Gujarati

એ હાથમાં મારો હાથ

એ હાથમાં મારો હાથ હતો કોણ માનશે

સુખદુખ ના સરવાળા બધા ખોટા પડ્યા
હું ગણીતમાં આગળ હતો કોણ માનશે

સુક્કો ભઠ્ઠ આ કિનારો રેતાળે પડ્યો
અહી ઘૂઘવાતો દરિયો વહેતો કોણ માનશે

દિવસ આખે મોર કોયલ નાં ટહુકા ભર્યા
રાતે બધે ઘુવળના ડોળા ફર્યા કોણ માનશે

ખવડાવ્યો કોળીયો જેને મુજ જીવન તણો
એ પોતાના સહુ પારકા થયા કોણ માનશે

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.