Gujarati

આજ મારે હડતાલ

ગૃહિણી બોલી આજ હું પાડુ હડતાલ?
તમને મળે રજાની નવરાશ, હડતાલના બહાને રજા,
અનેકવિધ રજાઓ.
તમારી રજા ને મારે કામ બમણુ,
તમે મિત્રોની મહેફિલ જમાવતા,
ચા નાસ્તાની ફરમાઇશો વધતી.
બાળકોની ધીંગામસ્તી કામ જ વધારતી..
તો આજ મારે જોઈએ છે રજા..
હું આજ પાડું હડતાલ..
ધરની સફાઈથી રસોઈની હડતાલ.
આજ હું કરું મારુ મનપસંદ કામ..
કોઈ પુસ્તક વાંચુ? સંગીત સાથે બાગમાં લટાર મારું?
સખી સાથે આજ બધું ભુલી માણું નવરાશની પળ..
પતિદેવ કહે પાડી શકેતો પાડ હડતાલ.
બાળકો હર્ષથી બોલ્યા વાહ આજતો મજા..
પીઝા બર્ગરને કોલ્ડડ્રીકની પાર્ટી.
આજનો હોમવર્ક નો ટયુશન
મોમ તું પાડ હડતાલ
અમારો તને પુર્ણ સહકાર.
તંદ્રા તુટીને.. ના.. ના.. કહી
અને હું ગૃહિણી મેં હડતાલની પુર્ણતા જાહેર કરી.
કામે ચડી…
હડતાલ કરીશ ફરી કોઇવાર…
કદાચ..

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.