડાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે એક આર્મીમેન છે, ફાયર ફાઈટર ઉડાવનાર છે, લોકોનો જીવ બચાવતો ડોક્ટર છે, આગમાંથી લોકોને હેમખેમ સુરક્ષિત સ્થળે પહોચાડતો ફાયર બંમ્બાવાળો છે, એક એસ્ટ્રેનોટ છે. આટલી બધી ડિગ્રીઓ જ્હોની ભૈયાએ પોતે લીધેલી છે. પણ તે બધી ડિગ્રીઓ પોર્ન ફિલ્મોમાં જ જોવા મળશે.

જ્હોનીના કસાયેલા શરીર પાછળનું કારણ તેનું રૂટિન છે. રૂઢિચુસ્ત ભારતીયોને ચિતરી ચઢે એવો પોર્નસ્ટાર માત્ર નથી. તે ઈચ્છે એટલા કિલોમીટર સાઈકલ ચલાવે છે, પહાડો પર ચઢવું તેનો શોખ છે, નવરાશના સમયમાં સમુદ્રમાં પડી તરવા લાગે છે. આ સિવાય જીમ બીમ તો નોખુ. અમેરિકન અખબારોમાં એક એવી અફવા છપાયેલી કે, જ્હોની ભૈયા પોર્ન ફિલ્મમાં પોતાની લેડી પોર્ન કો-સ્ટાર તેના જેટલા પાર્ટને અડકે, તેટલા રૂપિયા માગે છે અને એટલે જ ડિરેક્ટરો ફિલ્મની લીડ પોર્નસ્ટારને જ્હોની ભૈયાથી થાય તેટલુ દૂર રહેવાનું કહે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીનો શાહરૂખ ખાન તેને કહી શકો. કારણ કે, જ્હોની…. એક ફિલ્મ માટે સૌથી વધારે ચાર્જ કરે છે અને જેમ બોલિવુડમાં શાહરૂખ ખાન અને સેક્સ વેચાય તેમ વેચાય છે. આ લાઈનની કર્ટસી નેહા ધુપિયા…

ડાયેટમાં ફ્રુટ ખાવાનો તેને ખૂબ શોખ છે. પોતાના વાળનું મુંડન પણ દર બે દિવસે તે પોતે જ કરે છે. રજનીકાંત જે ન કરી શકે તે જ્હોની કરી શકે છે !! 500 જેટલી એડલ્ડ ફિલ્મોમાં કામ કર્યું હોવા છતા… જ્હોનીના લગ્ન થઈ ગયા છે, તે મોટી વાત કહેવાય. ભારતમાં આ સહનકારક નથી.

~ પોકર ફેસ

દર સેકન્ડે 28,258 લોકો પોર્ન ફિલ્મ જુએ છે અને તમે જે જુઓ છો, તે 90 ટકા વસ્તુ અસત્ય છે… – જ્હોની સીન

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.