Gujarati Writers Space

જેરેમી વેઈડ: ગુંચ કેટફીશ અને ભારતે જેને ઓળખ અપાવી

જેરમી વેઈડ, નામથી નહીં ઓળખો, પણ આ માણસનો ચહેરો સામે આવી જાય એટલે તુરંત ઓળખી જશો. આઈપ વીસમાં જન્મેલા વેઈડનું જીવન નેયલેન્ડમાં ઉછર્યુ હતું. વેઈડનું તો એવુ માનવુ છે કે, જો હું કોઈ એવા પ્રદેશમાં જનમ્યો ન હોત, જ્યાં નદી ન હોત, પાણી ન હોત. તો પછી કોઈ દિવસ એનિમલ પ્લેનેટના શોમાં હું નજર પણ ન આવેત. ઈંગ્લેન્ડના કેમ્બ્રિજના સફલોકમાં આ માણસનું નિવાસસ્થાન આવેલુ હતું. જે નદી કિનારે છે. વિશાળ નદી અને આ વિશાળ નદીની નજીક એક પાંચ વર્ષનો છોકરો જેનું નામ જેરમી વેઈડ. જેરમીની એવી ઈચ્છા કે અંદર તરતી એકાદ માછલી પકડી હોય, અને તે પણ જો વિશાળ હોય, જે સામાન્ય માણસે કોઈ દિવસ જોઈ ન હોય, તો પછી મજા આવી જાય. પણ સમસ્યા એ હતી કે આ વિશાળ નદીમાં એ માછલી શોધવી કઈ રીતે. જ્યાં તમે પગ મુકો ત્યાં નદીનું એક રેલુ તમને રેલાવતુ લઈ જાય. સ્કુલમાંથી છુટીને વેઈડ રોજ આ નદી કિનારે બેસે. મમ્મી-પપ્પાની આજ્ઞા વિના આમા જવુ કેમ ? જોકે એકવાર તેણે હિંમત કરી લીધી. એક માછલીઓનું મહાકાય ઝુંડ આવી રહ્યું હતું. તેણે પકડવાની કોશિશ કરી, પણ એકપણ ન પકડાય. સાલ્લી આશ્ચર્યની વાત કહેવાય કે, આટલી માછલીઓ હતી, તેમાંથી એક પણ હાથમાં ન આવી. મતલબ આ જાનવરને પકડવુ એ સામાન્ય માણસના ગજા બહાર છે. તેના મનમાંએ વિચાર ચાલતો હતો, ત્યાં આપણા જેવો એક દરેકના જીવનમાં હોય, તેવો એક મિત્ર વેઈડના જીવનમાં પણ હતો. વેઈડની ઉંમર આઢ વર્ષની હતી. તેની સાથે જ ભણતો એક તેનો મિત્ર માછલીઓ પકડતો. વેઈડે તેને માછલીઓ પકડવા માટે મદદ માંગી. તેને શું તેના તો ડાબા હાથનો ખેલ હતો, તેણે વેઈડને માછલીઓ પકડતા શીખવાડ્યું. જ્યારે વેઈડે ઘરે પહેલી વિશાળકાય માછલી પકડી અને લાવ્યો ત્યાં જ મમ્મી-પપ્પાના દિમાગમાં અર્થીંગ લાગ્યો. આ અહીંથી નહીં રોકાય.

બાળપણ, કોલેજ, સ્કુલ, બધુ ખત્મ થયુ. તેણે ભારત તરફ પ્રયાણ કરવાનું વિચાર્યુ. ભારતમાં વિશાળકાય માછલીઓ અને તેના પર લખાયેલી મીથ વિશે જાણવાની તેની ખૂબ મહેચ્છા. આજે પણ ભારતમાં આવી માછલીઓ હોય છે, તેની મને નથી ખબર, પણ ત્યારે વેઈડને આ વાતની ખબર પડી ગયેલી કે ભારત એ રહસ્યોનો દેશ છે. તેણે ભારત આવવાની વાટ પકડી. પોતાનો થોડો સામાન લીધો. થયુ એવુ કે ત્યારે ઉસ્તાદ પાસે એટલા રૂપિયા ન હતા. 200 પાઉન્ડ પોતાના ગજવામાં લઈ તે ભારત આવ્યો. ભારતની ગંગા નદીથી લઈને નાનીમોટી નદીઓ અને તેના વિશાળકાય પટ જોઈ તે ખુશ તો થયો, પણ સાલ્લુ અહીં માછલી મળશે કે નહીં તે તેના માટે સૌથી મોટો યક્ષપ્રશ્ન હતો. જે રીતની માછલી વેઈડને જોઈએ, તે શોધવી ક્યાં. તેણે મનમાં ધારણા બાંધી લીધી. અહીં આવ્યો છું, તો માછલી પકડીને જઈશ. ત્યારે ભારતમાં એક જાતિની માછલી જે આજે પણ હયાત છે, અને તેનું નામ હિમાલયા મશીર. આ માછલી સૌથી નાના કદની આવે, પણ જે રીતે માનવીનું હોય છે કે, મારા કરતા કોઈ વધારે કદનો માણસ હોય, તેમ માછલીઓની જાતમાં પણ આવી નાના મોટા કદની માછલીઓ હોવાની, જેની વેઈડને ખબર. ઈરાન, થાઈલેન્ડ, શ્રીલંકા અને ભારતમાં આવી જાતની માછલી મળે. તેણે ભારતમાં આ માછલીને પકડવાનું નક્કી કર્યુ. સામાન્ય રીતે 9 ફુટ અને 54 કિલોની આ માછલી હોય, પણ ત્યારે વેઈડે તેનાથી ડબલ કદની માછલી પકડી અને તેણે સાબિત કરી દીધુ કે, હું આ દુનિયામાં સૌથી બેસ્ટ રિવર મોન્સટર શોધી અને પકડી શકુ છું. ભારતથી પરત ઈંગ્લેન્ડ ફર્યો. વેઈડે ભારતના પોતાના અનુભવો ત્યાંની લોકલ મેગેઝીનમાં ટાંક્યા. તે ઈંગ્લેન્ડ આવ્યો પણ ભારત માટેનો તેનો પ્રેમ ઓછો નહતો થતો. ભારત સસ્તો દેશ અને વેઈડે પોતાના 200 પાઉન્ડમાંથી પણ થોડા પૈસા બચાવ્યા હતા, કે તેને તેની આગલી મુસાફરીમાં મદદરૂપ સાબિત થાય, પણ એટલા નાણાં ન હોવાના કારણે વેઈડે પોતાના સપના ત્યાંજ સંકેલી લીધા. તો પણ જ્યારે તમે સપના સંકેલો છો, ત્યારે તેની ચાદર પાછી પાથરનાર કોઈ હોય છે. જેની ભવિષ્યમાં વેઈડને પણ ખાતરી નહતી.

તેની પોતાની દોડ ચાલુ હતી. સંઘર્ષ બરકરાર હતો. ત્યાં જ એનિમલ પ્લેનેટ ચેનલે તેનો દરવાજો ખખડાવ્યો. મોટા રિવર મોન્સટર પકડનાર તરીકે ફેમસ થઈ ચુકેલા વેઈડની ટેલેન્ટ વિશે એનિમલ પ્લેનેટને જાણ હતી. ભારતમાં તો તમારા ઘરમાં કોઈ સાપ પકડી જાય તો બરાબર, પણ એનિમલ પ્લેનેટ તો આને પણ એક ટેલેન્ટ ગણે છે. જેણે વેઈડની અંદર મોન્સટર પકડવાની ઘેલછા ઝડપી લીધી. વેઈડને એક પ્રોજેક્ટ સમજાવવામાં આવ્યો. કોઈ કહે તેમ કામ કરવુ આજે પણ અઘરૂ છે. જે વાત વેઈડના મનમાં ઘર કરી ગયેલી. એનિમલ પ્લેનેટે વેઈડને દુનિયામાં કોઈ દિવસ ન જોઈ હોય, પણ માણસો પર હુમલો કર્યો હોય, તેવી રિયલ ઘટના પર આધારિત માછલીઓ પકડવાનું કહ્યું. શોનું નામ રિવર મોન્સટર. વેઈડે ડન તો કર્યુ, પણ આવડી મોટી માછલી શોધવી ક્યાં. તેણે મનોમંથન કર્યુ, ત્યારે મનમાં એક નામ સામે આવ્યુ ભારત…

2005માં લાંબા સમયબાદ વેઈડે ફરી એકવાર ભારત તરફ પોતાની નજર દોડાવી. તેને મનમાં એવુ થઈ ગયેલુ કે ભારત જ એ દેશ છે, જ્યાં મને મારા મોન્સટર મળી શકે છે. વેઈડ ભારત આવ્યો. હિમાલયની ફુટહિલ્સમાં રહેવાનું તેણે નક્કી કર્યુ. આ વખતે પૈસાની કોઈ ચિંતા ન હતી, કારણકે એનિમલ પ્લેનેટના બંને હાથ તેની માથે હતા. ત્યાંના લોકલ લોકોને એક માછલી રંઝાડતી હતી. આ શેતાનને પકડી ટીવી સામે લાવવાનું જોખમ ભર્યુ કામ વેઈડે પોતાના માથે લીધુ. લાંબા સમયબાદ તેણે એક માછલી પકડી જેનું કદ 168 પાઉન્ડનું હતું. અને તેનું નામ ગુંચ કેટફિશ હતું. આ પ્રકારની માછલીઓ ભારત અને નેપાળની સરહદે આવેલી કાલી રીવરમાંથી મળી આવે છે. જેનું એક જ કામ હોય છે, મેન ઈટીંગ. પહેલીવાર પડદા પર આ અધધ… માછલી લાવી અને એનિમલ પ્લેનેટના શોને માત્ર હિટ ન કર્યો, પરંતુ તેણે પોતાની કાબેલિયત પણ બતાવી દીધી.

અને પછી શું ? ચલતી કા નામ ગાડી. એમેઝોન, કોંગો, આફ્રિકા જેવા જંગલોમાં આજે પણ વેઈડ પોતાની ટીમ સાથે ફેન્સને મનોરંજન આપે છે, અને તે પણ પોતાના જીવના જોખમે. 1992માં સમવેર ડાઉન ઘ ક્રેઝી રિવર અને 2011માં પોતાના શો પર આધારિત રિવર મોન્સટરની કહાનીઓ તે લખી ચુક્યો છે. એટલે કે શ્રીમાન બે પુસ્તકોના લેખક પણ છે !! આટલુ જ નહીં જેરેમી વેઈડ 2014માં બનેલી બ્લડ લેક : અટેક ઓફ ધ કિલર લેમ્પ્રેયસ નામની ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે. રિવર મોન્સટર અને બાદમાં જંગલ હુક જેવી સિરીઝમાં આ માણસને કામ કરતો જોઈને ખૂદનું જંગલ યાદ આવી જાય છે.

~ મયુર ખાવડુ

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.