Education Gujarati Writers Space

ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે – ૨૪ જાન્યુઆરી

૨૪, જાન્યુઆરી, ઇન્ટરનેશનલ એજ્યુકેશન ડે

સામાન્ય રીતે શિક્ષણ એ દરેક દેશ અને સત્તાનું પ્રાથમિક પાસું ગણાય છે. કારણ કે શિક્ષણ વ્યવસ્થા દ્વારા જ રાષ્ટ્રના ભવિષ્ય નિર્માણની આશાઓ સેવાતી હોય છે. તો પછી પ્રશ્ન એમ થાય છે, કે આ શિક્ષણ વ્યવસ્થાને ઉજવવા માટે અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય દિવસ કેમ નથી ઉજવાતો…? ભારતમાં તો શિક્ષક દિન તરીકે શિક્ષણ વ્યવસ્થાની ઉજવણી થાય જ છે. જે 5 સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિવસ’ તરીકે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જ્ન્મદિવસ નિમિતે ઉજવાય છે. પણ આંતર રાષ્ટ્રીય કક્ષાએ આવો કોઈ દિવસ જ અત્યાર સુધી ન હતો.

કદાચ આ જ વિચાર UNESCO પણ લાંબો સમય વાગોળીને સભાન બન્યું હશે. અંતે 3 ડિસેમ્બર 2018ના રોજ, યુનાઈટેડ નેશન્સની મહાસભમાં એ સર્વસંમતિ સાથે એ ઠરાવ અપનાવી લીધો જે શાંતિ અને વિકાસ માટેના ફાળામાં શિક્ષણ વ્યવસ્થાની ઉજવણી માટે 24 જાન્યુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે જાહેર કરાય એ અંગે વાત થઈ.

વિશ્વના શિક્ષણ સમુદાયો જ્યારે બ્રસેલ્સમાં ગ્લોબલ એજ્યુકેશન સભા માટે ભેગા મળ્યા ત્યારે, યુએનની જનરલ એસેમ્બલીએ શાંતિ અને વિકાસ માટે શિક્ષણની મૂળભૂત ભૂમિકાને માન્યતા આપતા શિક્ષણ વ્યવસ્થા માટે એક મજબૂત સંદેશને અવાજ આપ્યો હતો.

ઠરાવ 73/25 મુજબ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ, નાઇજિરીયા અને 58 અન્ય સભ્ય રાજ્યોના સહ સહમતી દ્વારા અપનાવવામાં આવ્યો. જે ઠરાવ મુજબ ભાગ લેનાર દેશમાં દરેક દેશવાસી માટે ન્યાયપૂર્ણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ થાય. અને શૈક્ષણિક વ્યવસ્થાના સુધારા માટે લેવાતા પ્રત્યત્નોને ટેકો આપાય, અને દેશનું રાજકીય તંત્ર પણ એમાં રસ લઈને સુધારાની ઇચ્છા દર્શાવે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આ વાતનું પુનરાવર્તન કર્યું કે આ કરવાથી ટકાઉ અને સ્થિતિસ્થાપક સમાજો બનાવવા માટે શિક્ષણ એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, એટલે શિક્ષણ વ્યવસ્થા માટે વિશ્વભરમાં એક ખાસ દિવસને ઉજવવાથી શિક્ષણ સાથે જોડાયેલા અન્ય લાંબા ગાળાના વિકાસના લક્ષ્યોની સિદ્ધિઓમાં પણ સુધાર આવે છે.

ટકાઉ વિકાસના ગોલ 4ના સફળતા તરફના પ્રયત્નોને સમર્થન આપવા, આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા માટે સભ્ય રાજ્યો, યુએન સિસ્ટમ સાથે જોડાયેલા સંગઠનો અને નાગરિક સમાજ, બિન-સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી સહિત તમામ હિસ્સેદારો પર ઠરાવ ક્ષેત્ર, વ્યક્તિઓ અને અન્ય સંબંધિત ભાગીદારો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસનું અવલોકન કરવા માટે જવાબદાર રહે.

યુનેસ્કો, એટલે કે યુનાઇટેડ નેશન્સમાં એજ્યુકેશનને લગતી એક મુખ્ય એજન્સી તરીકે આ દિવસે શૈક્ષણિક ક્ષેત્રમાં હીરો તરીકે ઉભરતા લોકો સાથે વાર્ષિક તપાસનું આયોજન કરવું જોઈએ એવા પ્રયાસો થાય છે.

એચ.ઇ. યુનાઈટેડ નેશન્સમાં નાઇજિરીયાના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ ટિજજની મુહમ્મદ બાન્ડે તો, ઠરાવની રજૂઆત દરમિયાન જનરલ એસેમ્બલીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ટકાઉ વિકાસના નિર્ણાયક પાસાં તરીકે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 24 જાન્યુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે જાહેર કરવો એ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે આ વાત પીઆર પણ ભાર મૂક્યો હતો, કે શિક્ષણ એ માત્ર માનવીય અધિકાર જ નથી, પરંતુ રાષ્ટ્રના ટકાઉ વિકાસ માટેનો એક શ્રેષ્ઠ માર્ગ પણ છે.

30 નવેમ્બર 2018 ના રોજ ઠરાવને અપનાવવા માટે સૌ પ્રથમ આયર્લેન્ડ, નાઇજિરીયા, સિંગાપોર અને કતાર રાજ્યના સ્થાયી મિશન્સે UNESCO, UNICEF અને UN Women’s સાથે મળીને આ વિષય માટેની જાગરૂકતા લાવવા અને આ વ્યવસ્થા સ્વીકારી લેવા વેગ ઊભો થાય એ માટે એક સાથી-ઇવેન્ટનું આયોજન પણ કર્યું. ત્યાર બાદ યોજાયેલ ઉચ્ચ-સ્તરની બેઠકમાં આ ધ્યેયને વધુ મજબૂત કરવા વિશિષ્ટ એમ્બેસેડર, નીતિ-નિર્માતાઓ, રાજદ્વારી સમુદાયના પ્રતિનિધિઓ અને યુએન સિસ્ટમ, નાગરિક સમાજ અને ખાનગી ક્ષેત્રને પણ એકસાથે લાવવામાં આવ્યા.

UNESCOની ન્યૂયોર્ક ઑફિસના નિયામક મેરી પૌલ રૌડિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2030 માટેના એજન્ડામાં ટકાઉ વિકાસ માટે શિક્ષણ ફક્ત તેના માટે એક જ મહત્ત્વનો ધ્યેય નથી, પરંતુ આ જ એક ધ્યેય છે કે જે લોકોને સમજવા માટેનો અર્થ આપે છે. તેમણે કહ્યું હતું કે, “અભ્યાસ, કુશળતા, મૂલ્યો અને વલણને પ્રેક્ટિસ અને હસ્તકલાના નવીન ઉકેલો બહાર લાવવા એ લાંબા ગાળાના નિર્ણાયક વિકાસ માટે વૈશ્વિક લક્ષ્યો છે.” તેમજ એમણે શિક્ષણના ફાળાને ગરીબી નાબૂદી માટે, આરોગ્યના પરિણામો સુધારવા, લિંગ સમાનતા વિકસાવવા, પર્યાવરણીય ટકાઉપણું અને શાંતિપૂર્ણ તેમજ સ્થિતિ સ્થાપક સમાજો બનાવવાનું પણ સૂચન કર્યું હતું. જ્યારે તાજેતરની વૈશ્વિક શિક્ષણ મોનિટરિંગ રિપોર્ટના તારણો દર્શાવતા એમણે કહ્યું હતું કે ‘આપણે પુલ બાંધવાના છે, દીવાલો ઊભી કરવાની નથી.’ એટલે કે સબંધો શાંતિપૂર્ણ બનાવી સાથ સહકાર દ્વારા વિકાસ કરવાનો છે, ન કે ભાગલા પાડીને તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ કરવું જોઈએ.

– સુલતાન સિંહ ‘જીવન’

( માહિતી સંદર્ભ : https://en.unesco.org/news)

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.